Amdavad Post
ગુજરાતટેકનોલોજીબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

ઇનોવેશન અને ઔદ્યોગિક નેતૃત્વના એક્ઝિબિશનનું ELECRAMA 2025 સફળતાપૂર્વક સમાપન

ગ્રેટર નોઇડા 26 ફેબ્રુઆરી 2025 ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરર્સ એસોશિએશન (IEEMA) દ્વારા યોજવામાં આવેલા ELECRAMA 2025 16મા સંસ્કરણનું ખૂબ જ સફળતાપૂર્વક સમાપન થયું છે, જેમાં ઇલેક્ટ્રિકલ અને સંલગ્ન ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી માટે અગ્રણી વૈશ્વિક મંચ તરીકે તેનું સ્થાન વધુ દૃઢ બન્યું છે. 1,000+થી વધુ પ્રદર્શકો, 4,00,000+ મુલાકાતીઓ સાથે આ સંસ્કરણે તેનો અગાઉનો વિક્રમ તોડ્યો છે અને અંદાજિત 20 અબજ ડૉલરથી વધુની બિઝનેસ ઇન્કવાયરીનું સર્જન કર્યું છે, જે તેના અભૂતપૂર્વ વ્યાપ, પ્રભાવ અને વૈશ્વિક અપીલનો પુરાવો પૂરો પાડે છે.

ELECRAMA 2025 ઔદ્યોગિક જોડાણનું એક મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે, જે પ્રભાવશાળી B2B મિટિંગ્સ, ખૂબ જ મહત્ત્વપૂર્ણ વૈચારિક નેતૃત્વ સંબંધિત સેશન અને રચનાત્મક નીતિગત સંવાદો પ્રદર્શિત કરે છે, જે વૈશ્વિક અને ભારતીય એમ બંને હિતધારકોને એક-બીજા સાથે જોડે છે. આ ઇવેન્ટે સફળતાપૂર્વક 15,000 B2B બેઠકો માટે સુવિધા પૂરી પાડી હતી અને 80 જેટલા દેશોમાંથી 500 આંતરરાષ્ટ્રીય ખરીદકર્તાઓને આકર્ષિત કર્યા હતાં, જે વૈશ્વિક ઇલેક્ટ્રિકલ ઇકોસિસ્ટમમાં વિશ્વાસનીય ભાગીદાર તરીકે ભારતનું સ્થાન વધુ મજબૂત કરે છે.

આ વર્ષના સૌથી મહત્ત્વપૂર્ણ આકર્ષણો પૈકીનું એક આકર્ષણ ન્યૂ એનર્જીસ પેવેલિયન હતું, જે બેટરી સ્ટોરેજ, EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ એનર્જી, સોલર મોડ્યુલ્સ, સોલર ઇન્વર્ટર્સ સહિત અનેક બાબતોમાં ક્રાંતિકારી શોધ તરીકે ગેમ-ચેન્જિંગ સાબિત થઇ રહેશે. આ ખાસ પેવેલિયને સસ્ટેનેબલ અને ફ્યુચર-રેડી એનર્જી લેન્ડસ્કેપ તરફ ભારતની મોટી હરણફાળ દર્શાવે છે.

ELECRAMA 2025 પ્રત્યે વૈશ્વિક રસમાં પણ વધારો થયો છે. આ ઇવેન્ટમાં હાજરી આપતી વખતે ગુએનાના ડેપ્યૂટી મિનિસ્ટર માનનીય મંત્રી શ્રી બાચિર કામારાએ જણાવ્યું હતું કે, “એનર્જી અને ડિજિટલાઇઝેશનમાં ભારતની નવીન શોધખોળો ગુએના જેવા વિકાસશીલ રાષ્ટ્રો માટે એક મૂલ્યવાન આંતરિક જાણકારી ઉપલબ્ધ કરાવે છે. ભારત સાથે સહકાર વધારે મજબૂત કરીને અમને અમારી ઇલેક્ટ્રિસિટી વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવામાં અને ઇનોવેટિવ ઉપાયો સ્વીકારવામાં મદદ કરે છે. ELECRAMA જેવા પ્લેટફોર્મ અતિ આધુનિક ટેક્નોલોજી વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવવાની, ઇન્ડસ્ટ્રીના અગ્રગણ્ય ખેલાડીઓ સાથે જોડાવવાની અને રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિફિકેશન અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે શ્રેષ્ઠ પ્રણાલીઓ સમજવાની ઉત્કૃષ્ટ તક પૂરી પાડે છે. આ પ્રકારની ઇવેન્ટ વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે પણ મહત્ત્વપૂર્ણ છે, જે અમને ભારતની તજજ્ઞતામાંથી શીખવા અને ટકાઉ ઊર્જા સમાધાનો અમલી કરવાની સુવિધા પૂરી પાડે છે જે આપણા રાષ્ટ્રની વૃદ્ધિને નવી ઊંચાઈ પર પહોંચાડશે. અમને પૂરો વિશ્વાસ છે કે ભારતની સિદ્ધિઓનો મહત્તમ લાભ ઉઠાવવા અને વધુ ઉજ્જવળ, વધુ ઊર્જા-સુરક્ષિત ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનો અત્યારે શ્રેષ્ઠ સમય છે.”

