Amdavad Post
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

હિન્દી રોમેન્ટિક-કોમેડી ફિલ્મ પિન્ટુ કી પપ્પી 21 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે

ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: અત્યંત અપેક્ષિત રોમેન્ટિક-કોમેડી હિન્દી ફિલ્મ પિન્ટુ કી પપ્પી આગામી 21મી માર્ચે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્માણ મૈથરી મૂવી મેકર્સ દ્વારા વી2એસ પ્રોડક્શન અને એન્ટરટેઇનમેન્ટના સહયોગથી કરવામાં આવ્યું છે.

ટેલેન્ટેડ શિવ હેર દ્વારા દિગ્દર્શિત અને લિખિત, તમામ ઉંમરના દર્શકોને ગમશે તેવું હાસ્ય, રોમાંસ અને નાટકનું મિશ્રણ આપવાનું પ્રોમિસ આપે છે. નવા ચહેરાઓ અને અનુભવી કલાકારોનું ઉત્તેજક મિશ્રણ ધરાવતી આ ફિલ્મમાં શુશાંત થમકે અને વિધી યાદવ તેમની પ્રથમ ભૂમિકા ભજવી  છે, સાથે જાણીતા કલાકારો જાન્યા જોશી, ગણેશ આચાર્ય અને વિજય રાઝ પણ છે.

ભારત અને અમેરિકાના સુંદર સ્થળોએ શૂટ થયેલી, પિંટુ કી પપ્પી રંગીન વાર્તા, મજેદાર હાસ્ય અને ઉત્તમ સંગીતથી ભરપૂર છે.

ફિલ્મના પ્રમોશન માટે શનિવારે સ્ટાર કાસ્ટ અમદાવાદમાં હતી. ફિલ્મના દિગ્દર્શક શિવ હરેએ ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું, ‘આ ફિલ્મ પ્રેમથી બનાવેલ મહેનત છે, અને અમે એવો અનુભવ બનાવવા માટે અમારા દિલ રેડી દીધા છે જે પ્રેક્ષકોને હસાવશે અને તેમના હૃદયને પણ સ્પર્શી જશે. આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઈનર છે.’

પિન્ટુ કી પપ્પીમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળનાર કોરિયોગ્રાફર અને અભિનેતા ગણેશ આચાર્યએ જણાવ્યું હતું કે, “આ ફિલ્મ એનર્જી અને ઇમોશન્સથી ભરપૂર છે અને દર્શકો એક ટ્રીટ માટે તૈયાર છે. તે ખૂબ જ મનોરંજક હતું, પરંતુ અમે આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે. “

લીડ એક્ટર શુશંત થમ્કે, જેઓ માર્શલ આર્ટ્સ એક્સપર્ટ પણ છે, તેમણે જણાવ્યું હતું કે, “આ ફિલ્મનો ભાગ બનવું એ એક સપનું સાકાર થવા જેવું રહ્યું છે. તે રોમાંસ અને કોમેડી પર એક રિફ્રેશિંગ ટેક છે, અને મને વિશ્વાસ છે કે પ્રેક્ષકોને તે ગમશે. “

તેના મજેદાર સિક્વન્સ, હ્રદયસ્પર્શી પળો અને આકર્ષક પર્ફોમન્સ સાથે, પિન્ટુ કી પપ્પી આ સિઝનની મસ્ટ-વોચ ફિલ્મ બનવા માટે તૈયાર છે. 21 મી માર્ચે તમારી નજીકના સિનેમાઘરોમાં હાસ્ય, પ્રેમ અને મેડનેસને જુઓ.

Related posts

કોમલ પાંડે તમને પેલેસ ઓફ ઈન્ડિયા સાથે પરિચય કરાવશે, ટ્રેલર રિલીઝ

amdavadpost_editor

ઉનાળાના હીટવેવમાં ડાયાબિટીઝનું સંચાલન કરવાના આવશ્યક સુચનો

amdavadpost_editor

સત્યને શપથની, પ્રેમને અરથની અને કરુણાને ગરથની જરૂર નથી.

amdavadpost_editor

Leave a Comment