Amdavad Post
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદ એ ભારતની ડિજિટલ પેમેન્ટ તેજીમાં ઈંધણ પૂરનારા ટોચના શહેરોમાં સામેલ, કિઅર્ની ઈન્ડિયા અને એમેઝોન પે રિપોર્ટ કરે છે પુષ્ટિ

  • કેવી રીતે શહેરી ભારત પેમેન્ટ કરે છે: કિઅર્ની ઈન્ડિયા અને એમેઝોન પે ઈન્ડિયાનો એક સર્વગ્રાહી અભ્યાસ પેમેન્ટના ફલકમાં આવેલી ઉત્ક્રાંતિ પર પ્રકાશ પાડવાની સાથે, મોટા મહાનગરોની તુલનામાં નાના શહેરોમાં ડિજિટલ સ્વીકૃતિના મજબૂત દરનું અનાવરણ કરે છે
  • ડિજિટલ પેમેન્ટનો નાના શહેરોમાં પગપેંસારો: નાના શહેરોના ઉપભોક્તાઓએ ભારપૂર્વક કહ્યું કે તેમના 65% પેમેન્ટ ટ્રાન્ઝેક્શન ડિજિટલ હોય છે, જ્યારે મોટા શહેરોના ઉપભોક્તાઓમાં આદર ~75% જેટલો રહ્યો છે.
  • સુગમતા અને નવતર પહેલથી પગપેંસારો: ઓનલાઈન ખરીદીથી માંડીને શેરીઓમાં ફળ-ફળાદિ, ફૂલો તથા રોજિંદા વપરાશની ચીજો વેચતા વેપારીઓ સુધીના લોકોએ જ ડિજિટલ પેમેન્ટ્સને દરેક સેક્ટરમાં પગપેંસારો કરાવ્યો છે, જેનું મુખ્ય કારણ 60% જેટલા જવાબ આપનારાએ કહ્યું એમ પેમેન્ટની સુવિધા છે. 

અમદાવાદ 22 ઓગસ્ટ 2024: અમદાવાદ ભારતના મધ્યમ અને અન્ય નાના શહેરોમાંથી એક છે જે દેશની ડિજિટલ પેમેન્ટ ક્રાંતિમાં અગ્રેસર છે. ડિજિટલ પેમેન્ટની પદ્ધતિઓની દ્વારા હવે આ વિસ્તારોના કુલ ટ્રાન્ઝેક્શનમાં 65% જેટલી હિસ્સેદારી છે, જેની તુલનાએ મોટા શહેરોમાં આ દર 75%એ છે. આ બાબત ગ્રાહકોની વર્તણૂંકમાં આવેલા આમૂળ પરિવર્તનની સાક્ષી પૂરે છે, એમ કિઅર્ની ઈન્ડિયા અને એમેઝોન પે ઈન્ડિયાના “હાઉ અર્બન ઈન્ડિયા પેઝ” (કેવી રીતે શહેરી ભારત પેમેન્ટ કરે છે) સર્વેના તાજેતરના તારણો જણાવે છે. દેશના 120 શહેરોના 6,000થી વધુ ઉપભોક્તા અને 1,000 જેટલા વેપારીઓના કરાયેલા આ સર્વેમાં જણાવાયું છે કે, પેમેન્ટની પસંદગીઓમાં આમૂળ પરિવર્તન આવ્યું છે. આ રિપોર્ટમાં ડિગ્રી ઓફ ડિજિટલ પેમેન્ટ યુઝેજ (ડીડીપીયુ) પ્રસ્તુત કરાઈ છે, જે એવું મેટ્રિક છે જેની ડિઝાઈન વિવિધ ડેમોગ્રાફિક જૂથોમાં ડિજિટલ પેમેન્ટની સ્વીકૃતિની મર્યાદાને માપવા તૈયાર કરાઈ છે. આ ડીડીપીયુ દ્વારા ત્રણ પાયાગત આધારઃ વોલ્યુમ (ડિજિટલ ટ્રાન્ઝેક્શન ફ્રિક્વન્સી), વેરાઈટી (ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓનો કઈ કેટેગરીમાં ઉપયોગ કરાય છે તેની વિવિધતા) અને મોકળાશ (જાગૃતિ તથા ઊભરતી ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓ પરત્વે સ્વીકૃતિ)નો ઉપયોગ કરીને બહુપરિમાણિય અભિગમ ધરાવાયો છે.

