Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હિમાચલ પ્રદેશ અને તેલંગણાની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને ૧૨ લાખથી વધુ રુપિયાની સહાય

છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ અને નુકસાન હિમાચલ પ્રદેશમાં થવા પામ્યું છે. વાદળ ફાટવાથી અને અતિવૃષ્ટિ ને કારણે પ્રાપ્ત માહિતી મુજબ હિમાચલ પ્રદેશમાં ૪૦ લોકોનાં મોત નિપજયા છે અને લાખો રુપિયાની ખુવારી થઈ છે. પૂજ્ય બાપુની રામકથા અમેરિકામાં લિટલ રોક ખાતે ચાલી રહી છે અને તેમને આ સમાચાર પ્રાપ્ત થતાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. તેમના પરિવારજનોને રુપિયા ૬ લાખની સહાય અર્પણ કરી છે. આ વિતિય સેવા કથાના મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવશે અને ટ્રસ્ટ દ્વારા રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે.

બીજી બાજુ બે દિવસ પહેલા તેલંગણા રાજ્યની દવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને ભયાનક આગ લાગી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૪૪ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય બાપુએ ઉપરોક્ત ઘટનામાં માર્યા ગયેલાઓને પણ રુપિયા ૬,૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. મુખ્યમંત્રી રાહત ફંડ માં જમા કરાવી દેવામાં આવશે.

ગાંધીનગર નજીક એક કાર કેનાલમાં ખાબકતાં ત્રણ લોકોનાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ રુપિયા ૪૫,૦૦૦ની સહાય મોકલવામાં આવશે. જામનગરમાં સલાયા નજીક બે યુવકનાં પાણીમાં ડૂબી જતાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ રુપિયા ૩૦,૦૦૦ની સહાય મોકલવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

વી-ગાર્ડને લક્સીક્યુબ વોટર હીટર માટે જર્મન ડિઝાઈન એવોર્ડ 2026 ખાતે વૈશ્વિક સન્માન

amdavadpost_editor

લાંબા ગાળાની અસર માપવી એક પડકાર છે, જ્યારે ભારતમાં 94% B2B માર્કેટર્સનું માનવું છે કે, AI એ ઉચ્ચ ROIને પ્રોત્સાહન આપી રહ્યું છે : લિંક્ડઇન

amdavadpost_editor

અમેરિકન પેકન્સે મુંબઈ, દિલ્હી અને અમદાવાદમાં એક્સક્લુઝિવ ફેસ્ટિવ મેનૂ “ધ ઈન્ડલજન્ટ”અમેરિકન પેકન્સ ફેસ્ટિવલ માટે હયાત ગ્રુપ સાથે ભાગીદારી કરી

amdavadpost_editor

Leave a Comment