Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બિહાર કચ્છ અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: પૂજ્ય મોરારીબાપુએ તાજેતરમાં બિહારમાં, કચ્છમાં અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને સહાયતા રાશિ અર્પણ કરી છે. કુંભ સ્નાન કરી પરત ફરી રહેલા પટના બિહારના એક પરિવારના ૬ સભ્યોને અકસ્માત નડયો હતો અને તેમાં તમામ સભ્યોના મોત નિપજયા હતા. એ પરિવાર માટે પૂજ્ય મોરારીબાપુએ ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ પરિવારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અન્યથા તે રાશી બિહાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવશે.

બાબરા નજીક લાઠીના પરિવારને અકસ્માત નડયો હતો અને તેમાં ત્રણ લોકોના મોત થયા હતા તેમને પણ ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. બે દિવસ પહેલા કચ્છ જિલ્લાના કેરા મુંદ્રા રોડ પર મીની બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ૭ લોકો માર્યા ગયા હતા તેમને પણ ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને આ વિતિય સેવા  કોટેશ્વર કથાના મનોરથી શ્રી પ્રવીણભાઈ તન્ના દ્વારા કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

કબીર વૈરાગનો વડ છે.

amdavadpost_editor

શહેરમાં નવા શાર્કઃ સ્નેપડીલ અને ટાઈટન કેપિટલના સહ-સંસ્થાપક કુનાલ બગલ શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન-4ની પેનલમાં જોડાયા

amdavadpost_editor

સાદિયત કલ્ચરલ ડિસ્ટ્રિક્ટ અબુ ધાબી

amdavadpost_editor

Leave a Comment