Amdavad Post
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઈન્ડિયા દ્વારા AI-પાવર્ડ રિમોટ ડાયગ્નોસ્ટિક અને ટ્રબલશૂટિંગ ટૂલ સાથે ગ્રાહક સેવા બહેતર બનાવે છે

  • સેમસંગના હોમ એપ્લાયન્સીસ રિમોટ મેનેજમેન્ટ (એચઆરએમ) ટૂલ સર્વિસ વેઈટ ટાઈમ ઓછો કરે છે અને AI- પાવર્ડ રિમોટ ડાયગ્નોસ્ટિક્સ અને ટ્રબલશૂટિંગ થકી ગ્રાહક અનુભવ બહેતર બનાવે છે.
  • એડવાઈઝરો સમસ્યાઓ ઝડપથી ઉકેલી શકે છે, ઈન-હોમ વિઝિટ્સની જરૂર ઓછી કરી શકે છે અને ગ્રાહકોને પૂર્વસક્રિય સમાધાન પૂરી પાડે છે.
  • એચઆરએમ સ્માર્ટથિંગ્સ એપ પર નોંધણીકૃત સેમસંગ સ્માર્ટ એપ્લાયન્સીસ માટે રિમોટ કાઉન્સેલિંગ, મોનિટરિંગ અને કંટ્રોલ ફીચર્સ સાથે અસલ સમયની સમસ્યા ઉકેલી શકે છે.

ગુરુગ્રામ, ભારત ૧૫ એપ્રિલ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેનું હોમ એપ્લાયન્સીસ રિમોટ મેનેજમેન્ટ (એચઆરએમ) ટૂલ રજૂ કરવામાં આવ્યું છે. આ નેક્સ્ટ જનરેશન રિમોટ ડાયગ્નોસિસ અને ટ્રબલશૂટિંગ સમાધાન નોંધપાત્ર રીતે સેવા થોભવાનો સમય ઓછો કરે છે અને ગ્રાહક અનુભવ બહેતર બનાવે છે.

AI- પાવર્ડ રિમોટ ડાયગ્નોસ્ટિક્સ અને ટ્રબલશૂટિંગની શક્તિનો લાભ લેતાં સેમસંગ ટેક્નિશિયનો હવે સમસ્યાઓ ઝડપથી ઉકેલી શકે છે, ઝંઝટમય ઈન-હોમ વિઝિટ્સની જરૂર ઓછી થાય છે. આ નાવીન્યપૂર્ણ ટેકનોસોજી ઝડપી ઉકેલ અને ઓછા ડાઉનટાઈમ સાથે ગ્રાહક અનુભવ બહેતર બનાવવા સાથે ઉદ્યોગ માટે નવું સીમાચિહન સ્થાપિત કરીને ગ્રાહક સંભાળના ભવિષ્યની નવી વ્યાખ્યા કરે છે અને ગ્રાહકો અને તેમનાં સ્માર્ટ હોમ એપ્લાયન્સીસ વચ્ચે સંબંધોની નવી કલ્પના કરે છે.

‘‘સેમસંગ સર્વિસ પિનપોઈન્ટ અચૂકતા સાથે સમસ્યાઓ ઓળખવા માટે આધુનિક ટૂલ્સનો લાભ લેતાં હોમ એપ્લાયન્સ ડાયગ્નોસ્ટિક્સમાં આગેવાન છે. તેની સ્માર્ટ ડાયગ્નોસ્ટિક્સ સેવા થકી ગ્રાહકો રિમોટ થકી ટ્રબલશૂટિંગ અને સમસ્યા ઉકેલીને પૂર્વસક્રિય સમાધાન મેળવી શકે છે, જેથી ટેક્નિશિયનની વિઝિટની જરૂર ઓછી થાય છે. આ બ્રેકથ્રુ નોંધપાત્ર રીતે થોભવાનો સમય ઓછો કરે છે, ઝડપી ઉકેલની ખાતરી રાખે છે અને પ્રોડક્ટ જાળવણી પર સમયસર અપડેટ્સ પૂરી પાડીને આખરે ગ્રાહક અનુભવને બહેતર બનાવે છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના ગ્રાહક સંતોષના વીપી સુનિલ કુટિન્હાએ જણાવ્યું હતું.

