Amdavad Post
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

રોટરી કલબ ઓફ અમદાવાદ સ્કાઇલાઇનનું ‘સ્કાઇલાઇન છાસ’ સેવા પ્રોજેક્ટ પૂર્ણ

સીજી રોડ પર ૩૦ દિવસમાં ૭૫,૦૦૦થી વધુ છાસના ગ્લાસ વિતરણ

ગુજરાત, અમદાવાદ ૦૨ જૂન ૨૦૨૫: “સ્કાઇલાઇન ની છાસ, ગરમીમાં હાસ”સાથે રોટરી કલબ ઓફ અમદાવાદ સ્કાઇલાઇનએ પોતાની ૩૦ દિવસીય ‘સ્કાઇલાઇન છાસ સેવા’સફળતાપૂર્વક પૂર્ણ કરી. આ લોકહિતકારી પ્રોજેક્ટ અંતર્ગત, ૧ મે થી ૩૧ મે દરમિયાન દરરોજ બપોરે ૧:૦૦ થી ૩:૦૦ વાગ્યા સુધી, સીજી રોડ પર એક નિશ્ચિત પોઇન્ટે, ગરમીમાં કામ કરતા અને રાહદારી લોકોને ઠંડકરૂપ છાસનું વિતરણ કરવામાં આવ્યું.

આ સેવાકાર્ય મુખ્યત્વે મજૂરો, ટ્રાફિક પોલીસ, ફૂટપાથના વેપારીઓ અને રોજગારશીલ લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું, જેમને તીવ્ર ગરમીમાં આરામ આપવો મુખ્ય ઉદ્દેશ હતો.

રોટરી કલબ ઓફ અમદાવાદ સ્કાઇલાઇનના પ્રમુખ સૌરભ ખંડેલવાલ એ જણાવ્યું હતું “આ પ્રોજેક્ટ માત્ર છાસનું વિતરણ નહોતું — પણ માનવતાનું દર્શન હતું. ક્લબના દરેક સભ્ય, પરિવારજનો અને દાતા સાથે મળીને એનું ધ્યેય સિદ્ધ કરાયું છે,”

અંતિમ દિવસે એલિસબ્રિજ મતવિસ્તારના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ પધાર્યા હતા. તેમણે દરેક સેવકને પ્રમાણપત્ર આપી, તેમના તન-મનથી કરેલા યોગદાનને સુંદર શબ્દોમાં સરાહના આપી. તેમની હાજરીએ સમગ્ર સેનાને મોટું ઉત્સાહ પૂરું પાડ્યું.

આ સમગ્ર અભિયાનનું નેતૃત્વ પ્રોજેક્ટ ચેર પારુલ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે દરેક તબક્કે પોતાની સંપૂર્ણ સમર્પિતતા બતાવી. તેમને કો-ચેર કાંતિ પ્રજાપતિનો અમુલ્ય સાથ મળ્યો, જેને કારણે આખો કાર્યક્રમ નિયમિત અને સફળતાપૂર્વક અમલમાં આવ્યો.

આ ભવ્ય સફળતા પછી, રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાઇલાઇને જાહેરાત કરી છે કે ‘સ્કાઇલાઇન છાસ સેવા’૨૦૨૬માં ફરીથી પારુલ શાહના નેતૃત્વ હેઠળ વધુ વિશાળ માળખામાં અને લાંબા સમયગાળા માટે ફરી લાવવામાં આવશે .

પ્રોજેક્ટના મુખ્ય આંકડા:
• 💧 છાસ વિતરણ: ૧૫,૦૦૦+ લિટર
• 🥛 ગ્લાસ વિતરણ: ૭૫,૦૦૦+
• 👥 લાભાર્થીઓ: ૫૦,૦૦૦થી વધુ લોકો
• ⏱️ સેવા કલાકો: ૧,૫૦૦+ મેન આર્સ
• 🙌 સેવકદળ: ૧૦૦+ સભ્યો, ૨૫ બાળકો, ૨૫ પરિવારજનો
• 🤝 સહયોગ: ૬૦થી વધુ દાતાઓ અને અન્ય રોટરી ક્લબ્સનો સહકાર

Related posts

સેગમેન્ટમાં પ્રથમ OIS કેમેરા અને બહેતર ટકાઉપણા સાથે સેમસંગ ગેલેક્સી M17 5Gનું ભારતમાં વેચાણ શરૂ

amdavadpost_editor

ભારતનો સૌથી ઝડપી વેચાણ અહીં: ઇન્સ્ટામાર્ટનું ક્વિક ઇન્ડિયા મૂવમેન્ટ 2025 હવે 50,000 થી વધુ ઉત્પાદનો પર 50-90%* ડિસ્કાઉન્ટ સાથે લાઇવ થયું

amdavadpost_editor

એટલાસ કોપ્કો ગ્રુપએ પૂણેમાં અદ્યતન સવલત શરૂ કરી

amdavadpost_editor

Leave a Comment