Amdavad Post
ગુજરાતટેકનોલોજીબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

ઇલેક્રામા 2025માં 20 સ્ટાર્ટઅપ્સ વચ્ચેની પ્રતિસ્પર્ધામાં એઆઈ, ઑટોમેશન અને સસ્ટેનેબિલિટીનો દબદબો જોવા મળ્યો

  • ડેટા અને એનાલીટિક્સમાં એઆઈ, પુનઃપ્રાપ્ય ઊર્જા ઉપકરણો, ક્લીન એનર્જીના ક્ષેત્રમાં હાંસલ કરવામાં આવેલી સફળતાઓ અને નવીનીકરણોને રજૂ કરવામાં આવ્યાં
  • સેન્સર સિસ્ટમ્સ, સ્માર્ટ એનર્જી મેનેજમેન્ટ અને ઑટોનોમસ નેવિગેશન જેવી બાબતો રજૂઆતના કેન્દ્રમાં રહી
  • આજે વર્લ્ડ યુટિલિટી સમિટ અને ઈટૅકનેક્સ્ટ જેવા મહત્વના કાર્યક્રમોનું સમાપન થયું, જેમાં ગ્રિડના આધુનિકીકરણ અને ડિજિટલ રૂપાંતરણનાઅભિયાન પર પ્રકાશ પાડવામાં આવ્યો
  • ઇલેક્રામા 2025નું સમાપન ખૂબ જ પ્રતિષ્ઠિત એવોર્ડ ડિસ્ટ્રિબ્યુશન નાઇટની સાથે થયું, જેમાં શાને ખૂબ જ રોમાંચક પર્ફોમન્સ આપ્યું 

ગ્રેટર નોઇડા ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫: શ્રી પિયુષ ગોયલના ઊંડી સૂઝ અને દમદાર સંબોધન બાદ ગઇકાલે ઇલેક્રામા 2025ના ચોથા દિવસે જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી હતી તે IEEMAના સ્ટાર્ટઅપ્સ માટેના પ્રમુખ પ્રોગ્રામ ઇલેક્ટ્રાવર્સ સ્પાર્ક્સની ત્રીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેના પગલે આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોનો ઉત્સાહ જળવાઈ રહ્યો હતો. આ મંચ પર અર્લી-સ્ટેજ અને લેટ-સ્ટેજ કેટેગરીના સ્ટાર્ટઅપ્સને એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ, એઆઈ, ઑટોમેશન અને સસ્ટેનેબલ સોલ્યુશન્સમાં તેમના સફળ નવીનીકરણોને પ્રદર્શિત કરવા માટે એકઠાં કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમે 20 સૌથી આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને એક સ્પર્ધાત્મક મંચ પૂરું પાડ્યું હતું, જે પ્રત્યેકે ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક ઉકેલો રજૂ કર્યા હતા. 

કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી વિજય મિત્તલ (આઇઓએફએસ)ની હાજરીમાં આજે વર્લ્ડ યુટિલિટી સમિટનું સમાપન થયું હતું, જેમાં ગ્રિડના આધુનિકીકરણ, સસ્ટેનેબલ એનર્જી સંબંધિત નીતિઓ અને ઊર્જા ક્ષેત્રમાં ડિજિટલ પરિવર્તન અંગેની ઊંડી જાણકારી પૂરી પાડવામાં આવી હતી.

તેની સાથે-સાથે ઉભરી રહેલી ટેકનોલોજિઓ માટેની ઇન્ડસ્ટ્રીની પ્રમુખ ફૉરમ ઇટૅકનેક્સ્ટનું પણ આજે સમાપન થયું હતું, જેમાં એઆઈના એકીકરણ, આઇઓટીથી સંચાલિત સ્માર્ટ ગ્રિડ્સ અને એનર્જી માર્કેટમાં બ્લોકચેઇન એપ્લિકેશન્સ પર ચર્ચા થઈ હતી.

ડબ્લ્યુયુએસના સમાપન વખતે કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી વિજય મિત્તલ (આઇઓએફએસ)એ જણાવ્યું હતું કે, ‘ઇલેક્ટ્રિક પાવર જનરેશન અને યુટિલિટીઝના ક્ષેત્રના નિષ્ણાતોની સાથે સંકળાવું એ ખરેખર એક લહાવો છે. વ્યવસાયે એક ઇલેક્ટ્રિકલ એન્જિનીયર હોવાથી હાઇડ્રો પાવર જનરેશનથી મારી વર્તમાન ભૂમિકા સુધીની મારી વિકાસયાત્રાએ હેવી ઇલેક્ટ્રિકલ સેક્ટરની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં મારા વિશ્વાસને દ્રઢ બનાવ્યો છે. ભારતની વીજળીની માંગ વૈશ્વિક સરેરાશ કરતાં ઘણી વધારે ઝડપે વધી રહી છે અને આપણે ઘરેલું ઉત્પાદનને વધારવા, સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવા અને ગ્રીન એનર્જી સોલ્યુશન્સને અપનાવવાના વેગને વધારવા પર ધ્યાન આપવું જોઇએ.

એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ્સ માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ્સ અને ગુણવત્તાના વધારવામાં આવેલા ધોરણો જેવા વ્યૂહાત્મક હસ્તક્ષેપો એક એવી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપે છે, જે વર્ષ 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનવાના ભારતના વિઝનની સાથે સુંસગત છે. વધુમાં મુખ્ય કાચી સામગ્રી મેળવવા માટે કરવામાં આવેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (એફટીએ) અને ટેકનોલોજી સંબંધિત સહયોગોનો લાભ લેવાથી તે એક સક્ષમ અને આત્મનિર્ભર ઊર્જા ક્ષેત્રની ખાતરી કરવામાં કાર્યસાધક સાબિત થશે. ઇન્ડસ્ટ્રીની સાથે સહયોગ સાધવો અને નીતિગત સમર્થન પૂરું પાડવું એ આ પરિવર્તનને આગળ વધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.

ઇલેક્ટ્રાવર્સ સ્પાર્ક્સમાં સ્કેલેબલ ઇન-હાઉસ પ્રોટોટાઇપના વિકાસથી માંડીને એઆઈથી સંચાલિત ઑટોમેશન સુધી ઇન્ડસ્ટ્રીની મુખ્ય થીમોમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા કરવામાં આવેલા સફળ નવીનીકરણોને રજૂ કરવામાં આવ્યાં હતાં. આ સ્ટાર્ટઅપ્સે સેન્સર ટેકનોલોજી, ઑટોનોમસ સિસ્ટમ્સ અને સ્માર્ટ એનર્જી મેનેજમેન્ટમાં અત્યાધુનિક ઉકેલો રજૂ કર્યા હતા, જેનું ફૉકસ સસ્ટેનેબિલિટી અને આયાત પરની નિર્ભરતાને ઘટાડવા પર હતું. આ કાર્યક્રમમાં એઆઈથી સંચાલિત થતાં એનાલીટિક્સ અને વિઝન પર આધારિત ઑટોમેશન પર પ્રકાશ પાડીને સમગ્ર ક્ષેત્ર પર તેના પ્રભાવને દર્શાવવામાં આવ્યો હતો. ઑટોનોમસ નેવિગેશન અને પ્રીસિશન મોનિટરિંગમાં સાધવામાં આવેલી પ્રગતિની સાથે આ સ્પર્ધાએ ઉભરી રહેલી ટેકનોલોજિઓમાં વૈશ્વિક અગ્રણી તરીકેની ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવી હતી.

ઇલેક્રામા 2025 દરમિયાન ઇલેક્ટ્રાવર્સ સ્પાર્ક્સના પિચ સેશનમાં અર્લી-સ્ટેજ અને લેટ-સ્ટેજ કેટેગરીઓના 20 નવા સ્ટાર્ટઅપ્સે એનર્જી, ઑટોમેશન, એઆઈ અને સસ્ટેનેબિલિટીમાં તેમના સફળ ઉકેલો રજૂ કર્યા હતા.અર્લી સ્ટેજ કેટેગરીના વિજેતાઓમાં હાઇડ્રોજન ઇનોવેશન્સ પ્રા. લિ., વિમાનો ઇન્ક., યુનવર્સલી ગ્રીન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે, જ્યારે લેટર-સ્ટેજ કેટેગરીના વિજેતાઓમાં સી ઇલેક્ટ્રિક ઑટોમેટિવ ડ્રાઇવ્સ પ્રા. લિ., ફિટસોલ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અને મલ્ટિ નેનો સેન્સ ટેકનોલોજિસ પ્રા. લિ.નો સમાવેશ થાય છે. આ સ્ટાર્ટઅપ્સને ફન્ડિંગ તથા સંભવિત રોકાણકારો સાથે વાતચીત કરવાની તક પ્રાપ્ત થશે.

આ દિવસે ઘણી મહિલા અગ્રણીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી મહત્વની હાઇલાઇટ્સને પણ સામેલ કરવામાં આવી હતી. પ્રતિષ્ઠિત વક્તા જીઈ વર્નોવાની ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમ્સના સીએસઓ અને સીટીઓ સુશ્રી વીરા સિલ્વાએ જણાવ્યું હતું કે, ‘ઇલેક્રામા 2025 એ નવીનીકરણનું પાવરહાઉસ છે, જ્યાં અત્યાધુનિક ઇલેક્ટ્રિકલ ઉકેલો રજૂ કરવામાં આવે છે અને વિચારોનું આદાનપ્રદાન થાય છે. વિમેન્સ કૉન્ક્લેવમાં હાજર રહીને ખૂબ જ પેશનેટ, સમાન વિચારધારા ધરાવતી સ્ત્રીઓને ઊર્જા પરિવર્તનને આગળ વધારતી જોવી એ ખરેખર પ્રેરણાદાયી છે અને ઇન્ડસ્ટ્રીમાં વૈવિધ્યતાને પ્રોત્સાહન આપવાથી તે આગળ જતાં પરિવર્તનના માર્ગને વધુ સુગમ બનાવશે. ભવિષ્ય નિર્વિવાદપણે ઉજ્જવળ છે અને ભારત આ ક્રાંતિનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.’

વિમેન ઇન પાવર કૉન્ક્લેવમાં હાજર રહેલા ઉત્તર પ્રદેશના કમિશનર ઑફ પોલીસ સુશ્રી લક્ષ્મી સિંહે નેતૃત્વમાં મહિલાઓની ભૂમિકા અને પ્રગતિને આગળ વધારવામાં સમાવેશીતાની શક્તિ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘ઇલેક્રામા 2025ની 16મી આવૃત્તિમાં મહિલા ઉદ્યોગસાહસિકોની વધતી જઈ રહેલી સંખ્યા ખરેખર પ્રેરણાદાયી છે. પરંપરાગત રીતે પુરુષોનું પ્રભુત્વ ધરાવતા આ ઉદ્યોગમાં તેમની સ્થિતિસ્થાપકતા, દ્રઢ નિર્ધારઅને પોતાનામાં રહેલી તેમની અડગ શ્રદ્ધા જ સાચું પરિવર્તન લાવી રહ્યાં છે. ઊર્જા ક્ષેત્રમાં નેતૃત્વ કરવા માટે વિઝન અને દ્રઢતા બંને હોવા જરૂરી છે અને આ સ્ત્રીઓ તેનું જ્વલંત ઉદાહરણ છે. આજે અહીં ઉપસ્થિત રહેલી 100+સ્ત્રીઓને મારી સલામ – તમારી વિકાસયાત્રા આ ઉદ્યોગનું ભવિષ્ય ઘડી રહી છે.’ 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડના બૉર્ડના સભ્ય, ડિરેક્ટર (ઇન્ડસ્ટ્રિયલ સિસ્ટમ્સ અને પ્રોડક્ટ્સ) તથા ડિરેક્ટર (ઈ, આર એન્ડ ડી) સુશ્રી બાની વર્માએ જણાવ્યું હતું કે, ‘IEEMAના વિમેન ઇન પાવર ચેપ્ટર જેવા પ્લેટફૉર્મ નેટવર્કિંગને પ્રોત્સાહન આપીને તથા ઊર્જા ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ માટે માર્ગદર્શનની તકો પૂરી પાડીને અદભૂત સેવા આપી રહ્યાં છે. નેતૃત્વની ભૂમિકામાં ખૂબ ઓછી સ્ત્રીઓ રહેલી હોવાથી એકબીજાની સાથે જોડાવા, પોતાના અનુભવોનું આદાનપ્રદાન કરવા અને માર્ગદર્શકોને શોધવા માટેની કોઈ જગ્યા મળવી એ ખરેખર ખૂબ જ અમૂલ્ય બાબત છે. આ પ્રકારના પ્લેટફૉર્મ્સ ફક્ત ચર્ચા-વિચારણા કરવા માટે નથી પરંતુ તે પરિવર્તન લાવવાના, આગળ વધવા માટે યુવાન સ્ત્રીઓનું સશક્તિકરણ કરવાના, તકો ઝડપી લેવા અને આ ઉદ્યોગના ભવિષ્યનું ઘડતર કરવાના ઉત્પ્રેરક છે.’

આ કાર્યક્રમમાં હાંસલ કરવામાં આવેલી સિદ્ધિઓ અને સીમાચિહ્નોને બિરદાવવા માટે ઇલેક્રામા 2025એ પ્રતિષ્ઠિત એવોર્ડ ડિસ્ટ્રિબ્યુશન એન્ડ એક્ઝિબિટર્સ નાઇટનું આયોજન કર્યું હતું, જેમાં નવીનીકરણ અને ઇન્ડસ્ટ્રીમાં નેતૃત્વ કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ખ્યાતનામ પ્લેબેક સિંગર શાનનું રોમાંચક સંગીતમય પર્ફોમન્સ આ ઉજવણીને એક નવા જ સ્તરે લઈ ગયું હતું, તેમના પર્ફોમન્સને જોઇને દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયાં હતાં.

Related posts

ઇન્ડિયન બેંકે કમર્શિયલ વ્હિકલ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઓફર કરવા ટાટા મોટર્સ સાથે એમઓયુ કર્યું

amdavadpost_editor

અખંડ અને આખંડ રામકથાની સામે વૈકુંઠ પણ તુચ્છ છે

amdavadpost_editor

તલગાજરડાની આસપાસ 10 હજાર વૃક્ષો વાવીને તેનો ઉછેર કરાશે

amdavadpost_editor

Leave a Comment