અમદાવાદ 16 સપ્ટેમ્બર 2024: ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પહેલ તથા શહેરની સૌથી મોટી ફૅશન-એક્સ્ટ્રાવેગેન્ઝા ‘અમદાવાદ ટાઇમ્સ ફૅશન વીક-2024’ (ATFW 2024) રવિવારે અમદાવાદની હયાત રિજન્સી ખાતે ભવ્ય પરંપરાસભર કાર્યક્રમ સહિત સંપન્ન થયું હતું. તા. 13થી 15 સપ્ટેમ્બર સુદીની ત્રિ-દિવસીય ઇવેન્ટ દરમિયાન વિવિધ નવીનતાઓ સાથે સંકળાયેલા ફૅશનના સમૃદ્ધ વારસાના સેલિબ્રેશન માટે જાણીતા ડિઝાઈનરો, આગંતુક પ્રતિભાઓ અને સેલિબ્રિટીઓ જોડાયા હતા.
પ્રથમ દિવસ – એક ઝળહળતી શરૂઆત ATFW 2024ના પ્રારંભમાં જ સાલ્વી પરિવારની ‘ઇકત પિટારા’ પટોળા સાડીઓ એક અદ્દભુત હાઈલાઇટ તરીકે શૈલીના મંત્રમુગ્ધ કરનારી સફર માટે સ્ટેજ પર છવાઈ ગઈ હતી. તો, પાટણના પટોળા, નીપા, હેતલ અને માસ્ટર વણકર કનુભાઈ સાળવીના કસ્ટોડિયનના આ સંગ્રહે ગુજરાતની પ્રાચીન પરંપરાઓને આધુનિક ફૅશનમાં સુંદર રીતે વણી લીધી. શો-સ્ટોપર કાજલ પિસાલે રાજવી પટોળાના દાગીના પહેરીને, કલેક્શનમાં માણેક ચોક તથા નારીકુંજર જેવા કપડાં પરની ઉત્તમ ભરત-ભાત (મોટિફ)નું સંસ્મરણ કર્યું હતું, જેમાં આજના સમયના સુસંગત એવા લહેંગા તથા મેન્સવેરની પણ રજૂઆત કરાઈ હતી.
સિલ્વર ઑક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇને તેના ઈકો-કોન્શિયસ ‘ડે-બ્રેક કલેક્શન’ના માધ્યમથી પ્રેક્ષકોને જાણે કે મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ નવીનતાસભર પ્રસ્તુતિ, કુદરતી રંગો અને ઇન્ડિગો, સફેદ તથા પીચના નરમ રંગનું મિશ્રણ, પરંપરાગત અને સમકાલીન શૈલીઓ વચ્ચેનું સુંદર સંતુલન દર્શાવે છે.
સ્ટીલ લાઇફસ્ટાઇલના ‘ગ્રુમ સાગા ચૅપ્ટર-2’એ ક્લાસિક શેરવાની અને આધુનિક ઇન્ડો-વેસ્ટર્ન કટ્સના મનમોહક મિશ્રણ સાથે પુરુષોની લગ્ન-ફૅશનના અર્થ બદલી નાખ્યા છે. સુજય અને કુશલ શાહે બનાવેલી ડિઝાઇનો અત્યંત આધુનિક ટચ સાથે લગ્નનાં વિવિધ કાર્યો માટે વૈવિધ્ય પ્રદાન કરે છે. સોનાની જ્વેલ્સ અને સિમ્સ સ્ટુડીયોએ સીમા કાલાવડિયા દ્વારા કોચર ડિઝાઇન સાથે જોડી બનાવીને ટકાઉ પ્રયોગશાળામાં બનાવેલા હીરાને દર્શાવતા ચમકદાર શોમાં સહયોગ કર્યો હતો. શો સ્ટોપર ભક્તિ કુબાવતે ભવ્ચ રૂપે ઝળહળાટ દર્શાવ્યો હતો.
પ્રથમ દિવસનું સમાપન ગોપી વૈદના ‘બગીચા’ સંગ્રહમાં નીપજ્યું હતું. તે પ્રકૃતિની સુંદરતાથી પ્રેરિત ફ્લોરલ મેટિફ્ક, વાઇબ્રન્ટ એમ્બ્રોઇડરી અને જટિલ કારીગરીનો દ્રશ્ય આનંદ હતો. કરિશ્મા તન્નાએ બગીચાથી પ્રેરિત થીમને જીવંત બનાવીને મંત્રમુગ્ધ કરી દેનારા પુષ્પ-રચના શોની રજૂઆત કરી.
બીજો દિવસઃ એક સંપૂર્ણ સિમ્ફની ATFW 2024ના બીજા દિવસે ગરવી ગુર્જરીના સંગ્રહ ‘ગરવી ગુજરાત’થી શરૂ થતા ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી જારી રહી. રાજ્યની કાલાતીત પરંપરાઓને આ વણાટકામે સમકાલીન સિલુએટ્સ સુધીનાં આધુનિક ડિઝાઇન તત્ત્વોને મોખરે લાવી દીધાં હતાં.
