Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. – શ્રી મોરારિબાપુ

ગોપનાથમાંરામકથા લાભ લેતાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને ભાવિક શ્રોતાઓ

ગોહિલવાડના તીર્થસ્થાન ગોપનાથમાંરામકથા ગાન કરતાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. ગોપનાથમાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને ભાવિક શ્રોતાઓ લાભ લઈ રહ્યાં છે.

સમુદ્રકિનારે જ્યાં નરસૈયાને હરિ અને હર મળ્યાં તે ગોહિલવાડના તીર્થસ્થાન ગોપનાથમાં શ્રી મોરારિબાપુનાવ્યાસાસને ચાલતી રામકથા’માનસ ગોપનાથ’ પ્રસંગે દિવ્ય વાતાવરણ રહ્યું છે. અહીંયા ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને ભાવિક શ્રોતાઓ લાભ લઈ રહ્યાં છે.

રામકથાનાચોથા દિવસે શ્રી મોરારિબાપુએ સનાતન શાસ્ત્ર આધારિત શ્રોતા અને વક્તાના લક્ષણો કે તેની આચારસંહિતા વર્ણવી.

વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે, તેમ જણાવી ઠાકોરજીનીલીલાનું શ્રવણ, લીલાનું દર્શન, લીલામાં પ્રવેશ અને છેવટે લીલામાં લય થાય તે ગુણાતીત શ્રોતા હોવાનું સમજાવ્યું. શ્રી મોરારિબાપુએ વક્તા માટે પણ આ વાત કરી.

ક્થા પ્રસંગો ઋષિ ભરદ્વાજજી તથા યાજ્ઞવલ્કજી સંવાદ અને શિવજી તથા પાર્વતીજી સંવાદ વર્ણન કરી વનવાસ દરમિયાન સતી દ્વારા રામજીનીપરીક્ષાનો પ્રસંગ વર્ણવતા શ્રી મોરારિબાપુએ આ પ્રસંગમાં મોટા હોય તેને સંદેહ એટલે શંકા હોય અને નાના હોય ભરોસો હોય તેમ ટકોર કરી.

ગોપનાથજગ્યાનામહંતો શ્રી સીતારામબાપુ અને શ્રી આત્માનંદજી સ્વામી, શ્રી રઘુરામબાપા, શ્રી લહેરગિરિબાપુ તેમજ સંતો, મહંતો, કથાકારોની ઉપસ્થિતિ રહી. આજની કથામાં કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેનબાંભણિયા, ધારાસભ્ય શ્રી ગૌતમભાઈચૌહાણ તેમજ અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયાં અને કથા લાભ લીધો.

Related posts

અમદાવાદના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ના 3 વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ 2024 માં ટોપ રેન્ક હાંસલ કર્યો

amdavadpost_editor

યામાહાએ 150cc કેટેગરીમાં સૌપ્રથમ હાઇબ્રિડ મોટરસાયકલ 2025 ‘FZ-S Fi Hybrid’લોન્ચ કરી

amdavadpost_editor

ગેલેક્સી A06 5G શરૂ થાય છે INR 9899થીઃ સેમસંગ દ્વારા ફેસ્ટિવલ સીઝન પૂર્વે આકર્ષક લિમિટેડ પિરિયડ ડીલ જાહેર

amdavadpost_editor

Leave a Comment