Amdavad Post
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

ઓક્સિલોએ શિક્ષણ સંસ્થાઓ માટે ‘ડાયરેક્ટ ફંડિંગ’ યોજનાની જાહેરાત કરી

  • સુવિધાના વિકાસ માટે નાણાંકીય જરૂરિયાતો પૂરી પાડવા માટે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને સહાય કરવી
  • શાળાના માલિકો/મેનેજમેન્ટ વિવિધ લોન ઉત્પાદનોની સીધી એક્સેસ માટે ઓક્સિલો વેબસાઇટ પર લોગ ઇન કરી શકે છે
  • ઓક્સિલો ફિનસર્વે જાહેરાત કરી છે કે તે વચેટિયાઓને સામેલ કર્યા વિના સીધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે નાણાં મેળવવા માંગતી સંસ્થાઓને પ્રોસેસિંગ ફી પર 25% ડિસ્કાઉન્ટ આપશે.

અમદાવાદ 06 ડિસેમ્બર 2024: ઓક્સિલો ફિનસર્વના એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનલ લોન (EIL) બિઝનેસ સેગમેન્ટે જાહેરાત કરી છે કે તેમણે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને સુવિધા વિકાસ માટેની નાણાંકીય જરૂરિયાતો માટે સીધા સંપર્ક કરવા માટે ‘ડાયરેક્ટ ફંડિંગ’ યોજના શરૂ કરી છે.

ઓક્સિલો ફિનસર્વ પ્રાઈવેટ લિમિટેડે ‘ડાયરેક્ટ ફંડિંગ’ યોજના હેઠળ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પ્રોસેસિંગ ફી પર 25% ડિસ્કાઉન્ટ ઓફર કરવાનો નિર્ણય કર્યો છે. આ ડિસ્કાઉન્ટ તે સંસ્થાઓ માટે ઉપલબ્ધ છે, જે સીધા તેમની વેબસાઇટ, www.auxilo.com, મારફતે સંપર્ક કરે છે. આ ઓફર સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે.

“શાળાઓ અને કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓને તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા અને અપગ્રેડ કરવા, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અપનાવવા અને અનુકૂળ શિક્ષણ વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે નાણાંકીય સહાયની જરૂર હોય છે. અમે ભારતભરની શાળાઓ સાથે ભાગીદારી કરવા બદલ ગર્વ અનુભવીએ છીએ, અને તેમને અત્યાધુનિક શિક્ષણ સુવિધાઓનું નિર્માણ કરવામાં મદદ કરવા માટે નાણાકીય સંસાધનો પ્રદાન કરીએ છીએ .” નીરજ સક્સેના, એમ.ડી. અને મુખ્ય કાર્યકારી અધિકારી, ઓક્સિલો ફિનસર્વ.

ઓક્સિલો EIL બિઝનેસ સેગમેન્ટ પ્લે/પ્રિ-સ્કૂલ્સ, K-12 સ્કૂલ્સ, બોર્ડિંગ સ્કૂલ્સ, કોલેજો, યુનિવર્સિટીઓ, વોકેશનલ કોલેજો અને કૌશલ્ય-આધારિત તાલીમ અને કોચિંગ સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી શૈક્ષણિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે.

નવી શિક્ષણ નીતિ 2020 ની રજૂઆત સાથે, શાળાઓએ વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસની તકો પૂરી પાડવા માટે અન્ય આવશ્યકતાઓની સાથે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રયોગશાળાઓ, પુસ્તકાલયો, સ્વચ્છતા અને રમતગમત ક્ષમતાઓને સમાવવા માટે તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાની જરૂર છે. ઓક્સિલો બચપન એકેડેમિક હાઈસ્કૂલ, હૈદરાબાદ, લિટલ ટ્યૂલિપ્સ હાઈસ્કૂલ, હૈદરાબાદ, હૈદરાબાદ, શ્રી સાંઈ બાબા એજ્યુકેશન ટ્રસ્ટ, બેંગાલુરુ, એસ.વી.એસ. એજ્યુકેશનલ ટ્રસ્ટ, બેંગલુરુ અને વિવેકાનંદ શિક્ષા સમિતિ, જયપુર જેવી ભારતની અસંખ્ય શાળાઓ માટે પરિવર્તનની પ્રક્રિયાનો એક ભાગ રહી છે.

ઓક્સિલો EIL બિઝનેસ તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં હાજર છે.

“અમે શૈક્ષણિક સંસ્થાઓને તેમની ક્ષમતા વધારો, પરિસરના વિસ્તરણ માટે જમીન ખરીદી, શિક્ષણ સુવિધાઓના અપગ્રેડેશન અને ઊંચી વ્યાજ દરવાળા ઋણના બદલે નવું નાણું પૂરૂં કરવા જેવી જરૂરિયાતોને પૂરી પાડવા માટે નાણાં પ્રદાન કરીશું.” શ્રી નીરજ શર્મા, ચીફ બિઝનેસ ઓફિસર – એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન લોન્સ, ઓક્સિલો ફિનસર્વ.
ઓક્સિલો ફિનસર્વે આગામી 5 વર્ષમાં 10,000થી વધુ શાળાઓને નાણાકીય સહાય પૂરી પાડવાની યોજના બનાવી છે.

Related posts

સિમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (સીએમએ)એ કેન્દ્રિય બજેટ 2025માં માળખાકીય વિકાસ અને ડિકાર્બનાઇઝેશનની પહેલોનું સ્વાગત કર્યું

amdavadpost_editor

કિસ્ના ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીએ “શોપ એન્ડ વિન કાર” ઓફર સાથે વિજેતાને ખુશીની ચાવી ભેટ આપી

amdavadpost_editor

LG લોંચ કરે છે નવી XBOOM સિરિઝ, પોર્ટેબિલિટી અને સ્ટાઈલની સાથે અત્યંત શક્તિશાળી સાઉન્ડ

amdavadpost_editor

Leave a Comment