હવે અબુ ધાબી ભારતમાં ત્રણ મેટ્રો શહેરો સાથે જોડાયું
અમદાવાદ ૩૦ નવેમ્બર ૨૦૨૪: ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી એરલાઇન આકાસા એરે 1 માર્ચ 2025થી બેંગલુરુ અને અમદાવાદ સાથે અબુ ધાબીને જોડતી ડેઇલી ડાયરેક્ટ ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવો શરૂ કરાયેલો રૂટ જુલાઈ 2024માં શરૂ કરવામાં આવેલી મુંબઇ અને અબુ ધાબી વચ્ચેની ડેઇલી સર્વિસને પૂરક બની રહેશે અને યુનાઇટેડ આરબ અમિરાટ્સમાં એરલાઇનની હાજરી વધુ મજબૂત બનાવશે. ફ્લાઇટ્સ માટેના બૂકિંગ્સ આકાસા એરની વેબસાઇટ www.akasaair.com, એન્ડ્રોઇડ અને iOS એપ ઉપર તથા બહુવિધ અગ્રણી OTS મારફતે ખુલ્લી મુકવામાં આવી છે.
ભારત સાથે ભૌગોલિક સામિપ્ય, સંસ્કૃતિ અને જીવનમાં પ્રાપ્ત થતાં અવિસ્મરણીય અનુભવના કારણે અબુ ધાબી પ્રવાસ માટેનું એક અગ્રગણ્ય બજાર બનીને ઉભરી આવ્યું છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ આકાસાના મુંબઇ-અબુ ધાબી રૂટને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અને બે મહત્ત્વપૂર્ણ શહેરો – બેંગલુરુ અને અમદાવાદ સહિત દેશના તમામ ક્ષેત્રોમાંથી UAEના પ્રવાસ માટે ઉત્તરોત્તર વધી રહેલી માંગને આભારી છે.
કો-ફાઉન્ડર અને ચીફ કોમર્શિયલ ઓફિસર પ્રવીણ ઐયરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “અમે ભારતના બે મહત્ત્વપૂર્ણ શહેરો – બેંગલુરુ અને અમદાવાદ સાથે અબુ ધાબીની ડેઇલી ડાયરેક્ટ ફ્લાઇટ્સનો ઉમેરો કરીને અમારા UAE નેટવર્કને વધુ મજબૂત બનાવતાં ખૂબ જ રોમાંચની લાગણી અનુભવીએ છીએ. આ વિસ્તરણ સમગ્ર દેશના વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય એર કનેક્ટિવિટીનો ઉમેરી કરીને મોટી સંખ્યામાં ભારતીયો માટે એર ટ્રાવેલ ઉપલબ્ધ બનાવવાના અમારા ઇરાદા સાથે સુસંગત છે. આ વધારવામાં આવેલી કનેક્ટિવિટી અમને બંને દેશો વચ્ચે વેપાર, પ્રવાસ અને આર્થિક પ્રવૃત્તિની વધી રહેલી ગતિને વધુ તેજ બનાવવામાં મદદરૂપ સાબિત થશે.”
તેમણે ઉમેર્યું હતું કે, “અમને તે જાણીને આનંદ થાય છે કે આકાસા હવે રોજિંદા પ્રવાસીઓની સૌથી પસંદગીની એરલાઇન બની રહી છે અને અમે જ્યારે સમગ્ર વિશ્વમાં અમારો વ્યાપ વિસ્તારી રહ્યાં છે ત્યારે અમે વિશ્વસનીય અને સૌને પરવડે તેવી સેવાઓ પૂરી પાડવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.”