શહેરની સરેરાશ ડીડીપીયુ અને તેની રિટેલ ક્ષમતા વચ્ચે મજબૂત સહસંબંધ પ્રવર્તે છે, જેને કિઅર્ની ઈન્ડિયા રિટેલ ઈન્ડેક્ષે માપી છે. રસપ્રદ છે કે અમદાવાદ એ અમુક ચુનંદા અન્ય સ્થાનિક શહેરો જેમકે જયપુર, પૂણે, ઈન્દોર, લખનૌ, ભોપાલ, ભુવનેશ્વર અને પટણાની સાથે આવે છે જ્યાં ડિજિટલ પેમેન્ટ સ્વીકૃતિની પ્રભાવશાળી પેટર્ન જણાઈ છે. ટોચના મહાનગરોની તુલનામાં આ શહેરોમાં રિટેલ ક્ષમતા ઘણી નીચી હોવા છતાં અહીં મહાનગરો કરતા વધુ પ્રમાણમાં ડિજિટલ પેમેન્ટ સ્વીકૃતિ દર દેખાયો છે. આ બાબત ભિન્ન શહેરોમાં ડિજિટલ પેમેન્ટના વ્યાપક અને તીવ્રતમ પગપેંસારાને દર્શાવે છે.

અમદાવાદ એ વાતનો ઝળહળતો પૂરાવો છે કે ભારતની ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ દેશભરમાં વેગ પકડી રહી છે,” એમ એમેઝોન પે ઈન્ડિયાના CEO, વિકાસ બંસલે જણાવ્યું હતું. અમારો હાઉ અર્બન ઈન્ડિયા પેઝરિપોર્ટ દર્શાવે છે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન સ્વીકૃતિ બાબતે અમદાવાદ જેવા શહેરો અગ્રેસર છે, જે સ્થાનિક બજારોમાંથી પારિવારિક માલિકીની પેઢીઓ સુધી વ્યાપેલા છે. આ પરિવર્તન નવતર પ્રયોગો હાથ ધરવા, સહકાર સાધવાના હિતધારકોના અભિગમ પ્રત્યે ઈશારો કરનારા છે જે ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમની સમ્મિલિતતા પર ભાર મૂકે છે. એમેઝોન પે સીમલેસ ડિજિટલ પેમેન્ટ અનુભૂતિ પૂરી પાડવા કટિબદ્ધ છે જે અમદાવાદ અને તેથી આગળના શહેરોના વેપારીઓ અને લોકોને સશક્ત બનાવે છે. અમે લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરનારી ઘર્ષણમુક્ત ડિજિટલ અનુભૂતિ દ્વારા લોકોના જીવનને સરળ બનાવવાનું ચાલુ રાખીશું, એમ તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદ તેની ઉદ્યોગસાહસિકતા અને ટેક્સટાઈલ ઉદ્યોગની વૈવિધ્યતા માટે જાણીતું છે જ્યાં ડિજિટલ પેમેન્ટ ટેકનોલોજીની બોલબાલા છે. આ શહેરનું રિટેલ સેક્ટર, પરંપરાગત રીતે તેના ધમધમતા બજારો અને પારિવારિક માલિકીની પેઢીઓથી જીવંત છે, જે હવે આ આધુનિક ઉપાયોને આત્મસાત કરી રહ્યું છે. આ પરિવર્તન પર અમદાવાદની વેપારી માનસિકતાવાળી પ્રજાનો પ્રભાવ છે જેમને મન કેશબેક અને રિવોર્ડ સહિત ડિજિટલ ટ્રાન્ઝેક્શનના લાભો અને કાર્યકુશળતા ખૂબ મહત્ત્વની છે. નવતર પ્રયોગો પ્રત્યે શહેરની મોકળાશની સાથે પરંપરા માટેનો આદર પણ અકબંધ છે જેના પગલે આધુનિક નાણાકીય પ્રણાલિઓની સાથે સાંસ્કૃતિ સમૃદ્ધ માળખું જળવાયેલું છે.

ડિજિટલ પેમેન્ટ વધુને વધુ સ્વીકારાઈ રહ્યું હોવાથી અમદાવાદ જેવા શહેરો ભારતના રિટેલ કોમર્સનું ભાવિ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવવા સજ્જ છે. આનાથી પરંપરાગત બજારો અને આધુનિક ડિજિટલ અર્થતંત્ર વચ્ચેની ખાઈ પૂરાશે. આ રિપોર્ટ આ નોંધપાત્ર પરિવર્તનનું ઉંડાણપૂર્વકનું વિશ્લેષણ પૂરું પાડે છે અને ગ્રાહકો માટે મૂલ્યવાન રૂપરેખા પૂરી પાડવાની સાથે વેપારીઓને ભારતીય ગ્રાહક ધિરાણના બદલાતા ફલકને નેવિગેટ કરવા સક્ષમ બનાવે છે.