ELECRAMA 2025માં કેટલાક MoU ઉપર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે ઊર્જા અને ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાં ક્રાંતિકારી સહકાર સાધવાની આધારશિલા પ્રસ્થાપિત કરે છે. આ સમજૂતી ઇનોવેશન, ઔદ્યોગિક ભાગીદારી અને આગામી પેઢીના ઊર્જા સમાધાનોને નવી દિશા આપવામાં એક નોંધપાત્ર હરણફાળ અંકિત કરે છે.

આ ઇવેન્ટની ક્ષમતાઓને રેખાંકિત કરતા યુરેઇલેક્ટ્રિકના BD અને સ્ટેકહોલ્ડર્સના હેડ ક્રિસ વાન ડેન ઝેગલે જણાવ્યું હતું કે, “ELECRAMA અમારા માટે એક નવો જ અનુભવ બની રહ્યો છે, જે ભારતના ઝડપથી વૃદ્ધિ પામી રહેલા પાવર સેક્ટર અને તેની નોંધપાત્ર વૃદ્ધિનો પુરાવો છે. અમે ભારતીય કંપનીઓની ઇનોવેટિવ, વધારે વ્યાપક બની રહેલી ક્ષમતાઓ અને અનુકૂળ વ્યાવસાયિક વાતાવરણથી વિશેષ અભિભૂત છીએ. IEEMAની ફ્લેગશિપ ઇવેન્ટ તરીકે તે રિન્યુએબલ ઊર્જા, ગ્રિડ મોડર્નાઇઝેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં નવીન શોધખોળો અંગે નવીન જાણકારી મેળવવા ચાવીરૂપ હિતધારકોને એક મંચ પર લાવે છે. આ એક્ઝિબિશન ભારતના ઝડપથી વિસ્તરી રહેલા પાવર સેક્ટરને રેખાંકિત કરે છે, જે ઉભરી રહેલી ટેક્નોલોજી અને સસ્ટેનેબલ સોલ્યુસન્સની આંતરિક માહિતી પૂરી પાડે છે. વૈશ્વિક ભાગીદારી અને મહત્ત્વપૂર્ણ નોલેજ-શેરિંગ સાથે ELECRAMA ભારતને ઇલેક્ટ્રિકલ મેન્યુફેક્ચરિંગ અને એનર્જી ઇનોવેશનના હબ તરીકે તેનું સ્થાન મજબૂત બનાવીને ઔદ્યોગિક સંબંધો મજબૂત બનાવશે અને વધુ કાર્યક્ષમ અને સ્થાયી પાવર ઇકોસિસ્ટમ તરફ તેની પ્રગતિ વધુ ઝડપી બનાવશે.” 

ઇવેન્ટના સમાપન પ્રસંગે IEEMAના પ્રેસિડન્ટ સુનિલ સિંઘવીએ ચાલુ વર્ષની મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, “ELECRAMA 2025ની સફળતાએ તમામ અપેક્ષાઓને પરિપૂર્ણ કરીને ઇલેક્ટ્રિકલ અને પાવર ઇન્ડસ્ટ્રી માટે વિશ્વના અગ્રણી મંચ તરીકે ઊભરી આવવાના તેની સફરમાં વધુ એક મહત્ત્વપૂર્ણ સિમાચિહ્ન પ્રસ્થાપિત કર્યો છે. અગાઉના સંસ્કરણની સરખામણીમાં મુલાકાતીઓની સંખ્યામાં થયેલો નોંધપાત્ર વધારો ભારતની ઊર્જા અને પાવર ક્ષમતાઓમાં વિશ્વના વધી રહેલા રસને રેખાંકિત કરે છે. 4,00,000થી વધારે વ્યાવસાયિક મુલાકાતીઓ સાથે, ELECRAMAએ એક પ્રભાવશાળી સહકાર પ્રસ્થાપિત કરવામાં અને વ્યાવસાયિક તકો ઊભી કરવામાં ઔદ્યોગિક અગ્રણીઓ, નીતિનિર્માતાઓ અને ઇનોવેટર્સને એક મંચ પર લાવવાની તેની ક્ષમતા પ્રસ્થાપિત કરી છે.”

