Amdavad Post
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નથિંગની સબ-બ્રાન્ડ CMF એ CMF ફોન 2 પ્રો, બડ્સ 2, બડ્સ 2 પ્લસ અને બડ્સ 2એ લોન્ચ કર્યા; બીજી જનરેશનના સ્માર્ટફોન સાથે ત્રણ નવા ઇયરબડ્સ પણ લોન્ચ કર્યા

ભારત ૨૯ એપ્રિલ ૨૦૨૫ – લંડન સ્થિત ટેક્નોલોજી કંપની નથિંગની સબ-બ્રાન્ડ CMF એ આજે CMF ફોન 2 પ્રો, બડ્સ 2, બડ્સ 2 પ્લસ અને બડ્સ 2એએમ ચાર નવા પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે.

નથિંગે વર્ષની મજબુત શરૂઆત જાળવી રાખી છે, કારણ કેકાઉન્ટરપોઈન્ટ રિસર્ચના વર્ષ 2025જાન્યુઆરીથી માર્ચના ભારત સ્માર્ટફોન શિપમેન્ટ રિપોર્ટ મુજબ, આ છેલ્લા ત્રણ મહિનામાં તે ભારતની સૌથી ઝડપથી વિકસતી સ્માર્ટફોન બ્રાન્ડ બની ગઈ છે, જેનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 156%નોંધાયો છે. આ સાથે, નથિંગે સતત પાંચમાં ત્રિમાસિકમાં સૌથી ઝડપથી વિકસતી બ્રાન્ડ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ સિદ્ધિ સાથે, નથિંગ છેલ્લા દાયકામાં ભારતીય બજારમાં આ માઈલસ્ટોન સુધી પહોંચનાર એકમાત્ર બ્રાન્ડ બની છે.

CMF ફોન 2 પ્રો:

સારામાં સારી ત્રિપલ કેમેરા સિસ્ટમ, પ્રીમિયમ ડિઝાઇન સાથેની બ્રાઈટ ડિસ્પ્લે અને, CMF ફોન 2 પ્રો એ સામાન્ય વ્યક્તિ પણ ઉપયોગ કરી શકે તેવો સ્માર્ટફોન છે. ફક્ત 7.8 મીમીની પાતળાઈ અને 185 ગ્રામ વજન ધરાવે છે.જે નથિંગનો અત્યારસુધીનો સૌથી પાતળો અને હળવો સ્માર્ટફોન છે. જે  CMF ફોન 1 કરતાંમ પણ5% વધુ પાતળો છે.આ મોબાઈલ સફેદ (White), કાળા (Black), નારંગી (Orange) અને લાઇટ ગ્રીન (Light Green) એમ ચાર કલરમાં ઉપલબ્ધ છે અનેદરેકમાં વિશિષ્ટ ફિનિશીંગ અને ટેક્સચર છે.

CMF ફોન 2 પ્રો:

CMF ફોન 2 પ્રો એ અદ્યતન ત્રિપલ કેમેરા સિસ્ટમ સાથે સજ્જ છે.જેમાં 50 MP મુખ્ય કેમેરો છે. જે CMF ફોન 1 કરતાં 64% વધુ લાઈટ સાથે શ્રેષ્ઠ તસ્વીરો પાડી શકે છે.
આ ફોનીની સીરીઝમાં પહેલીવાર 50 MP ટેલિફોટો લેન્સ 2x ઓપ્ટિકલ ઝૂમ અને 20x અલ્ટ્રા ઝૂમ જેવા કેમેરા ફીચર્સ આ મોબાઈલમાં છે.જે દૂરના દ્રશ્યોને વધુ સારા અને સ્પષ્ટ રીતે ઝીલી શકે છે. સાથે જ, 8 MP અલ્ટ્રા-વાઇડ કેમેરો વિશાળ ફીલ્ડ ઑફ વ્યુપુરું પાડે છે, જે લેન્ડસ્કેપ અને સ્કાયલાઇન ફોટોગ્રાફી માટે ઉપયોગી છે. આગળનો સેલ્ફી કેમેરો 16 MP  છે.

CMF ફોન 2 પ્રો એક નવી અપગ્રેડેડ મીડીયાટેક Dimensity 7300 Pro 5G ચિપસેટ ધરાવે છે, જે અગાઉની જનરેશન કરતાં 10% ઝડપી પ્રોસેસિંગ અને 5% ગ્રાફિક્સ સુધારો આપે છે.

