જો તમે પણ અમદાવાદ એસ જી રોડ ખાતેના છારોડી ગામની ટી.પી. 36 માં ફાઇનલ પ્લોટ નંબર 20 જમીન સર્વે નંબર 20 વાળી જગ્યામાં આર્કેડીયા ગ્રુપની સ્કીમમાં રોકાણ કર્યું છે તો આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ ઉપરોક્ત વિગતવાળી જમીન પર છેલ્લા ઘણા સમયથી આર્કેડિયા ગ્રુપના ભાગીદાર ધર્મેશ પટેલ તથા એફ સી પટેલ દ્વારા બોર્ડ લગાવી કામ ચલાઉ ધોરણે બુકીંગ ઓફિસ શરુ કરાઈ હતી અને પ્રોપર્ટી બુકીંગ પણ કરવાનું શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈ અગમ્ય કારણોસર હવે આ બેનરો હટાવી લેવામાં આવ્યા છે અને કામ ચલાઉ ઓફિસ પણ બંધ કરી દેવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ આ જમીન ઉપર અંદાજિત 700 કરોડ જેટલી રકમનો પ્રોજેક્ટ આકાર લેવાનો હતો જેના પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે પણ પ્લાન પાસ નથી કરાયા અને રેરા વિભાગમાં પણ રજીસ્ટ્રેશન કરાયેલ ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ આ જગ્યાના મૂળ માલિક પિયુષ અગ્રવાલ છે અને કબ્જેદાર કાળુજી ઠાકોર છે અને આ જગ્યા વિવાદિત હોવા છતાં આર્કેડીયા ગ્રુપ ના માલિક ધર્મેશ પટેલ દ્વારા અહીં સ્કીમ ની જાહેરાત કરવામાં આવી છે.
જો આપ પણ અહીં શો રૂમ કે ઓફિસ બુક કરાવવા જાવ છો તો બધું બરાબર ચેક કરી લેજો નહીતો તમારા રૂપિયા ધૂળ ના થઇ જાય.
જો આ બાબત ને લઇ “રેરા” વિભાગ, IT વિભાગ, GST વિભાગ અને ED વિભાગ ખાનગી રાહે આર્કેડીયા બિલ્ડરના ધર્મેશ પટેલની તપાસ કરવામાં આવે તો ધર્મેશ પટેલના ત્યાંથી અનેક બેનામી વ્યવહારો પકડાવવાની સંભાવનાઓ રહેલી છે. ખાનગી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ થોડા સમયમાં જ બિલ્ડર ધર્મેશ ઉપર કાયદાકીય કાર્યવાહી પણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે.