Amdavad Post
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ટીઝર હવે બહાર આવ્યું! સોની લાઈવ પર રામ માધવાનીની ધ વેકિંગ ઓફ અ નેશન 7મી માર્ચથી સ્ટ્રીમ થશે

ગુજરાત, અમદાવાદ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫: સોની લાઈવ તેના આગામી કાલ્પનિક શો ધ વેકિંગ ઓફ અ નેશન સાથે ઈતિહાસના ઓછા જ્ઞાત અધ્યાયને ઉજાગર કરવા માટે સુસજ્જ છે. આ રોચક સિરીઝનું નિર્માણ અને દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને આંતરરાષ્ટ્રીય એમી નોમિનેટેડ ફિલ્મકાર રામ માધવાની દ્વારા કરાયું છે. શો 7મી માર્ચથી સોની લાઈવ પરથી સ્ટ્રીમ થશે.

જલિયાંવાલા બાગ હત્યાકાંડની પાર્શ્વભૂમાં સ્થાપિત આ શોમાં વકીલ તારુક રૈનાની ભૂમિકા કાંતિલાલ સાહનીએ ઊજવી છે, જે બ્રિટિશરાજની દગાબાજીના જાળા પર આધારિત વાર્તા છે. હંટર કમિશન શાસક સામ્રાજ્યને બચાવવા માટે ઈતિહાસને મારીમચડી નાખે છે ત્યારે કાંતિલાલ જાતિવાદ સાથે સંઘર્ષ કરે છે અને સચ્ચાઈ માટે લડે છે. બાળપણની અતૂટ મૈત્રીથી બંધાયેલા કાંતિલાલ અને તેના સાથીઓ (અલી અલ્લાબક્ષ તરીકે સાહિલ મહેતા, હરી સિંહ ઔલખ તરીકે ભાવશીલ સિંહ અને હરીની પત્ની પૂનમ તરીકે નિકિતા દત્તા) છે. વિરોધી વિચારધારા છતાં તેઓ કાવતરું ઉજાગર કરે છે, જે તેમના ભાગ્યને નવો આકાર આપે છે. ન્યાયને ઘોષીને પી જવાય છે એવી દુનિયામાં તેઓ છૂપી સચ્ચાઈ ખુલ્લી પાડશે કે પછી તેઓ તે ઘોળીને જશે?

શો વિશે બોલતાં નિર્માતા અને દિગ્દર્શક રામ માધવાની કહે છે, ‘‘હું હંમેશાં વસાહતવાદમાં ઊંડાણથી રુચિ ધરાવતો હતો અને જાતિવાદ તથા પૂર્વગ્રહના મુદ્દાઓ જાણવા ઉત્સુક રહેતો હતો. સાંસ્કૃતિક, ભાષા, સામાજિક અને કળાત્મક વસાહતીકરણની આસપાસના પ્રશ્નોએ મને લાંબા સમયથી મુશ્કેલીમાં મૂક્યો છે. હું મારા આગામી પ્રકલ્પ પર કામ કરતો હતો ત્યારે જાણતો હતો કે તે બ્રિટિશ રાજમાં આપણા ભૂતકાળમાં અને આપણી આઝાદીની લડતમાં ઊંડાણથી મૂળિયાં ધરાવે છે. તેમાંથી ધ વેકિંગ ઓફ અ નેશન જીવંત બન્યું. સોની લાઈવને આભારે અમે ત્રણ મિત્રોની શક્તિશાળી વાર્તા સાથે કોર્ટરૂમ ડ્રામા અને ભારત એ ભારત કઈ રીતે બન્યું તેની વાર્તાને જોડતો રોમાંચત શો છે.’’

રામ માધવાની ફિલ્મ્સ બેનર હેઠળ રામ માધવાની અને અમિતા માધવાની નિર્મિત આ સિરીઝમાં તારુક રૈના, નિકિતા દત્તા, સાહિલ મહેતા, ભાવશીલ સિંહ, એલેક્સ રીસ અને પોલ મેકઈવાન વગેરે છે. શાંતનુ શ્રીવાસ્તવ અને શત્રુજિત નાથ તથા રામ માધવાની લિખિત શો ઐતિહાસિક ગાથા, મૈત્રી અને સત્તાના સંઘર્ષનું રોચક સંમિશ્રમ છે, જેણે વ્યાપક તપાસને આકાર આપ્યો છે.

તો વેકિંગ ઓફ અ નેશન માટે સુસજ્જ બની જાઓ, ખાસ સોની લાઈવ પર 7મી માર્ચથી! 

ટીઝર માટે લિંક: https://www.youtube.com/watch?v=7svObZ1WNQ0

 

Related posts

મેજેન્ટા મોબિલિટીએ ટાટા મોટર્સ સાથેના સહયોગને વધુ મજબૂત કર્યો ટાટા એસ ઇવીના 100થી વધુયુનિટ્સ તૈનાત કર્યાં – ભારતના સૌથી અદ્યતન, ઝિરો-ઉત્સર્જન સ્મોલ કમર્શિયલ વ્હીકલ

amdavadpost_editor

કબીરવડ કથાને વિરામ;૯૫૦મી કથા પ્રયાગનાં અક્ષયવટ-મહાકુંભ મેળામાં આવતા શનિવારથી વહેશે.

amdavadpost_editor

HERO MOTOCORPએ EICMA 2024 ખાતે પોતાનું ફ્યુચર મોબિલીટી વિઝન રજૂ કર્યુ

amdavadpost_editor

Leave a Comment