Amdavad Post
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસશિક્ષણહેડલાઇન

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ દરમિયાન નથિંગ અને સીએમએફ પ્રોડક્ટ લાઇનઅપ પર 50% થી વધુ ડિસ્કાઉન્ટ સાથે નથિંગએ અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતની જાહેરાત કરી

  • નથીંગ ફોન (2a) અને નથીંગ ફોન (2a) પ્લસ અનુક્રમે ₹18,999 અને ₹23,999 ની સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ થશે.
  • સીએમએફ ફોન 1 અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે, એટલે કે ₹12,999 પર અને સીએમએફ વોચ પ્રો ₹2,499 ની સૌથી ઓછી કિંમતે ઓફર કરવામાં આવશે.
  • સીએમએફ બડ્સ પ્રો ₹2,499 માં, સીએમએફ બડ્સ પ્રો 2 ₹3,299 માં અને સીએમએફ નેકબેન્ડ પ્રો ₹1,699 ની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ હશે
  • નથિંગ ઇયર ₹7,999ની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ થશે અને નવું લોન્ચ થયેલું પાવર 100W ચાર્જર ₹3,499માં ઉપલબ્ધ થશે.

નવી દિલ્હી 23 સપ્ટેમ્બર 2024: લંડન સ્થિત કન્ઝ્યુમર ટેક બ્રાન્ડ અને H1 2024 માં 567% ની વૃદ્ધિ સાથે દેશમાં સૌથી ઝડપથી આગળ વધતી સ્માર્ટફોન બ્રાન્ડ, નથિંગએ, આગામી ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ દરમિયાન નથિંગ અને સીએમએફના અદભુત પ્રોડક્ટ્સ પર અકલ્પનીય ડિસ્કાઉન્ટની જાહેરાત કરી.

નથીંગ ફોન (2a):

નથીંગ ફોન (2a) ડાયમેન્સિટી 7200 પ્રો પ્રોસેસર અને 45W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5,000 mAh બેટરી સહીત 50 MP + 50 MP રીઅર કેમેરા, 32 MP ફ્રન્ટ કેમેરા અને 1,300 નિટ્સ પીક બ્રાઇટનેસ અને 120 Hz રિફ્રેશ રેટ સાથે 6.7” અમોલેડ ડિસ્પ્લે ધરાવે છે. એન્ડ્રોઇડ 14 સાથે નથીંગ OS 2.6 દ્વારા સમર્થિત આ ફોન ઉન્નત વિજેટ્સ અને AI ફીચર્સ પ્રદાન કરે છે. ફોન (2a) સૌથી વધુ વેચાયો હતો, જ્યાં લોન્ચિંગના દિવસે 60 મિનિટમાં 60 હાજર યુનિટ વેચાયા હતા. બિગ બિલિયન ડેઝ 2024 સેલ દરમિયાન, ફોન (2a) ₹18,999માં ઉપલબ્ધ થશે.

નથીંગ ફોન (2a) પ્લસ:

ફોન (2a) પ્લસ, મીડિયાટેક ડાઈમેન્સિટી 7350 પ્રો 5G પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જે ટ્રિપલ 50 MP કેમેરા સિસ્ટમ ધરાવે છે, જે નથિંગ સ્માર્ટફોનની શ્રેણીમાં આ વિશેષતા ધરાવતું પ્રથમ ફોન છે. અગાઉનું મોડલ અપગ્રેડ કરવામાં આવ્યું છે, જ્યાં ફ્રન્ટ કેમેરા દ્વારા હવે 30 FPS પર 4K વિડિયો કેપ્ચર કરી શકાશે. ત્રણેય સેન્સર ડાયરેક્ટ 50 MP ફોટો આઉટપુટ, HDR ફોટો કેપ્ચર અને 4K વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. ફોન (2a) પ્લસ 1300 નિટ્સ પીક બ્રાઇટનેસ અને 120 Hz રિફ્રેશ રેટ સાથે 6.7” FHD+ અમોલેડ ડિસ્પ્લે ધરાવે છે. તે બે દિવસ સુધી ચાલી શકે તેવી 50W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5,000 mAh બેટરી પણ ધરાવે છે. એન્ડ્રોઇડ 14 દ્વારા સમર્થિત આ ફોન ત્રણ વર્ષનાં સોફ્ટવેર અપડેટ્સ અને ચાર વર્ષનાં સેક્યુરીટી અપડેટ્સનું વચન આપે છે. બે મેટાલિક કલરવેમાં ઉપલબ્ધ, ફોન (2a) પ્લસ બિગ બિલિયન ડેઝ દરમિયાન ₹23,999માં ઉપલબ્ધ હશે.

