વર્ષે દર વર્ષે, એમેઝોનના ગ્રાહકો પ્રાઇમ મેમ્બરશીપ મેળવીને મોટી બચત કરી રહ્યા છે. હકીકતમાં, વર્ષ 2024માં પ્રાઇમ સભ્યોને સૌથી ઝડપી ડિલિવરીના સમયથી લાભ પ્રાપ્ત થયો છે અને તેમણે અત્યાર સુધી સૌથી વધુ બચત કરી છે.
ઝડપી ડિલિવરી અને મોટી બચત!
એમેઝોન ઈન્ડિયાએ વર્ષ 2024માં પ્રાઇમ સભ્યો માટે અત્યાર સુધીની સૌથી ઝડપી ગતિએ ડિલિવરી કરી હતી અને 41 કરોડથી પણ વધુની ચીજવસ્તુઓ એ જ દિવસે (સેમ ડે) કે આગામી દિવસે (નેક્સ્ટ ડે) ડિલિવર કરી હતી. અને માત્ર ગ્રાહકો સમયની જ બચત નથી કરી રહ્યા, પરંતુ પ્રાઇમ સભ્યોએ પાછલા વર્ષે ઝડપી, ફ્રી ડિલિવરી પર સરેરાશ રૂ. 3300થી પણ વધુની બચત કરી હતી, જે વાર્ષિક પ્રાઇમ મેમ્બરશીપના ખર્ચ કરતા બે ગણાથી પણ વધુ છે. વૈશ્વિક સ્તરે એમેઝોન પ્રાઇમે પાછલા વર્ષમાં વિશ્વભરમાં 9 અબજથી પણ વધુના યુનિટ્સ એ જ દિવસે અથવા આગામી દિવસે ડિલિવર કર્યા હતા અને વિશ્વભરના સભ્યોએ ઝડપી, ફ્રી ડિલિવરી પર લગભગ 95 અબજ ડોલરની બચત કરી હતી.
ગ્રાહકો માટે મોટી પસંદગીની સાથે ઝડપ પણ મહત્ત્વપૂર્ણ છે એ સમજીને એમેઝોને સતત લોજિસ્ટિક્સ અને ડિલિવરી સક્ષમતાઓમાં રોકાણ કર્યું છે. સૌથી ઝડપી ગતિથી વસ્તુઓની મોટી પસંદગી ડિલિવર કરવા માટે એમેઝોન પ્રાઇમે વર્ષ 2024માં સમાન દિવસે ડિલિવરી/આગામી દિવસે ડિલિવરી હેઠળ સેવા આપતા પિન કોડની સંખ્યામાં 11%થી પણ વધુનો વધારો નોંધાવ્યો છે, જે ભારતભરનાં શહેરો અને નગરોમાં વધુને વધુ ગ્રાહકોને પ્રાઇમના લાભ સુધીની પહોંચ મળી રહી છે. અને માત્ર આટલું જ નથી, સબ-સેમ ડે ડિલિવરીની સાથે પ્રાઇમ સભ્યો Amazon.in પર 20 હજારથી પણ વધુ બેસ્ટસેલિંગ ચીજવસ્તુઓની પસંદગી ધરાવે છે, જેમને માત્ર 4 કલાકની અંદર ડિલિવર કરવામાં આવી શકે છે.
એમેઝોન પ્રાઇમ, સ્પીડ એન્ડ ફુલફિલમેન્ટ એક્સ્પિરિઅન્સ, ઈન્ડિયાના નિર્દેશક અને વડા અક્ષય સાહીએ જણાવ્યું હતું કે “અમારા ગ્રાહકો અમારા કાર્યનાં કેન્દ્રમાં છે, અને એ જાણીને ઘણું સારું લાગે છે કે અમે માત્ર તેમના ખરીદીનાં મૂલ્યમાં ઉમેરો જ નથી કર્યો, પરંતુ તેમને બચત કરવામાં પણ સહાય કરી છે.”“અમે પ્રાઇમ અનુભવને સતત વધુ સારો બનાવવા અને એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે અમારા સભ્યોની જરૂરિયાત અનુસાર તેમને જેની પણ જરૂર હોય, જ્યારે પણ જરૂર હોય ત્યારે તે ચીજવસ્તુ મેળવે, તેની સાથે સાથે તેઓ ખરીદી, મનોરંજન અને અન્ય બાબતોનો પણ લાભ મેળવે.”
રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની વ્યાપક પસંદગી, પહેલા કરતા વધુ ઝડપી !
એમેઝોન પ્રાઇમ, એમેઝોન ફ્રેશ મારફતે દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓની વધુ ડિલિવરી કરી રહી છે, જેમાં કરિયાણું, પાલતુ પ્રાણી, સૌંદર્ય, સ્વાસ્થ્ય સેવાની ચીજવસ્તુઓ, બેબી પ્રોડક્ટ્સ, સફાઇની ચીજવસ્તુઓ અને ઓફિસ સપ્લાય સહિતની બજેટને અનુકૂળ કિંમતો પર આવશ્યક ચીજવસ્તુઓનીને પસંદગી છે, જેને 2 કલાકના બ્લોકમાં અને 4 કલાકથી પણ ઓછા સમયમાં ડિલિવર કરી શકાય છે. વર્ષ 2024માં ભારતમાં રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની પસંદગીમાંથી લગભગ 20 કરોડ ચીજવસ્તુઓ એ જ દિવસે અથવા આગામી દિવસે ડિલિવર કરવામાં આવી હતી, જે વાર્ષિક ધોરણે લગભગ 23%નો વધારો દર્શાવે છે. આની સાથે 20 હજાર ચીજવસ્તુઓ ડિલિવર કરવામાં આવી હતી, 10 લાખ ચીજવસ્તુઓ એ જ દિવસે અને 40 લાખ વસ્તુઓ આગામી દિવસે ડિલિવર કરવામાં આવી હતી, એમેઝોન પ્રાઇમ ગ્રાહકોને તેમની ઇચ્છા અને જરૂરિયાત પ્રમાણે તેમની પસંદગી અને ઝડપની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રાથમિકતા આપે છે.
પ્રાઇમ સભ્યો શું ખરીદી રહ્યા છે ?
ભારતમાં પ્રાઇમ સભ્યો માટે, તાજા ફળ અને શાકભાજી, નાસ્તા અને મિઠાઇ, સૌંદર્ય ઉત્પાદો, મોબાઇલ ફોન, હોમ ડેકોર અને ફેશન, એ જ દિવસે અથવા આગામી દિવસે ડિલિવરી માટે સૌથી પસંદગીની કેટેગરીઝ છે. બેંગલોર, દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને પુણેમાં પ્રાઇમ સભ્યો એ જ દિવસે ડિલિવરી હેઠળ સૌથી વધુ ઓર્ડર કરવામાં આવતી ચીજવસ્તુઓ તરીકે “તાજી ડુંગળી”ને પ્રાથમિકતા આપે છે. અને ચેન્નઇ અને કોલકાતામાં અનુક્રમે “ફોર્ચ્યુન સનલાઇટ રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ” અને “ફોર્ચ્યુન પ્રિમિયમ કચ્ચી ઘાની પ્યોર મસ્ટર્ડ ઓઇલ”નો ઓર્ડર કરવામાં આવ્યો હતો. હૈદરાબાદમાં પ્રાઇમ સભ્યોએ વર્ષ 2024માં એ જ દિવસે ડિલિવરી હેઠળ ઓર્ડર કરવામાં આવેલી તેમની સૌથી પસંદગીની ચીજવસ્તુ તરીકે “તાજી કાકડી” સાથે ઠંડક મેળવી હતી.