તિતલી ડિઝાઇનર સ્ટુડિયોના નવરાત્રિ સંગ્રહ ‘સતરંગી’એ રન-વેમાં વાઇબ્રન્ટ ઊર્જા આપીને શો-સ્ટોપર એશા કંસારા આનંદ અને રંગ ઉજાગર કરીને ગજ્જી સિલ્કમાં વૈભવી ચણિયા-ચોળીના આ સંગ્રહમાં જટિલ મિરર વર્કથી કરાયેલા શણગારમાં નવરાત્રિના પવિત્ર ઉત્સવની ભાવનાનું એક અજબ આકર્ષણ ઊભું કર્યું હતું. જીવીવાના સંગ્રહો ‘મોહ’ અને ‘માયા’ પ્રેક્ષકોને જાણે કે ભારતની પરંપરાગત કારીગરી દ્વારા આધુનિક બ્રાઇડલ ફૅશન સાથેના પ્રવાસ પર લઈ ગયા. પૈઠની મોટિફ અને એમ્બ્રોઇડરી ટેકનિકના ઉપયોગથી શો-સ્ટોપર્સ શ્રદ્ધા ડાંગર અને આકાશ પંડ્યાએ જાણે કે, વૈભવી, કાલાતીત સંગ્રહ ઊભો કર્યો હતો.
જિયાના ડિઝાઇનર સ્ટુડિયોએ તેના ત્રણે કલેક્શન – પરિણય, રતિ અને સંગમ્ય દ્વારા પ્રેક્ષકોને આનંદિત કર્યા. નવરાત્રિ માટે પરફેક્ટ બ્રાઇડલ વેર માટે ભવ્ય સિલ્કથી લઈને ફ્યૂઝન ડિઝાઇન સુધી જિયાની ઓફરિંગ ચીક, સ્ટાઇલિશ અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ રહી. તેમાં વ્યોમા નંદીએ શો-સ્ટોપર તરીકે અદ્દભુત કામગીરી કરી હતી.
અમરીન ખાને ‘ચીરાગે રંગ’ સાથે દિવસ-2નું સમાપન કર્યું હતું. તે પ્રાચીન ફાનસ પરથી પ્રેરણા લઈને કરાયેલો સંગ્રહ છે. જટિલ જરદોશી અને ડબકા વર્ક દર્શાવતી બ્રાઇડલ લાઇન વરરાજાને સમાન રીતે પ્રાપ્ત કરાવાય છે. શો-સ્ટોપર માલવિકા મોહનને આ કાર્યક્રમમાં ભવ્યતા દર્શાવી હતી.
દિવસ-3 સ્ટાર સ્ટડેડ ગ્રાન્ડ ફિનાલે વાઇબ્રન્ટ કલેક્શન તથા અદ્દભુત શોસ્ટોપર્સ રનવે પર જાણે કે કબજો કરી ગયા, જેથી અંતિમ દિવસ અદ્દભુત રહ્યો હતો. અજય ચાવડાના ‘ટીન એજર્સ- મધુરમ કલેક્શન’ દ્વારા વસ્તુઓની શરૂઆત કરાઈ હતી, જે આધુનિક ટ્વિસ્ટ સાથે પરંપરાગત લગ્નનાં વસ્ત્ર-પરિધાનનું મિશ્રણ ધરાવે છે. તેમાં બોલ્ડ રંગો અને જટિલ પેટર્નથી પ્રેક્ષકો આકર્ષણ પામ્યા હતા. ઇન્ટરનેશનલ સ્કૂલ ઑફ ડિઝાઇને તેના ‘ગરવી ગુજરાત’ શોકેસ સાથે ગુજરાતના વારસાની ફૅશન ફોરવર્ડ ઉજવણીનું વિતરણ કર્યું. તેમાં રીગલ બ્રાઇડલ વેર, ટકાઉ નવરાત્રિ પોશાક તેમજ હાઉ કોચર ગાઉન્સનું મિશ્રણ દર્શાવવામાં આવ્યું હતું.
EBN જ્વેલરીએ તેમના ‘લાયોનેસ ઇન મી’ કલેક્શન સાતે સ્પાર્કલનો સ્પર્સ ઉમેર્યો છે. તેમાં જટિલ અને કલાત્મક ડિઝાઇન દર્શાવવામાં આવી છે, જે દરેક સ્ત્રીની સુંદરતા અને સામર્થ્યને ઉજ્જ્વળ કરે એવી છે. કલેક્શનની બોલ્ડ અને કન્ટેમ્પરરી એજ-જ્વેલેરી દ્વારા ચમકી રહી હતી. તો, વિનલ પટેલના ‘સજની’ કલેક્શનની આગેવાની હેઠળ યોજાયેલી ગ્રાન્ડ ફિનાલે પ્રેમ, સપના અને આનંદની એક અંજલિ હતી. દરેક રચના લાગણીઓથી સમૃદ્ધ હતી, જેમાં જટિલ ભરતકામ અને વૈભવી કાપડ ધ્યાન ખેંચે એવાં હતાં. રનવે પર શો-સ્ટોપર હીના ખાનની હાજરી સાથે આ કલેક્શનનો આ અંતિમ સમય એક આકર્ષક નોંધ સાથે સમાપ્ત થવા પામ્યો હતો.
ફૅશન વીક – એક ચિરસ્મરણીય સપ્તાહ
અમદાવાદ ટાઇમ્સ ફૅશન વીક-2024 એ ફૅશનમાં વારસાનો વૈભવ, ટકાઉપણું અને નવીનતાની શાનદાર ઉજવણી સાબિત થયું હતું. સોનાની જ્વેલ્સ દ્વારા સંચાલિત થયેલા આ કાર્યક્રમમાં સિલ્વર ઑક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, ટીવીએમ કમ્યુનિકેશન, ડીજે ટોયોડા, ગરવી ગુર્જરી અને અન્ય એમ ઘણા બધા ભાગીદારોએ ભાગ લીધો હતો.