Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભાવનગર અને અમરેલી જિલ્લામાં અકાળે અવસાન પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

તલગાજરડા | ૦૧ નવેમ્બર ૨૦૨૫: ગત થોડા દિવસોથી ભાવનગર અને અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં અનેક લોકોના મોત નિપજયા છે. ભાવનગર જીલ્લાના ઉમરાળા નજીક ચભાડીયા ગામનાં બે યુવકોનું અકસમાતમા મોત થયું છે. તે ઉપરાંત વેરાવળ-ભાવનગર રુટની એસ ટી બસ દ્વારા મહુવાનાં અગતરિયા ગામ પાસે રીક્ષાને ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 
રાજુલા તાલુકાના બરબટાણા ગામના ચાર આશાસ્પદ યુવાનોનું ડૂબી જતાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. 

Related posts

શેફલર ઇન્ડિયાએ યુવા પરિવર્તનકારોને સશક્ત કરવા માટે સોશિયલ ઇનોવેટર ફેલોશિપ પ્રોગ્રામની ચોથી આવૃત્તિ લોન્ચ કરી

amdavadpost_editor

WALK OF COURAGE :આશા, આરોગ્ય અને માનવીય સંઘર્ષ પર વિજયની શક્તિશાળી શ્રદ્ધાંજલિ

amdavadpost_editor

ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ટીસીઆઈ) એ Q4 અને FY2025 ના નાણાકીય પરિણામોમાં મજબૂત વૃદ્ધિની જાહેરાત કરી

amdavadpost_editor

Leave a Comment