Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: હરમીત દેસાઈ એ રોમાંચક મેચમાં જી.સાથિયાનને હરાવ્યો, જોકે- દબંગ દિલ્હી એ ડેમ્પો ગોવા ચેલેન્જર્સને કમબેકની તક ના આપી

અમદાવાદ ૪ જૂન ૨૦૨૫: હરમિત દેસાઈ એ સાથિયાન જ્ઞાનશેકરનને ભારતના ટોચના 2 પુરુષ ખેલાડીઓની રોમાંચક મેચમાં મહાત આપી હતી. જોકે, ડિફેન્ડિગ ચેમ્પિયન ડેમ્પો ગોવા ચેલેન્જર્સને દબંગ દિલ્હી ટીટીસીએ 9-6નાં અંતરથી હરાવી અને કમબેકની તક આપી નહોતી.

લીગના સૌથી યુવા 19 વર્ષીય ખેલાડી ઈઝાક ક્વેક એ સૌથી ઉંમરલાયક વિદેશી એવા ટિયાગો એપોલોનિયાને 3-0થી મહાત આપી દિલ્હીને લીડ અપાવી હતી. જે પછી દિયા ચિતાલે સિંગાપુરની ઝેંગ ઝિયાન સામે સંઘર્ષ બાદ પણ હારને અટકાવી ના શકીને સ્કોર 3-3 થયો હતો. જે પછી દિલ્હીએ અનુભવી સાથિયાન/ઝિઆઓની જોડી સાથે મિક્સ્ડ ડબલ્સમા હરમિત અને જેંગની જોડીને 2-1થી હરાવી. જે પછી વારો આવ્યો રોમાંચક પુરુષ સિંગલ્સ મેચનો જેમાં સાથિયાનને હરમિત દેસાઈ સામે 1-2 (11-8, 9-11, 9-11)હારનો સામનો કરવો પડ્યો હતો.  જે પછી ઝિયાઓ એ સયાલી વાનીને 3-0થી હરાવતા દબંગ દિલ્હીનો 9-6થી વિજય થયો હતો.

Related posts

મૂર્તિ વિસર્જન દરમિયાન માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

amdavadpost_editor

જમ્મુ કાશ્મીરના પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલાનાં શોક નિમિત્તે સફલ બાળ વિદ્યા વિહાર શાહપુરના વિધાર્થીઓ અને શિક્ષકો દ્વારા કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કર્યો

amdavadpost_editor

12 થી 14 જુલાઈ 2025 સુધી Amazon.in પર પ્રાઇમ ડે દરમિયાન હોમ, કિચન અને આઉટડોર પ્રોડક્ટ્સમાં નવા લોન્ચિંગની મદદથી તમારા રહેવાની જગ્યા અને જીવનશૈલીને રિફ્રેશ કરો

amdavadpost_editor

Leave a Comment