ELECRAMA 2025ના પ્રેસિડન્ટ (ઇલેક્ટ્રિકલ) અને ચેરમેન વિક્રમ ગંડોત્રાએ જણાવ્યું હતું કે, “સસ્ટેનેબિલિટી અને ઇનોવેશન ELECRAMA 2025ની હાર્દરૂપ બાબત હતી, જેણે ગ્રીન ઇલેક્ટ્રિસિટી એડોપ્શન અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે નવા સિમાચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે. આ ઇવેન્ટ રિન્યુએબલ એનર્જી ઇન્ટિગ્રેશન, એનર્જી સ્ટોરેજ અને ઑટોમેશન ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિનો પુરાવો પૂરો પાડીને વધુ હરિત અને વધુ સસ્ટેનેબલ ભવિષ્યનો માર્ગ પૂરો પાડે છે. અમારા સહિયારા પ્રયાસોએ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જે ક્લીન એનર્જી અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા માટે ભારતની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. ELECRAMA લો-કાર્બન ઇકોનોમી તરફ સ્થળાંતરને વધુ ઝડપી બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પોતાનું યોગદાન આપવાનું ચાલુ રાખશે.”

ELECRAMA 2025ના વાઇસ પ્રેસિડન્ટ, IEEMA અને વાઇસ ચેરમેન શ્રી સિદ્ધાર્થ ભુતોરિયાએ જણાવ્યું હતું કે, “ELECRAMA 2025ને ખાસ કરીને એનર્જી સેક્ટરમાં સ્ટાર્ટઅપ્સ અને ઉભરી રહેલા સાહસોને ઉત્તેજન આપવામાં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઇ છે. ઇલેક્ટ્રાવર્સ સ્પાર્ક્સ જેવી પહેલો મારફતે, અમે નવીન ઇનોવેશન માટે એક ડાયનેમિક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જે સ્ટાર્ટઅપ્સને તેમના સોલ્યુશન દર્શાવવા, રોકાણકારો સાથે જોડાવવા અને વ્યૂહાત્મક સહકારની સંભાવનાઓ તપાસવા માટે સક્ષમ બનાવે છે. ઔદ્યોગિક અગ્રણીઓ અને હિતધારકો તરફથી પ્રાપ્ત થયેલો અભૂતપૂર્વ પ્રતિસાદ ઇનોવેશનને આગળ વધારવા, ઉદ્યમિતાને ઉત્તેજન આપવા અને ભારતની ઇલેક્ટ્રિકલ અને પાવર ઇન્ડસ્ટ્રીના ભવિષ્યને નવી દિશા આપવામાં ELECRAMAની અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા રેખાંકિત કરે છે.”

આ ઇવેન્ટનું ઉદ્ઘાટન માનનીય ઊર્જા અને આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું, જે ભારતના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે સરકારની કટિબદ્ધતા રેખાંકિત કરે છે. આ પ્રસંગે મહત્ત્વપૂર્ણ વ્યક્તવ્ય આપતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી માનનીય શ્રી પીયૂષ ગોયલે ભારતની ઊર્જા ક્રાંતિ, નીતિગત નિર્દેશો અને ટેક્નોલોજિકલ સુધારાઓ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે એનર્જી અને ઇલેક્ટ્રિકલ સોલ્યુશન માટે વૈશ્વિક કેન્દ્રસ્થાન તરીકે ભારતની સ્થિતિને વૈશ્વિક સ્તરે પહોંચાડવા મુખ્ય એક્પોને સંગઠિત થવા માટે ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીને અપીલ કરી હતી.

આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ ઇલેક્ટ્રાવર્સ સ્પાર્ક્સની ત્રીજી આવૃત્તિ બની રહી હતી, જ્યાં 20 ઊચ્ચ ક્ષમતા ધરાવતાં સ્ટાર્ટઅપ્સે એનર્જી, AI, ઑટોમેશન અને સસ્ટેનેબિલિટી ક્ષેત્રમાં નવીન ઇનોવેશન પ્રદર્શિત કર્યા હતાં, જે રોકાણો અને વ્યૂહાત્મક સહકારને ગતિ પૂરી પાડે છે. વર્લ્ડ યુટિલિટી સમિટમાં ગ્રિડ મોડર્નાઇઝેશન, સસ્ટેનેબલ પોલિસી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સંબંધિત ચર્ચા કરવા માટે ભારે ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ વિજય મિત્તલ (IOFS) સહિત 70+ પ્રવક્તાઓ અને 400+ પ્રતિનિધીઓ એક મંચ ઉપર એકત્રિત થયા હતા. આ દરમિયાન ઉભરતી ટેક્નોલોજીના પ્રિમિયર પ્લેટફોર્મ ETECHnxtમાં 40+ વિશેષ પ્રવક્તાઓ અને 350+ વધારે પ્રતિનિધીઓએ ભાગ લીધો હતો, જેમણે એનર્જી માર્કેટમાં AI ઇન્ટિગ્રેશન, IoT સંચાલિત સ્માર્ટ ગ્રિડ્સ અને બ્લોકચેઇન એપ્લિકેશનની સંભાવનાઓ તપાસી હતી. આ મંચ પાવર સેક્ટરના ભવિષ્યને આકાર આપવામાં ELECRAMAની ભૂમિકા વધુ મજબૂત બનાવે છે.

ઇવેન્ટની સફળતા અંકિત કરવા માટે ELECRAMA 2025 દ્વારા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ ડિસ્ટ્રિબ્યુશન અને એક્ઝિબિટર્સ નાઇટનુ આયોજન કરવામાં આવ્યું હતું, જે ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રીના નેતૃત્વમાં ઉત્કૃષ્ટતાને સન્માનિત કરે છે. આ ઉજવણી દરમિયાન ખ્યાતનામ પ્લેબેક સિંગર શાનના મ્યુઝિકલ પરફોર્મન્સે ઉપસ્થિત પ્રેક્ષકોને અભિભૂત કરી દીધા હતા.

ELECRAMA 2025 ખૂબ જ વ્યાપક પ્રમાણમાં સસ્ટેનેબિલિટીને પ્રોત્સાહન આપતું હોવાથી તે કો-ફ્રેન્ડલી કેબ્સ અને ગ્રીન ઇલેક્ટ્રિસિટી પર ઇવેન્ટના આયોજન થકી 2.3 મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવા સક્ષમ બન્યું હતું. આ ઇવેન્ટ આધુનિક ટેક્નોલોજી સંબંધિત ચર્ચાઓ, અત્યાધુનિક ટેક્નોલોજિકલ પ્રદર્શનો અને વ્યૂહાત્મક સહકારનો વારસો પૂરો પાડે છે જે ઇલેક્ટ્રિકલ અને પાવર ઇન્ડસ્ટ્રીના ભવિષ્યને આકાર આપશે. આ ઇવેન્ટ એનર્જી સોલ્યુશનમાં લીડર તરીકે ભારતનું સ્થાન મજબૂત બનાવે છે, જે વધારે કનેક્ટેડ, ટકાઉ અને ટેક્નોલોજીની દૃષ્ટિએ અદ્યતન ભવિષ્યનો નવો માર્ગ પૂરો પાડે છે.

Related posts

એક્સપર્ટ દ્વારા ઇન્સાઇટ સેશનમાં વર્ક અને પેરેન્ટિંગની વચ્ચે સંતુલન જાળવવા માટેની ટીપ્સ શેર કરાઈ

amdavadpost_editor

ગ્રાન્ડ શોપ્સી મેલાનો સમગ્ર ભારતમાં લાખો વિક્રેતાઓ અને ગ્રાહકોએ લાભ લીધો, મધ્ય-વર્ષની શરૂઆત સારી વૃદ્ધિનો રેકોર્ડ બનાવ્યો

amdavadpost_editor

જાણીતા લેખક બર્જીસ દેસાઈના દિલધડક ક્રાઈમ થ્રિલર પુસ્તક “મર્ડર એટ ધ રેસકોર્સ”નું લોન્ચિંગ કરાયું

amdavadpost_editor

Leave a Comment