સીએમએફ ફોન 1:

સીએમએફ ફોન 1 મીડિયાટેક ડાયમેન્સિટી 7300 5G પ્રોસેસર ધરાવે છે, જે ઝડપી, કાર્યક્ષમ પાવર પ્રદાન કરવા માટે નથીંગ સાથે સહ-સ્થાપિત કરવામાં આવેલ છે. તે બે દિવસ સુધીના ઉપયોગ માટે 5,000 mAh બેટરી, રેમ બૂસ્ટર સાથે 16 GB RAM સુધી અને 50 MP સોની રીઅર કેમેરા અને 16 MP ફ્રન્ટ કેમેરા સાથે હાઈ-પ્રદર્શન કેમેરા સિસ્ટમ ધરાવે છે. 120 Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચ સુપર અમોલેડ ડિસ્પ્લે સ્પષ્ટ, અદભુત વિઝ્યુઅલ્સની ખાતરી આપે છે. સીએમએફ ફોન 1 એક અદભુત ડિઝાઇન ધરાવે છે જે યુઝર્સને તેમના વ્યક્તિત્વને વિવિધ રંગો, સામગ્રી અને ફિનિશિંગના અડલી-બદલી શકાય તેવા કવર દ્વારા વ્યક્ત કરવાની મંજૂરી આપે છે. એન્ડ્રોઇડ 14 અને નથીંગ OS 2.6 સાથે, ગ્રાહકો બિગ બિલિયન ડેઝ પર માત્ર ₹12,999 માં સીએમએફ ફોન 1 ખરીદી શકે છે.

સીએમએફ વોચ પ્રો:

સીએમએફ વોચ પ્રો એક અદભુત એલ્યુમિનિયમ એલોય ફ્રેમ અને એલ્યુમિનિયમ એલોય ફ્રેમ સહીત 1.96-ઇંચ અમોલેડ ડિસ્પ્લે અને ઉચ્ચ પ્રદર્શન માટે 58 fps રિફ્રેશ રેટ ધરાવે છે. તે બિલ્ટ-ઇન જીપીએસ, 110 સ્પોર્ટ મોડ્સ અને હાર્ટ રેટ અને બ્લડ ઓક્સિજન લેવલ સહિત હેલ્થ ટ્રેકિંગ માટે વિવિધ વિશેષતાઓ ધરાવે છે. આ વોચની બેટરી 13 દિવસ સુધી ચાલી શકે છે, અને તેનું IP68 રેટિંગ તેને વોટર-પ્રુફ રાખે છે. AI ટેક્નોલોજી તેના બિલ્ટ-ઇન માઇક્રોફોન અને સ્પીકર દ્વારા નોઇઝ રિડક્શન સાથે કોલ ક્લેરિટી વધારે છે. બિગ બિલિયન ડેઝ દરમિયાન સીએમએફ વોચ પ્રો, અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે, એટલે કે ₹2,499ની કિંમતે ઉપલબ્ધ થશે.

સીએમએફ બડ્સ પ્રો 2:

