ગુજરાત, અમદાવાદ ૧૧ માર્ચ ૨૦૨૫: તે તાલ ફરીથી આવ્યા છે, આ વખતે દાવ ઉચ્ચ છે અને રોમાંચ તેની ચરમસમીએ છે. સોની લાઈવની ચમકઃ ધ કોન્ક્લુઝન 4 એપ્રિલે રિલીઝ થવા માટે સુસજ્જ છે, જે સંગીત, રહસ્ય અને વેરનું રોચક સંમિશ્રણનું વચન આપે છે. રોહિત જુગરાજ નિર્મિત અને દિગ્દર્શિત આ સિરીઝે વેબ અવકાશમાં નવો દાખલો બેસાડતાં દર્શકોને રોચક વાર્તાકથન અને ઉચ્ચ ઊર્જાવાન પરફોર્મન્સ સાથે જકડી રાખ્યા છે.
તીજા સુર માટે જંગ તેની વિસ્ફોટક ફિનાલેમાં પહોંચે છે, કારણ કે કાલા તેના મૃત્યુના મૃત્યુ પાછળની સચ્ચાઈ શોધી કાઢે છે અને વેર લેવા માટે નીકળી પડે છે. પ્રતાપ દેઉલ અને ગુરુ દેઉલનો સામનો કરતાં કાલા પરિવારનું સન્માન પાછું મેળવવા માટે કટિબદ્ધ છે. તણાવ વધી રહ્યો છે અને દાવ સર્વોચ્ચ સપાટીએ છે ત્યારે શું તે વાલીઓનું વેર વાળી શકશે અને પોતાના પિતાનો વારસો પુનઃસ્થાપિત કરી શકશે?
નિર્માતા અને દિગ્દર્શક રોહિત જુગરાજ કહે છે, ‘‘સંગીત હંમેશાં ચમકનો આત્મા રહ્યો છે અને સીઝન-2માં તે કાલાના વેરના પ્રવાસનો હૃદયનો ધબકાર છે. દરેક તાલ, ગીત અને લય તેનું દર્દ, ગુસ્સો અને કટિબદ્ધતા વધારે છે. આ સીઝન ફક્ત વેર વાળવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સંગીત અને શક્તિ થકી ન્યાય મેળવવાની રીત છે.’’
નિર્માતા અને દિગ્દર્શક રોહિત જુગરાજ સિવાય આ સિરીઝનું નિર્માણ ગીતાંજલી મહેલવા ચૌહાણ, રોહિત જુગરાજ અને સુમીત દુબેએ કર્યું છે. ચમકમાં પરમવીર સિંહ ચીમા, મનોજ પાહવા, જિપ્પી ગરેવાલનો વિશેષ એપિયરન્સ, મોહિત મલિક, ઈશા તલવાર, મુકેશ છાબ્રા, પ્રિન્સ કંવલજિત સિંહ, સુવિંદર (વિકી) પાલ અને આકાસા સિંહ વગેરે છે.
લિંકઃ https://www.instagram.com/p/DHBAOQnIxyD/
શું તમે વેરનો લય અનુભવવા માટે તૈયાર છો? 4થી એપ્રિલથી સ્ટ્રીમ થશે, ફક્ત સોની લાઈવ પર!