Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

થરાદ અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૫: ગઈકાલે મળેલી માહિતી મુજબ થરાદ તાલુકાના ખેંગારપુરા ગામમાં રેતી નીચે દબાઈ જતાં ચાર વ્યક્તિઓ નાં કરુણ મોત નિપજયા છે. ખેંગારપુરા ગામ પાસે એક નાળાના રિટેનશન વોલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક રેતી ભરેલો ટ્રક ધસી પડતાં એક બાળક અને ત્રણ મહીલા મજુરોનાં ઘટનાસ્થળે દબાઈ જતાં મોત નિપજયા હતા. તમામ મૃતકો દાહોદ ના ઝાલોદ તાલુકાના રહેવાસી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. નવસારી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. 

અકસ્માત ની અન્ય ઘટનામાં સૂત્રાપાડા નજીકના આલિદરા ગામે કુવામાંથી પાણી ભરતા અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. પૂજ્ય મોરારીબાપુએ આ હંસાબેન ચાવડા ના પરીજનોને દિલસોજી પાઠવી છે અને રુપિયા પંદર હજાર ની સહાય મોકલી છે. 

Related posts

વિશ્વ પ્રસિદ્ધ ફિલોસોફર ઓશોનાં ૯૫માં જન્મોત્સવ પર તેની કર્મભૂમિ જબલપુરથી ૯૬૮મી રામકથાનો આરંભ

amdavadpost_editor

ગુજરાત ટુરિઝમના સહયોગમાં 70મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સઃ લાપતા લેડિઝ શ્રેષ્ઠ ફિલ્મ, અભિષેક બચ્ચન અને કાર્તિક આર્યન બંનેને શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ, આઈ વોન્ટ ટુ ટૉક ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક્સ) એવોર્ડ

amdavadpost_editor

શિક્ષકોને સશક્ત બનાવવા : મેન્યુફેક્ચરિંગ માટે AI પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ

amdavadpost_editor

Leave a Comment