સીએમએફ બડ્સ પ્રો 2 એ ડ્યુઅલ ડ્રાઇવર્સ, LDAC™ ટેક્નોલોજી, હાઈ-રેસ ઓડિયો વાયરલેસ સર્ટિફિકેશન, 50 dB સ્માર્ટ એએનસી અને કસ્ટમાઇઝ કરી શકાય તેવા સ્માર્ટ ડાયલ સાથે અદભુત ઑડિયો અનુભવ માટે બનાવવામાં આવ્યા છે. સ્માર્ટ ડાયલની વિવિધ વિશેષતાઓમાં નેક્સટ સોન્ગ, પ્રિવિયસ, વોલ્યુમ અપ, વોલ્યુમ ડાઉન, વૉઇસ આસિસ્ટન્ટ અને નોઈઝ કેન્સલેશન મોડ્સ વચ્ચે સ્વિચિંગનો સમાવેશ થાય છે. હજુ પણ ઉન્નત અનુભવ મેળવવા માંગતા લોકો માટે, સ્પેશીયલ ઑડિયો ઇફેક્ટ શ્રોતાઓને થ્રિ-ડાઈમેંશનલ સાઉન્ડસ્કેપનો અનુભવ આપે છે. આ બડ્સ 43 કલાકની ફૂલ બેટરી લાઈફ અને 7 કલાકના પ્લેબેક માટે 10-મિનિટમાં ચાર્જ થઇ જાય છે. બિગ બિલિયન ડેઝ દરમિયાન, સીએમએફ બડ્સ પ્રો 2 ₹3,299ની ખાસ કિંમતે ઉપલબ્ધ થશે.

સીએમએફ બડ્સ પ્રો:

45 dB હાઈબ્રિડ એક્ટિવ નોઈઝ કેન્સલેશન સાથે, સીએમએફ બડ્સ પ્રો અસરકારક રીતે આસપાસના વિક્ષેપોને ઘટાડે છે, જેનાથી તે અવાજવાળા અને શાંત, બંને વાતાવરણ માટે યોગ્ય છે. ઇયરબડ્સ ઝડપી ચાર્જિંગની ક્ષમતા દ્વારા સમર્થિત કુલ 39 કલાક સુધીના પ્લેબેકની વિશેષતા ધરાવે છે.  નથિંગ એક્સ એપ્લિકેશન દ્વારા કસ્ટમાઇઝ કરી શકાય તેવી સાઉન્ડ પ્રોફાઇલ્સ સાથે સિક્સ એચડી માઇક્રોફોન્સ, કૉલની સ્પષ્ટતામાં સુધારો કરવાની સાથે સાંભળવાનો અદભુત અનુભવ આપે છે. તેનું IP54 રેટિંગ ધૂળ અને પાણી સામે રક્ષણ આપે છે, જેનાથી તે રોજિંદા ઉપયોગ માટે એક આદર્શ વિકલ્પ છે. બિગ બિલિયન ડેઝ દરમિયાન સીએમએફ બડ્સ પ્રો હવે ₹2,499 ની વિશેષ કિંમતે ઉપલબ્ધ થશે.

સીએમએફ નેકબેન્ડ પ્રો:

સીએમએફ નેકબેન્ડ પ્રોએ તેની શ્રેણીમાં પ્રથમ 50 dB હાઇબ્રિડ એએનસી રજૂ કર્યું, જે કોઈપણ વાતાવરણમાં એકદમ સ્પષ્ટ સાઉન્ડ ઓફર કરે છે. 300 લાખથી વધુ સાઉન્ડ સેમ્પલ સાથે ટેસ્ટ કરવામાં આવેલ એન્વાયર્નમેન્ટ એડેપ્ટિવ એએનસી અને AI નોઈઝ કેન્સલેશન એલ્ગોરિધમ સાથે, તેની કૉલ ક્લેરિટી અદભુત છે. લેઝર અને ફિટનેસ બંને માટે તૈયાર કરવામાં આવેલ આ નેકબેન્ડ ક્લિયર વોઈસ ટેક્નોલોજી સાથે 5 એચડી માઈક્સ અને સરળ નિયંત્રણ માટે 3-ઈન-1 સ્માર્ટ ડાયલ ધરાવે છે. પાણી, પરસેવો અને ધૂળ સામે પ્રતિકાર માટે IP55 રેટિંગ સાથે, તે રોજિંદા ઉપયોગ માટે યોગ્ય છે. 10-મિનિટના ચાર્જ કરવા પર નેકબેન્ડ પ્રો 37 કલાકનું પ્લેબેક અથવા 18 કલાક માટે ઉપયોગ કરી શકાય છે. નેકબેન્ડ પ્રો ખરીદવા માંગતા ગ્રાહકો તેને ₹1,699ની વિશેષ કિંમતે ખરીદી શકે છે.

