Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વાસણાના ત્રિવેદી પરિવાર બન્યા આ વર્ષના મામેરાના યજમાન, 10 વર્ષ બાદ આ વર્ષે મામેરાનો અવસર મળ્યો

ત્રિવેદી પરિવારની દીકરીઓ આ વર્ષે વાઘા તૈયાર કરાવશે, રાજસ્થાની રજવાડી વસ્ત્રોથી વાઘા તૈયાર થશે

વાસણામાં 4 દિવસીય ઉત્સવ થશે, લગ્ન જેવું મામેરું ભરીશું : યજમાન


ગુજરાત, અમદાવાદ ૧૪ એપ્રિલ ૨૦૨૫: શહેરની સૌથી મોટી અને પ્રસિદ્ધ જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ દર વર્ષે મામેરાથી શરુ કરવામાં આવી હોય છે, ત્યારે આ વર્ષના મામેરા માટે સરસપુર રણછોડરાયજી મંદિર ખાતે ડ્રો કરી લકી યજમાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

મામેરા માટેના યજમાન બનવા માટે 6 લોકોએ નામ લખાવ્યા હતા. ચીઠ્ઠીમાં 6 લોકોના નામ લખી ભગવાન રણછોડરાયજીની સામે નાની બાળકીઓ દ્વારા ચિઠ્ઠી લેવામાં આવી હતી. જેમાં વાસણામાં રહેતા જાગૃતીબેન ત્રિવેદીનું નામ જાહેર કરાયું છે.

વાસણમાં રહેતા જાગૃતિબેન ત્રિવેદીના જણાવ્યા અનુસાર અમારા ત્રિવેદી પરિવાર દ્વારા છેલ્લા 8 વર્ષથી યજમાન બનવા માટે રાહ જોતા હતા. 8 વર્ષ બાદ જાગૃતિ બેનના ઘરે ભગવાન જગન્નાથજી મામેરું કરવાનો અવસર આવ્યો છે. આ વર્ષના મામેરાની ઉજવણીમાં સમગ્ર વાસણ ગામ જોડાશે. મામેરા સમયે અમારા પરિવારને ભક્તો દ્વારા 4 દિવસીય ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવશે. તેમને વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે મામેરા યજમાનની પરિવારની દીકરીઓ દાગીના અને વાઘા તૈયાર કરશે, લગ્ન પ્રસંગની જેમ ભગવાનનું મોસાળું કરવામાં આવશે.

ત્રિવેદી પરિવાર બંને દીકરીઓ અને પરિવારની સહમતીથી આ વર્ષે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના વાઘા અને દાગીના તૈયારનું આયોજન રવિવારથી શરુ કરવામાં આવ્યું છે. આ વર્ષે મોરપીંછ કલરમાં ડીઝાઇન અને ગોલ્ડન મોરની પ્રિન્ટ વાઘા તૈયાર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે રાજસ્થાનથી રજવાડી વસ્ત્રો તૈયાર કરવામાં આવશે, સાથે સાથે એમ્રોડરી જરદોષી વર્ક, કસબ વર્ક અને ગોટાપટ્ટી વર્ક કરાશે. તેમ જ આ વર્ષના વાઘા રાજસ્થાની વસ્ત્રોથી તૈયાર કરવામાં આવશે. ભગવાનને બાજુબંધ ગોલ્ડન હાર, મુઘટ અને બહેન સુભદ્રાને પાર્વતિ શણગાર સાથે અનેક વસ્તુઓ મામેરમાં મુકવામાં આવશે. મામેરા યજમાન તરફથી કોઈ પણ કચાશ રાખવાં આવશે. આ મામેરા માટે છેલ્લા 2 મહિના અગાઉ તૈયારીઓ પરિવાર દ્વારા કરવામાં આવશે. આ વર્ષેના વાઘા અત્યાર સુધીના મામેરામાં સર્વશ્રેષ્ઠ વાઘા તરીકે તૈયાર કરાવીશું.

Related posts

ક્રેડાઈ મહિલા વિંગના સભ્યોએ સાયબર સ્કેમ્સ સામે રક્ષણ મેળવવા માટેની ટીપ્સ શીખી ક્રેડાઈ મહિલા વિંગે સાયબર સિક્યુરિટી અવેરનેસ પર સેશનનું આયોજન કર્યું

amdavadpost_editor

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ આગામી ડૉ. કલામ, ડૉ. એચજી ખોરાના, ડૉ. એમએસ સ્વામીનાથન અને સર જેસી બોઝની શોધમાં એન્થે 2024 લૉન્ચ કરી

amdavadpost_editor

દેશમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે કિડ્સ બલૂન કાર્નિવલનું થયું આયોજન, અંડર પ્રિવિલેજ બાળકોએ 50 હજાર જેટલા બલૂનથી અવનવા ઈન્સ્ટોલેશન કર્યા

amdavadpost_editor

Leave a Comment