ગુજરાત, અમદાવાદ ૧૪ એપ્રિલ ૨૦૨૫: સોની લાઈવ પર નવીનતમ ડોક્યુ- ડ્રામા બ્લેક, વ્હાઈટ એન્ડ ગ્રે- લવ કિલ્સ માટે રોચક ટ્રેલર આજે રજૂ કરાયું, જે શોની ગૂંચભરી અને વિચારપ્રેરક દુનિયામાં ડોકિયું કરાવે છે.
2જી મેથી રિલીઝ થઈ રહેલી આ સિરીઝ મક્કમ પત્રકાર ડેનિયલ ગેરીની વાર્તા છે, જે આર્થિક રીતે કમજોર પાર્શ્વભૂના પ્રપંચી યુવા સાથે સંકળાયેલી હત્યાઓનું પગેરું મેળવવાના ધ્યેય પર નીકળે છે. ડેનિયલ તપાસના ઊંડાણમાં ઊતરે છે તેમ તેને ભ્રષ્ટાચાર, પિતૃપ્રધાન સમાજ અને સામાજિક વિભાજનનું જાળું જોવા મળે છે, જે સચ્ચાઈ અને ન્યાયની ગૂંચને ઉજાગર કરવા સાથે કસૂર અને નિર્દોષતા વચ્ચેની રેખી ઝાંખી કરે છે.
સિરીઝમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતો મયુર મોરે કહે છે, ‘‘બ્લેક, વ્હાઈટ એન્ડ ગ્રે- લવ કિલ્સનો હિસ્સો બનવા મળ્યું તે મારી કારકિર્દીના અત્યંત સઘન અને આંખ ઉઘાડનારા પ્રવાસમાંથી એક છે. આ બોલ્ડ, અનોખો પ્રકાર ધરાવતી મોક્યુમેન્ટરી તમને રોચક ગુનાહિત વાર્તામાં ખેંચી લાવે છે અને એક મોટો પ્રશ્ન તમારી સામે મૂકી દે છે. આ વાર્તા આરામથી બેસીને કસૂર, નિર્દોષતા અને ન્યાય વિશે તમે જાણવા માગો છો તે બધા જ પ્રશ્નો પૂછવા તમને મજબૂર કરે છે. મારું પાત્ર એવી દુનિયામાંથી આવ્યું છે જ્યાં પસંદગી ઓછી છે અને પરિણામો અમાફ છે. આ કાચી, ભાવનાત્મક અને ઊંડી અંગત ભાવના છે. મને આશા છે કે દર્શકો અમે દર્શાવવા પ્રયાસ કર્યો છે તે લેયર સાથે જોડાશે અને વાર્તા પૂરી થયા પછી લાંબા સમય સુધી તેને યાદ રાખશે.’’
પુષ્કર સુનિલ મહાબામ દ્વારા દિગ્દર્શિત બ્લેક, વ્હાઈટ એન્ડ ગ્રે- લવ કિલ્સનું નિર્માણ સ્વરૂપ સંપટ અને હેમલ એ ઠક્કરે કર્યું છે. તિગ્માંશુ ધુલિયા સાથે આ સિરીઝમાં નવા અને પ્રતિભાશાળી કલાકારોમાં મયુર મોરે, પલક જયસ્વાલ, દેવેન ભોજાણી, એડવર્ડ સોનેનબ્લિક, હકીમ શાહજહાં, અનંત જોગ, કમલેશ સાવંત વગેરે છે.
ટ્રેલર લિંકઃ https://www.youtube.com/watch?v=RXGTTWs544Y
તો બ્લેક, વ્હાઈટ એન્ડ ગ્રે- લવ કિલ્સની રોચક વાર્તા અનુભવવા માટે તૈયાર થઈ જાઓ, 2જી મેથી ખાસ સોની લાઈવ પર!