ભારતના શહેરી ડિજિટલ પેમેન્ટ ફલકની એક ઝાંખી છે, જેનું વર્ગીકરણ મોટા અને મધ્યમ શહેરોના સેગમેન્ટમાં છેઃ

  • UPI સૌથી વધુ લોકપ્રિય: UPI એ શહેરોમાં નિર્વિવાદપણે સૌથી લોકપ્રિય માધ્યમ છે, જે રાષ્ટ્રીય ટ્રેન્ડ દર્શાવે છે. અમદાવાદ જેવા મોટા અને મધ્યમ-કદના શહેરોમાં 37%થી વધુ ટ્રાન્ઝેક્શન UPI વડે થાય છે, જે રોજિંદી ખરીદીમાં તેનો પ્રભાવ દર્શાવે છે.
  • રિવોર્ડ ડ્રાઈવ સ્વીકૃતિ: શહેરના ગ્રાહકો માટે, રિવોર્ડ પ્રોગ્રામ એ ડિજિટલ પેમેન્ટ પદ્ધતિની તેમની પસંદગી પર અસર કરતું સૌથી મોટું પરિબળ છે. આ બાબત રાષ્ટ્રીય ટ્રેન્ડને પ્રતિબિંબિત કરે છે જ્યાં રિવોર્ડને અમદાવાદ જેવા મધ્યમ-કદના અને વિશાળ શહેરોમાં સુગમતા અને ઝડપ બાદ ડિજિટલ પેમેન્ટ માટેનું ત્રીજું સૌથી મહત્ત્વનું પરિબળ ગણવામાં આવે છે.
  • ડિજિટલ વોલેટનું વધતું ચલણ: ડિજિટલ વોલેટ એ અમદાવાદમાં પ્રભાવી બની રહેલી ડિજિટલ પેમેન્ટની ત્રીજી પદ્ધતિ છે. મોટા અને મધ્યમ-કદના શહેરોમાં આશરે 13% જેટલા ટ્રાન્ઝેક્શનમાં સુગમતા માટે વોલેટ વપરાય છે.
  • ક્રેડિટ કાર્ડ ઉપયોગ વધી રહ્યો છે: UPI કરતા ભલે પાછળ હોય, પરંતુ ક્રેડિટ કાર્ડનો શહેરોમાં ઉપયોગ નોંધપાત્ર છે. વિશાળ અને મધ્યમ કદના 7% સુધીના ટ્રાન્ઝેક્શન ક્રેડિટ કાર્ડ દ્વારા થાય છે, જે ક્રેડિટ-આધારિત પેમેન્ટની સાથે કમ્ફર્ટનું વધતું સ્તર દર્શાવે છે.

  • રિટેલ ક્ષમતા અને ડિજિટલ પેમેન્ટ: શહેરની રિટેલ ક્ષમતા કે જેનું કિઅર્ની ઈન્ડિયા રિટેલ ઈન્ડેક્ષમાં મૂલ્યાંકન કરાયું છે તેમાં ડિજિટલ પેમેન્ટ વૃદ્ધિ માટે મજબૂત બજાર તરીકે તેનો દરજ્જો દર્શાવાયો છે. શહેરની રિટેલ આકર્ષકતાનું નિર્ધારણ બજારના કદ, વપરાશના સૂચકાંકો, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેવા પરિબળો થકી ડિજિટલ પેમેન્ટની સ્વીકૃતિના ઊંચા પ્રમાણ દ્વારા થાય છે. રિટેલ ક્ષમતા અને ડિજિટલ પેમેન્ટ વચ્ચેની આ સુસંગતતા અમદાવાદના વાઈબ્રન્ટ બજાર પરિમાણોમાં ઉડીને આંખે વળગે તેવી છે.

  • ઊભરતી પેમેન્ટ રીતો અને BNPL: આ શહેરમાં ઊભરતી પેમેન્ટની રીતેની સ્વીકૃતિ માટે નોંધપાત્ર ક્ષમતા જોવા મળી હતી. બાય નાઉ પે લેટર (BNPL) સોલ્યુશનની પરિચિલતતા વધી રહી છે, કારણ કે આ પેમેન્ટ વિકલ્પથી 88% જેટલા જવાબ આપનારા વાકેફ હતા. તદુપરાંત શહેરમાં વેરેબલ પેમેન્ટ્સ (27%) અને વોઈસ-એક્ટિવેટેડ આસિસ્ટન્ટ્સ (24%), મહાનગરો કરતા સહેજ પાછળ હોવા છતાં, ભાવિ વૃદ્ધિ તેમજ ડિજિટલ પેમેન્ટ સ્પેસ માટેની વિશાળ તકો પ્રતિબિંબિત
    કરે છે.

સંપૂર્ણ રિપોર્ટ અહીં મેળવો.

Related posts

રામ ચરણની આગામી ફિલ્મ ગેમ ચેન્જરનું ટીઝર 9મી નવેમ્બરે લખનૌમાં રિલીઝ થશે

amdavadpost_editor

સૌરાષ્ટ્રમાં અકસ્માતની વિવિધ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadpost_editor

ત્રિભુવનીય ગ્રંથનો પાઠ કરતી વખતે આંખમાં આંસુ આવી જાય તો એ ગ્રંથાભિષેક છે.

amdavadpost_editor

Leave a Comment