તેની સાથે5000 MAHનીબેટરી છે, જે હવે લગભગ એક કલાક વધુ ચાલે છે. અનેસરળતાથી એક જ ચાર્જ પર બે દિવસ સુધી ચાલે છે.

વિશિષ્ટ 6.77 ઇંચનું FHD+ ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે છે. જે1.07 બિલિયન રંગો, અલ્ટ્રા HDR સપોર્ટ અને 3000 નિટ્સ સુધીની અદભૂત બ્રાઈટનેસ સાથે વાસ્તવિક દૃશ્યઅનુભવ આપે છે.

CMF ફોન 2 પ્રો એ પ્રદર્શન અને ડિઝાઇન બંનેમાં શ્રેષ્ઠતાની નવી વ્યાખ્યા રજૂ કરે છે.

CMFઑડિઓ

CMF બડ્સ 2025 ની આ સીરીઝ વિવિધ કિંમતે ઉપલબ્ધ છે.જેને દરેક માટે ઍક્સેસિબલ બનાવવામાં આવી છે.રોજબરોજની વધતી જતી ઑડિઓ જરૂરિયાતોથી લઈ મગ્ન કરનારી સેશન અને વ્યક્તિગત અવાજ અનુભવ સુધી, દરેક જરૂરિયાત અને મ્યુઝિક પ્રોફાઇલ માટે CMF પાસે પરિપૂર્ણ બડ્સનો વિકલ્પ ઉપલબ્ધ છે.

કિંમત અને ઉપલબ્ધતા :

  • CMF ફોન 2 પ્રોસફેદ, કાળો, નારંગી અને લાઇટ ગ્રીન એમ ચાર કલરમાં ઉપલબ્ધ રહેશે.
    ○ 8GB + 128GB વેરિઅન્ટ – રૂ.17,999 (બેંક ઓફર અથવા એક્સચેન્જ ઓફર સામેલ છે)
    ○ 8GB + 256GB વેરિઅન્ટ – રૂ. 19,999 (બેંક ઓફર અથવા એક્સચેન્જ ઓફર સામેલ છે)
  • 5 મેના રોજની વિશિષ્ટ શરૂઆતની ઓફર માટે,8GB + 128GB વેરિઅન્ટ ફક્ત રૂ.16,999માં ઉપલબ્ધ રહેશે.8GB + 256GB વેરિઅન્ટ ફક્ત રૂ.18,999માં ઉપલબ્ધ રહેશે(તમામ ઑફર્સ સામેલ છે)

પહેલા દિવસનીઓફર:

CMF ફોન 2 પ્રો પર રૂપિયા 1,000નું એક્સચેન્જ બોનસ અને રૂપિયા 1,000નું બેંક ઑફર (તમામ મુખ્ય બેંકો પર લાગુ) સાથે ઉપલબ્ધ રહેશે.

CMF ઑડિઓ કિંમત:

  • CMF બડ્સ 2a – Rs.2,199
  • CMF બડ્સ 2 – Rs.2,699
  • CMF બડ્સ 2 પ્લસ – Rs.3,299

ઉપલબ્ધતા:

  • CMF ફોન 2 પ્રોની વેચાણની શરૂઆત 5 મે, 2025થી Flipkart, Flipkart Minutes, Vijay Sales, Cromaઅને અન્ય તમામ અગ્રણી રિટેલ સ્ટોર્સ દ્વારા થશે.
  • CMF બડ્સ 2, બડ્સ 2 પ્લસ અને બડ્સ 2aભારતમાં 2025ના એપ્રિલથી જૂનના અંત સુધીમાં ઉપલબ્ધ થશે.
  • CMF ફોન 2 પ્રો માટેની એસેસરીઝપણ ભારતમાં જલ્દી લોન્ચ થવાની છે.

Related posts

કોકા-કોલા દ્વારા 2024ના બીજા ત્રિમાસિકનાં પરિણામ જાહેર કરાયાં અને આખા વર્ષનું ગાઈડન્સ ગ્લોબલ યુનિટ કેસ વોલ્યુમ ઊભું કર્યું

amdavadpost_editor

આપણી મહામોહ રૂપી વૃત્તિને મારવા રામકથા કાલિકા છે.

amdavadpost_editor

નથિંગ ફોન (3a) 11 માર્ચે વેચાણ માટે ઉપલબ્ધ થશે; ₹19,999 થી ઓછી કિંમતમાં ઉપલબ્ધ

amdavadpost_editor

Leave a Comment