એચઆરએમ સ્માર્ટથિંગ્સ એપ પર નોંધણીકૃત સેમસંગ સ્માર્ટ એપ્લાયન્સીસ માટે રિમોટ કાઉન્સેલિંગ, મોનિટરિંગ અને કંટ્રોલ ફીચર્સ સાથે અસલ સમયમાં સમસ્યાનો ઉકેલ અભિમુખ બનાવે છે. સ્માર્ટથિંગ્સ કસ્ટમર- ફેસિંગ એપ છે, જે એપ્લાયન્સ ઓપરેટિંગ ટૂલ તરીકે કામ કરે છે અને ઉપયોગ શૈલીને મઢી લે છે. આ નાવીન્યતા સાથે સેમસંગે સ્માર્ટ ડિવાઈસ વ્યવસ્થાપનમાં આગેવાની કરવાનું ચાલુ રાખ્યું છે, જેથી હોમ એપ્લાયન્સની જાળવણી દુનિયાભરમાં ગ્રાહકો માટે વધુ કાર્યક્ષમ અને ઝંઝટમુક્ત બની છે. ગ્રાહકો તેમના હોમ એપ્લાયન્સમાં સમસ્યા સંબંધમાં સેમસંગની સપોર્ટ ટીમનો સંપર્ક કરે ત્યારે એચઆરએમ સિસ્ટમ આપોઆપ નોંધણીકૃત ડિવાઈસનું મોડેલ અને સિરિયલ નંબર સેમસંગની સીઆરએમ (કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ સિસ્ટમ) થકી શોધી કાઢે છે. એક્ટિવેશન પર સંપર્ક કેન્દ્રના સલાહકારો રિમોટથી ગ્રાહકને સંમતિ પછી અમુક એપ્લાયન્સની કામગીરીઓનું નિદાન, દેખરેખ અને કંટ્રોલ પણ કરી શકે છે, જેતી તુરંત ટ્રબલશૂટિંગ માર્ગદર્શન પૂરું પાડે છે.

એસી કૂલિંગ સમસ્યાનો એચઆરએમે કઈ રીતે ઉકેલ લાવી દીધો
ચેન્નાઈમાં ઉનાળો વહેલો બેસી ગયો અને તાપમાન 35 ડિ.સે.થી પણ વધી જતાં રોહન લુથરાનું એર કંડિશનર ઓછી કાર્યક્ષમતા સાથે કૂલિંગ આપતું આપતું હતું. સદનસીબે રોહન પાસે તેના સ્માર્ટફોનમાં સ્માર્ટથિંગ્સ એપ ઈન્સ્ટોલ કરવામાં આવેલું હોવાથી અને એસી એપમાં નોંધણીકૃત હોવાથી તેને એરર નોટિફિકેશન પ્રાપ્ત થયું. આ પછી તુરંત રોહને સ્માર્ટથિંગ્સમાં હોમ કેર સેવા થકી સપોર્ટ માટે વિનંતી કરી અને સંપર્ક કેન્દ્રના સલાહકાર સાથે સંપર્ક કર્યો. કન્સલ્ટેશન પર સલાહકારે એચઆરએમના રિમોટ ડાયગ્નોસ્ટિક્સ થકી સમસ્યાનું નિદાન કર્યું અને ગ્રાહકને માહિતગાર કર્યો કે તેના માઈક્રોફિલ્ટરના સાફ કરવાનું આવશ્યક છે અને તે પછી ફોન કોલ પર રોહનને પગલાંવાર માર્ગદર્શન આપીને ઓન-સાઈટ વિઝિટ વિના મિનિટોમાં કાર્યક્ષમ રીતે એસી કૂલિંગ પુનઃસ્થાપિત કર્યું.
આ અસલ દુનિયાનો દાખલો સેમસંગનું એચઆરએમ ટૂલ ગ્રાહક ટેકાને કઈ રીતે પરિવર્તિત કરે છે તે અધોરિત કરીને સ્માર્ટ એપ્લાયન્સ જાળવણી વધુ કાર્યક્ષમ, પૂર્વસક્રિય અને ઝંઝટમુક્ત બનાવે છે.

સેમસંગ ન્યૂઝરૂમ ઈન્ડિયાઃ

Samsung India Enhances Customer Service with AI-Powered Remote Diagnostic and Troubleshooting Tool – Samsung Newsroom India

Related posts

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

amdavadpost_editor

ટાટા મોટર્સે ભારતની ગ્રીન ફ્રેઇટ ક્રાંતિનો માર્ગ મોકળો કર્યો

amdavadpost_editor

ફિલ્મ ‘જીજા સાલા જીજા’માં દર્શકોને સાળા બનેવીના સંબંધોની ધમાલ કોમેડી જોવા મળશે

amdavadpost_editor

Leave a Comment