આકાસા એરે સમાવેશી, સુગમ અને આરામદાયક ઉડ્ડયન અનુભવ સુનિશ્ચિત કરવા માટે બહુવિધ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ અને વિશિષ્ટ સેવાઓ રજૂ કરી છે. તેની બ્રાન્ડ-ન્યૂ ફ્લીટ આરામદાયક લેગરૂમ અને સગવડોથી સજ્જ છે અને મોટાભાગના એરક્રાફ્ટમાં USB પોર્ટ્સની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે, જે મુસાફરોને મુસાફરી કરતી વખતે તેમના ગેજેટ્સ અને ડિવાઇસ ચાર્જ કરવાની સુવિધા આપે છે. એરલાઇનની ઓનબોર્ડ મીલ સર્વિસ કેફે આકાસા ફેસ્ટિવ મેનુ સહિત હેલ્ધી અને સ્વાદિષ્ટ વ્યંજનો ઉપલબ્ધ કરાવે છે. માત્ર આટલું જ નહીં, ગ્રાહકોને મુસાફરી દરમિયાન ઊચ્ચ ગુણવત્તાયુક્ત પીણાઓનો આનંદ મેળવી શકે તે માટે કોમ્બુચા જેવા ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ઓપ્શન્સ પૂરા પાડે છે. જે મુસાફરો અબુ ધાબીને વધુ નજીકથી જાણવા માંગે છે તે આકાસા હોલીડે સાથે તેમના પ્રવાસનું આયોજન કરી શકે છે, જે એફોર્ડેબલ કિંમતોએ વિશિષ્ટ તૈયાર કરેલું અને સર્વ-સમાવેશી હોલીડે પેકેજિસ ઉપલબ્ધ કરે છે. આકાસા દ્વારા સ્કાયસ્કોર ઑનબોર્ડ તમામ મહત્ત્વપૂર્ણ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સના લાઇવ સ્કોર પૂરા પાડે છે અને એરલાઇનનો ક્વાઇટ ફ્લાઇટ્સ અનુભવ વહેલી સવારે અને મોડી રાત્રીની ફ્લાઇટ્સમાં આરામદાયક અને વિક્ષેપરહિત ઇનફ્લાઇટ પ્રવાસનો અનુભવ ઉપલબ્ધ કરાવે છે. આ ઉપરાંત, પ્રવાસને સમાવેશી બનાવવાના પ્રયાસના ભાગરૂપે આકાસા એરે દ્રષ્ટીની ખામી ધરાવતાં વ્યક્તિઓ માટે બ્રેઇલ લિપીમાં સેફ્ટી ઇન્સ્ટ્રક્શન કાર્ડ અને ઓનબોર્ડ મેનુ કાર્ડ રજૂ કર્યા છે.
આકાસા એરની સાતત્યપૂર્ણ ઓન-ટાઇમ લીડરશિપ, કાર્યલક્ષી કાર્યક્ષમતા અને ગ્રાહકો તરફથી પ્રાપ્ત થયેલા અત્યંત સકારાત્મક પ્રતિભાવે તેને ભારતમાં સૌથી પસંદગીની એરલાઇન કંપની બનાવી છે, પોતાના પ્રારંભથી ઓગસ્ટ, 2022 સુધી 13 મિલિયનથી વધારે મુસાફરોને સેવાઓ આપી છે. આકાસા એર વર્તમાનમાં મુંબઇ, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઇ, કોચી, દિલ્હી, ગુવાહાટી, અગરતાલા, પૂણે, લખનઉ, ગોવા, હૈદરાબાદ, વારાણસી, બગડોગરા, ભુવનેશ્વર, કોલકાતા, પોર્ટ બ્લેર, અયોધ્યા, ગ્વાલિયર, શ્રીનગર, પ્રયાગરાજ, ગોરખપુર, દોહા (કતાર), જેદ્દાહ, રિયાદ (કિંગ્ડમ ઓફ સાઉદી અરેબિયા), અબુ ધાબી (UAE) અને કુવૈત સિટી (કુવૈત) સહિત 22 ડોમેસ્ટિક અને પાંચ આંતરરાષ્ટ્રીય શહેરોને જોડે છે.
ફ્લાઇટ શિડ્યુઅલ*:
ફ્લાઇટ નંબર | પ્રસ્થાન | ઉપડવાનો સમય | ગંતવ્ય સ્થાન | આગમન સમય | શરૂ થવાની તારીખ | દિવસો | નોનસ્ટોપ |
QP 578 | બેંગલુરુ | 10:00hrs | અબુધાબી | 12:35hrs | 1 માર્ચ, 2025 | ડેઇલી | નોન-સ્ટોપ |
QP 577 | અબુધાબી | 03:00hrs | બેંગલુરુ | 08:45hrs | 2 માર્ચ, 2025 | ડેઇલી | નોન-સ્ટોપ |
QP 580 | અમદાવાદ | 22:45hrs | અબુધાબી | 01:00hrs | 1 માર્ચ, 2025 | ડેઇલી | નોન-સ્ટોપ |
QP 579 | અબુધાબી | 14:50hrs | અમદાવાદ | 19:25 hrs | 1 માર્ચ, 2025 | ડેઇલી | નોન-સ્ટોપ |
*તમામ સમય સ્થાનિક સમય મુજબ છે.