પ્રાઇમ મેમ્બરશીપમાં મૂલ્યનો ઉમેરો
એમેઝોન ઈન્ડિયા ભારતભરમાં ગ્રાહકો માટે ઝડપી, વિશ્વસનીય અને સુવિધાજનક ડિલિવરી માટે સતત મોટી પસંદગીને સક્ષમ બનાવવા માટે નવીનીકરણ કરવાનું જારી રાખે છે. વર્ષ 2014માં ભારતમાં આગામી દિવસે ડિલિવરી ડિલિવરીની શરૂઆત કરવાથી લઈને વર્ષ 2017માં સમાન દિવસે ડિલિવરી શરૂ કરવા સુધી, પ્રાઇમે ગ્રાહકોને ખરીદવી ગમે એવી ચીજવસ્તુઓની વ્યાપક પસંદગી ઓફર કરીને અને તેઓ તેમને ઝડપથી પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત કરીને ગ્રાહકોનાં જીવનને સરળ બનાવ્યું છે. પ્રાઇમે પાછલા કેટલાક વર્ષોમાં બચત, સુવિધા અને મનોરંજનને એક જ સભ્યતામાં સામેલ કરીને પ્રગતિ કરી છે. પ્રાઇમ સભ્યો પ્રાઇમ ડે અને એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ જેવા શોપિંગ ઇવેન્ટ્સ દરમિયાન ખાસ ડીલ અને વિશેષ વહેલા એક્સેસનો લાભ મેળવે છે તેમ જ પ્રાઇમ વિડિયોની સાથે એવોર્ડ વિનિંગ મનોરંજન, એમેઝોન મ્યુઝિકની સાથે લાખો ગીતો અને ટોપ પોડકાસ્ટ સુધી અમર્યાદિત એડ-ફ્રી એક્સેસ, પ્રાઇમ ગેમિંગની સાથે ગેમ અને વાંચવા માટે ઇ-બુક્સ અને મેગેઝિનની વિસ્તૃત્ત પસંદગી સુધીનો એક્સેસ મેળવે છે. સભ્યોને એમેઝોન પર એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 5% કેશબેક પણ મળે છે અને સેંકડો એમેઝોન પે પાર્ટનર મર્ચન્ટ પર ચુકવણી કરવા પર અમર્યાદિત 2% રિવોર્ડ પોઇન્ટ પણ મળે છે.
પ્રાઇમ માટે સાઇન અપ કેવી રીતે કરવું
પ્રાઇમ એમેઝોન દ્વારા આપવામાં આવતી તમામ સારી સુવિધાઓનો લાભ ઉઠાવે છે અને તે સભ્યોને આ બધુ એક વ્યાજબી સભ્યતામાં જ ઝડપી, ફ્રી ડિલિવરી, બચત, સુવિધા અને મનોરંજન આપે છે. ભારતમાં કોઇ પણ વ્યક્તિ પ્રાઇમમાં સામેલ થઈ શકે છે, રૂ. 1,400ની વાર્ષિક પ્રાઇમ સભ્યતાની સાથે – જેમાં સંપૂર્ણ ખરીદી અને મનોરંજન પ્રાઇમના લાભ મળે છે; રૂ. 700માં પ્રાઇમ લાઇટ – જેમાં સંપૂર્ણ ખરીદીના લાભ અને મર્યાદિત પ્રાઇમ વિડિયો લાભ અથવા રૂ. 299 પર પ્રાઇમ શોપિંગ એડિશન – જેને માત્ર ખરીદી અને ખરીદીના લાભ મેળવવા માગતા હોય માત્ર એવા જ ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવી છે અને તેમાં પ્રાઇમ વિડિયો અથવા એમેઝોન મ્યુઝિક જેવા કોઇ ડિજિટલ કે મનોરંજન લાભ સામેલ નથી.
એટલા માટે જ, શેની રાહ જોઇ રહ્યા છો ? આજે જ પ્રાઇમ માટે સાઇન અપ કરો અને પોતાની પ્રાઇમ સભ્યતાની સાથે રોજે શ્રેષ્ઠ ખરીદી, મનોરંજન અને બચતનો આનંદ મેળવો !