ગુજરાત, અમદાવાદ ૧૬ મે ૨૦૨૫: જૂનિયર એનટીઆર આગામી ફિલ્મ ‘મેડ ઇન ઇન્ડિયા’માં ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. આ ફિલ્મ પેન-ઇન્ડિયા રિલીઝ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે અને તે ભારતીય સિનેમાની શરૂઆત તથા વિકાસ પર આધારિત બાયોપિક રૂપે રજૂ કરવામાં આવશે. વર્ષ 2023માં એસ.એસ. રાજમૌલીએ આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, જેને વરુણ ગુપ્તા (મૅક્સ સ્ટૂડિયો) અને એસ.એસ. કાર્તિકેય (શોઇંગ બિઝનેસ) દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવશે. ત્યારથી આ ફિલ્મના સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું હતું અને હવે તેનો ફાઈનલ ડ્રાફ્ટ લૉક કરવામાં આવ્યો છે.
સ્રોતોનાં જણાવ્યા અનુસાર તાજેતરમાં એસ.એસ. રાજમૌલી, એસ.એસ. કાર્તિકેય અને વરુણ ગુપ્તાએ આ સ્ક્રિપ્ટ જૂનિયર એનટીઆરને સંભળાવી, જેમણે તરત જ ફિલ્મ માટે સહમતી આપી દીધી. સૂત્રોના મતે, ‘RRR’ ફિલ્મના અભિનેતા દાદાસાહેબ ફાલ્કેની અજાણી કહાનીઓથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ કહાની ભારતીય સિનેમાના જન્મ અને વિકાસને આધારે રજૂ કરવામાં આવી છે, અને તેની વિગતોએ જૂનિયર એનટીઆરને આશ્ચર્યચકિત કરી દીધા. સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ, તેમણે સ્ક્રિનપ્લે અને તેના ટ્રીટમેન્ટ અંગે વિગતે ચર્ચા કરી. આ ફિલ્મ તેમને ઍક્શનથી અલગ એક એવી ભૂમિકા ભજવવાનો મોકો આપશે, જે તેમણે અગાઉ ક્યારેય નથી ભજવી.
જૂનિયર એનટીઆરના નેતૃત્વ હેઠળ બનતી ‘મેડ ઇન ઇન્ડિયા’ એસ.એસ. રાજમૌલી, એસ.એસ. કાર્તિકેય અને વરુણ ગુપ્તાની સર્જનાત્મક દૃષ્ટિ સાથે ભારતીય સિનેમાના ઇતિહાસમાં ઊંડાણપૂર્વક ઉતરવાનો પ્રયાસ કરશે. આ ફિલ્મ દાદાસાહેબ ફાલ્કેની નજરથી ભારતીય સિનેમાની શરૂઆત બતાવશે અને દર્શકોને એક એવો સિનેમેટિક અનુભવ આપશે જે પહેલે ક્યારેય નથી જોયો.