નથીંગ ઈયર:

સ્પષ્ટ સાઉન્ડ અને એડવાન્સ્ડ સ્માર્ટ એએનસી નોઇઝ-કેન્સલિંગ માટે નથીંગ સિરામિક ડાયાફ્રેમ સાથે કસ્ટમ 11 mm ડાયનેમિક ડ્રાઇવર ધરાવે છે અને કેસ સાથે 40.5 કલાક અને સિંગલ ચાર્જ પર 8.5 કલાક સુધી ચાલે છે. તે વાયરલેસ ચાર્જિંગની સુવિધા ધરાવે છે અને સીમલેસ AI ઈન્ટરેક્શન માટે ChatGPT સાથે એકીકૃત કરવામાં આવેલ છે. બિગ બિલિયન ડેઝ દરમિયાન નથિંગ ઇયર ₹7,999ની ખાસ કિંમતે ઉપલબ્ધ થશે. 

પાવર 100W ચાર્જર:

26મી સપ્ટેમ્બરે ₹3,499ના ડિસ્કાઉન્ટેડ ભાવે લોન્ચ થનાર પાવર 100W GaN ફાસ્ટ ચાર્જર શક્તિશાળી 100W આઉટપુટ આપે છે, જે કોમ્પેક્ટ અને લાઇટવેઇટ રહે છે અને નિયમિત ચાર્જર કરતાં 40% નાનું પણ છે. આ ચાર્જર દ્વારા તમે વ્યાપક કમ્પેટિબિલિટી સાથે એકસાથે 3 ઉપકરણો ચાર્જ કરી શકો છો, જેમાં તમે USB-C પોર્ટ અથવા USB-C અને USB-A પોર્ટના સંયોજનનો ઉપયોગ કરી શકો છો. ચાર્જર 9 અદ્યતન સલામતી પદ્ધતિઓ છે – જેમાં ઓવરકરન્ટ, ઓવરવોલ્ટેજ, શોર્ટ સર્કિટ અને વધુ સામે રક્ષણનો સમાવેશ થાય છે.

ફ્લિપકાર્ટ પ્લસના સભ્યો માટે આ ડીલ્સ  સપ્ટેમ્બર 26, 2024થી અને તમામ ગ્રાહકો માટે 27 સપ્ટેમ્બર, 2024થી ઉપલબ્ધ થશે.

 

પ્રોડક્ટ બિગ બિલિયન ડે ની કિંમત
નથીંગ ફોન (2a) ₹18,999
નથીંગ ફોન (2a) પ્લસ ₹23,999
સીએમએફ ફોન 1 ₹12,999
સીએમએફ નેકબેન્ડ પ્રો ₹1,699
સીએમએફ વોચ પ્રો ₹2,499
સીએમએફ બડ્સ પ્રો ₹2,499
સીએમએફ બડ્સ પ્રો 2 ₹3,299
નથીંગ ઈયર ₹7,999
પાવર 100W ચાર્જર ₹3,499

આ તમામ કિંમતો ફોન પર સંપૂર્ણ ડિસ્કાઉન્ટ અને ઑફર્સ દર્શાવે છે. ઑડિયો પ્રોડક્ટ્સ, સ્માર્ટ વૉચ અને ચાર્જર પર વધારાની ઑફર્સ આપવામાં આવી શકે છે.

Related posts

રિબેલ ઈન્ડિયા પ્રોડક્શન્સ અને શ્રી રાકેશ જે. શાહ દ્વારા ગૌરવપૂર્વક આયોજિત મિસ અને મિસિસ કોસમોસ ગુજરાતના ઓડિશનમાં આપનું સ્વાગત છે.

amdavadpost_editor

#TravelWithLimca તમારા શહેરની રોમાંચક શોધ પર

amdavadpost_editor

પ્રવીણ હિંગોનિયા ની ફિલ્મ ‘નવરસ કથા કોલાજ’ ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ દેશભરના થિયેટરોમાં રિલીઝ થશે

amdavadpost_editor

Leave a Comment