Amdavad Post
આરોગ્યગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હાથરસ ખાતે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

ગઈકાલે ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે યોજાયેલા સત્સંગના કાર્યક્રમમાં ભાગ દોડ થવાથી પ્રાપ્ત માહિતી મુજબ ૧૨૪ લોકોનાં કરુણ મોત નિપજયા છે. છેલ્લા કેટલાક સમયમાં ન ઘટી હોય તેવી આ કરુણાંતિકામાં અનેક લોકોનાં દુઃખદ મૃત્યુ નિપજયાં છે.  પૂજ્ય મોરારીબાપુને આ ઘટના વિશે માહિતી મળતા તેમણે મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનો તરફ દિલસોજી વ્યક્ત કરી છે અને તમામ હતભાગી લોકોના પરિવારજનોને રુપિયા ૧૧,૦૦,૦૦૦ (અગીયાર લાખની) સંવેદના રાશિ અર્પણ કરી છે. ઉત્તર પ્રદેશ સરકારના સંબંધિત વિભાગ પાસેથી મૃતકોની યાદી મેળવી તેમના સ્વજનોને સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. આ સેવા લખનૌ સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા સંપૂર્ણ કરવામાં આવશે.

Related posts

ટાટા મોટર્સે જુલાઇ 2024થી તેના કમર્શિયલ વ્હીકલ્સની કિંમતોમાં વધારાની જાહેરાત કરી

amdavadpost_editor

રિન્યૂએ 2030 સુધીમાં તેની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 50 ગીગાવોટ સુધી વિસ્તરણ કરવાનો સંકલ્પ કર્યો, તેનાથી 3 લાખ ગ્રીન નોકરીઓ ઉભી થશે

amdavadpost_editor

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગ્લાન્ઝાની ‘ફેસ્ટિવલ લિમિટેડ એડિશન’ લોન્ચ કરવાની જાહેરાત કરી

amdavadpost_editor

Leave a Comment