ગુજરાત, અમદાવાદ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: ડાયાબિટીઝ અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચેના ગાઢ સંબંધને ઘણી વખત અવગણવામાં આવે છે, જોકે તેની જે તે વ્યક્તિની એકંદરે સુખાકારી પર મોટી અસર પડે છે. જ્યારે બ્લડ સુગરનું સ્તર વધે છે ત્યારે તેની અસર ફક્ત ગ્લુકોઝ પૂરતી મર્યાદિત રહેતી નથી – તેની અનેકગણી અસર હૃદયના કાર્ય અને એકંદરે કાર્ડીયાવેસ્ક્યુલર જોખમ પર પ્રભાવ પાડી શકે છે.
એક સંશોધન અનુસાર, ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિઓને તેમના જીવનમાં હૃદય રોગ વિકસવાનુ બમણું જોખમ રહેલુ છે.[1]બ્લડ સુગરનું વધુ પડતુ સ્તર હૃદયના કાર્યને નિયંત્રિત કરતી રક્ત વાહિનીઓ અને મજ્જાતંતુઓને નુકસાન કરી શકે છે. તમારા ડાયાબિટીઝને નાથવાના તમે જે પગલાં લો છો તે તમારા કાર્ડિયોવેસ્ક્યુલર રોગના જોખમને પણ ઘટાડવામાં મદદ કરી શકે છે તે સારા સમાચાર છે.
અમદાવાદ સ્થિત CIMS હોસ્પિટલના કાર્ડીયોવેસ્ક્યુલર અને થોરેસિક સર્જન ડૉ. ધીરેન શાહએ જણાવ્યુ હતુ કે,“ભારતમાં, ડાયાબિટીઝ સાથે જીવતી ઘણી વ્યક્તિઓએ હૃદય સંબંધિત કોમ્પ્લીકેશન્સ હોવાની ફરિયાદ કરતા હોય છે. આ કોમ્પ્લીકેશન્સમાં થતો વધારો નાની વય ધરાવતી વસ્તીઓમાં જોવામાં આવ્યો છે તે ઘણી ચિંતાજનક બાબત છે. જો ડાયાબિટીઝને યોગ્ય રીતે નાથવામાં ન આવે તો તે કાર્ડીયોવેસ્ક્યુલર રોજના જોખમ જેમ કે ઊંચા બ્લડ પ્રેશર, બેડ કોલેસ્ટરલ અને ઊંચા ટ્રાયગ્લિસેરાઇડ્ઝ જેવા જોખમી પરિબળોમાં વધારો કરવામાં પરિણમે છે. કોઇ પણ વ્યક્તિ માટે ગ્લુકોઝમાં થતી વધઘટ માટે વધારાની સંભાળ અને અવરોધાત્મક પગલાંઓને અનુસરવાનું આવશ્યક છે. હૃદયને તંદુરસ્ત એવા આહાર, નિયમિત કસરત અને ગ્લુકોઝની CGM જેવા ડિવાઇસ દ્વારા દેખરેખ રાખવી સ્વીકાર્ય થોડા પગલાંઓમાંના છે. વધુમાં કાર્ડીયેક સર્જરી બાદ કડક ગ્લુકોઝ નિયંત્રણ ઇષ્ટતમ શમન, પરિણામોમાં સુધારો લાવવા અને ઝડપી સાજા થવા માટે અગત્યના છે. આવું કંટીન્યુઅસ ગ્લુકોઝ મોનીટરીંગ (CGM)નો ઉપયોગ કરીને પ્રાપ્ત કરી શકાય છે, જે ઓપરેશન બાદના સમયગાળામાં ઇષ્ટતમ ગ્લુકોઝ સ્તરોને જાળવવામાં મદદ કરે છે. આ દ્રષ્ટિકોણ ખાસ કરીને ઊંચા જોખમવાળી સર્જરીઓ જેમ કે હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ અને એરોટિક સર્જરીમાં અગત્યનો છે, જ્યાં સખત ગ્લુકોઝ નિયંત્રણ તાતી અગત્યતા છે.”
એબોટ્ટના ડાયાબિટીઝ ડિવીઝનના મેડીકલ અફેર્સના ડિરેક્ટર ડૉ. કેન્નેથ લીએ જણાવ્યું હતુ કે, “ડાયાબિટીઝના અસરકારક સંચાલન માટે નિયમિત ગ્લુકોઝ સ્તર પરની દેખરેખ આવશ્યક છે. આવુ કંટીન્યુઅસ ગ્લુકોઝ મોનીટરીંગ (CGM) જેવા ડિવાઇસનો ઉપયોગ કરીને કરી શકાય છે, જેમાં ગ્લુકોઝનું સ્તર જાણવા માટે આંગળી પર સોય નાખવાની જરૂર રહેતી નથી. આ પ્રકારના ડિવાઇસ ટાઇમ ઇન રેન્જ (TIR) જેવી ઉપયોગી મેટ્રીક્સ ધરાવે છે, જે જે તે વ્યક્તિમાં નિર્દિષ્ટ રેન્જમાં ગ્લુકોઝ સ્તર દિવસમાં કેટલી વખત રહે છે તે સુચવે છે. જ્યારે કોઇ વ્યક્તિ આવી રેન્જમાં વધુ સમય ગાળે છે, ત્યારે કાર્ડીયોવેસ્ક્યુલર રોગ માર્કર્સ વિકસવાનું જોખમ ઘટે છે. હકીકતમાં, TIRમાં 10%નો વધારો જે તે વ્યક્તિમાં કેરોટીડ ધમનીઓમાં અસાધારણ જાડાઇમાં વધારો થવાના જોખમમાં 6.4%નો ઘટાડો કરી શકે છે.[i]તેથી, વધુ પડતા TIR હાંસલ કરવાનું કાર્ડીયોવેસ્ક્યુલર રોગને દૂર રાખવા માટે અગત્યનું છે.”
ડાયાબિટીઝ ધરાવનારાઓ માટે આરોગ્ય પર નજર રાખવાના અહીં 5 સરળ પગલાં સુચવવામાં આવ્યા છે:
- હૃદયને સ્વસ્થ રાખે તેવો આહાર લો: કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે તેવા સંતૃપ્ત અને ટ્રાન્સ ચરબી ટાળવાનો પ્રયાસ કરો. ઉદાહરણ તરીકે, સંતૃપ્ત ચરબી સામાન્ય રીતે માખણ, લાલ માંસ અને ફુલ-ફેટ ડેરી ઉત્પાદનો જેવા ખોરાકમાં જોવા મળે છે, જ્યારે ટ્રાન્સ ચરબી ઘણીવાર તળેલા અને પ્રોસેસ્ડ ખોરાકમાં વપરાતા આંશિક રીતે હાઇડ્રોજનેટેડ તેલમાં જોવા મળે છે. પાંદડાવાળા લીલા શાકભાજી, આખા અનાજ અને પ્રોટીનયુક્ત ખોરાક સાથે પ્લેટને સંતુલિત કરવાથી હૃદય રોગ સામે રક્ષણ મળે છે તે કોઇ રહસ્ય નથી. પરંતુ તમે જે ખાઓ છો તે ઉપરાંત ભાગ નિયંત્રણ સાથે, તમે તમારા ગ્લુકોઝ સ્તરને વધુ સારી રીતે સ્થિર કરી શકો છો, જે બદલામાં હૃદય રોગનું જોખમ ઘટાડે છે.
- નિયમિત કસરત: હૃદય રોગનું જોખમ ઘટાડવા માટે, કસરત દ્વારા સ્થૂળતા, હાયપરટેન્શન અને ઉચ્ચ કોલેસ્ટ્રોલ સ્તર જેવા પરિબળો પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિ પણ તમને તમારા ડાયાબિટીસને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે. વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ, સ્વસ્થ જીવનશૈલી માટે, બેસવાનો સમય ઓછો કરવાની અને દર સપ્તાહે ઓછામાં ઓછી 150 મિનિટ મધ્યમ-તીવ્રતાની શારીરિક કસરત કરવાની ભલામણ કરવામાં આવે છે, જેમ કે ઝડપી ચાલવું અથવા સાયકલ ચલાવવી.[2]
- નિયમિતપણે બ્લડ સુગર લેવલનું નિરીક્ષણ કરો: રીઅલ-ટાઇમ ટ્રેકિંગ, જેમ કે CGM ટૂલ્સ દ્વારા, તમને બ્લડ સુગરના ઊંચા કે નીચા સ્તર પર નજર રાખવામાં મદદ કરી શકે છે. દિવસના ઓછામાં ઓછા ૧7 કલાક સુધી શ્રેષ્ઠ ગ્લુકોઝ રેન્જ (70- 180 મિલિગ્રામ/ડીએલ)ની અંદર રહેવાનો પ્રયાસ કરવો મહત્વપૂર્ણ છે. વધુમાં, CGM જેવા ઉપકરણો કનેક્ટેડ કેર ડિજિટલ ઇકોસિસ્ટમ પણ પ્રદાન કરે છે જે તમને તમારા ડૉક્ટર અને સંભાળ રાખનારાઓ સાથે જોડાયેલા રહેવામાં મદદ કરશે. આમ કરીને, તમે તમારા ડાયાબિટીસ અને હૃદય રોગના જોખમને અસરકારક રીતે નિયંત્રિત કરી શકો છો.
- ધૂમ્રપાન અને દારૂ પીશો નહી: ધૂમ્રપાન તમારી રક્ત વાહિનીઓના અસ્તરને નુકસાન પહોંચાડી શકે છે અને ડાયાબિટીસને કારણે તમારી ધમનીઓના સાંકડા થવાને વેગ આપી શકે છે. વધુમાં, તમારે દારૂનું સેવન પણ ઓછું કરવું જોઈએ કારણ કે તે ડાયાબિટીસની દવાની અસરને વિક્ષેપિત કરી શકે છે અને બ્લડ સુગર લેવલને અસર કરી શકે છે.
- તણાવ વ્યવસ્થાપન: જ્યારે તમે તણાવમાં હોવ છો, ત્યારે તમારું શરીર તણાવ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જે તમારા બ્લડ સુગર લેવલને વધારે છે અને ઇન્સ્યુલિન પ્રતિકારનું કારણ બની શકે છે. સમય જતાં, આ તમારા બ્લડ પ્રેશરને વધારી શકે છે અને હૃદય રોગ થવાની શક્યતા વધારી શકે છે. તમારા તણાવને ઓછો કરવા માટે, સંગીત સાંભળવું, યોગા અથવા નૃત્ય કરવું અને પ્રિયજનો સાથે સમય વિતાવવો જેવી મનોરંજક પ્રવૃત્તિઓમાં જોડાવાનો પ્રયાસ કરો.
સ્વસ્થ હૃદય માટે સારી જીવનશૈલીની પસંદગી કરવી એ બધા માટે મહત્વપૂર્ણ છે. ડાયાબિટીસ વ્યવસ્થાપન સુધારવા અને તમારા હૃદયના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે તમારે લેવા જોઈએ તેવા પગલાં વિશે તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.