અમદાવાદ મે 2024: આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર અવિ પટેલના નોંધપાત્ર કેનવાસ પેઇન્ટીંગ્સનું પ્રદર્શન ધી લિક્વીડ એજ આજે અમદાવાદમાં ગુફીમાં શરૂ થયુ હતું, જે ઉત્સાહીઓને મોહક આર્ટવર્કમાં પોતાની જાતને તરબોળ કરી દેવાની ઓફર કરે છે.
અવિ પટેલનું તાજેતરનો સંગ્રહ તેના વિશિષ્ટ ઉત્સાહ અને કલાત્મક સાર સાથે પ્રેક્ષકો પર છવાઇ જવાનું વચન આપે છે. બાળપણમાં જુસ્સાથી કલામાં પોતાની યાત્રાનો પ્રારંભ કરનાર અવિ પટેલએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરવામાં પ્રગતિ કરી છે, જે તેણીના ભાવનાશીલ સર્જનો અને સર્જન માટેના જુસ્સા સાથે પ્રેક્ષકોને મોહિત કરે છે.
“હું ‘ધ લિક્વીડ એજ’નો અનુભવ કરવા માટે ચાહકોને આમંત્રતા રોમાંચ અનુભવુ છું, જે મારી કલાત્મક મુસાફરી અને સર્જનાત્મક હાવભાવમાં એક અગત્યની સિદ્ધિ છે. મારા માટે કલા એ ફક્ત અભિવ્યક્તિનું માધ્યમ નથી, પરંતુ મારા આત્માનું પ્રતિબિંબ છે અને સ્વ-શોધની યાત્રા છે. આ પ્રદર્શન મારફતે મારો હેતુ કલા પ્રત્યેના મારા જુસ્સા અને મુલાકાતીઓ સામે પડઘો પાડતી લાગણીઓ પેદા કરવાનો છે,” એમ ફક્ત 11 વર્ષની ઉંમરથી પેઇન્ટીંગ માટેના જુસ્સાને અનુસરતા અવિ પટેલએ જણાવ્યું હતુ.
પ્રવિણસિંહ સોલંકી ડિઝાઇન એજ્યુકેટર અને પ્રેક્ટિશનર છે, જે હાલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદમાં ફર્નિચર અને ઇન્ટિરિયર ડિઝાઇન માટે શિસ્તના અગ્રણી તરીકે સેવા આપે છે તેઓ પ્રદર્શનના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત મહાનુભાવોમાં સામેલ હતા.
“ધી લિક્વીડ એજ”માં અવિ પટેલની કલાત્મક વિચારધારાનો સમાવેશ થાય છે જે દેખાવ છેતરામણો હોઇ શકે છે તેનો સંકેત આપે છે. આ પ્રદર્શનમાં વિવિધ શ્રેણીના કલાત્મક અભિવ્યક્તિઓનો સમાવેશ થાય છે જે તેણીના જીવન અને કલા પરના વિશિષ્ટ દ્રષ્ટિકોણો બતાવે છે. ડીસ્પ્લે પરના પ્રત્યેક કેનવાસ “અપૂર્ણ રીતે સંપૂર્ણ”ની વિભાવનાને મૂર્ત બનાવે છે, જે સુંદર રીતે ખામીયુક્ત પૂર્ણતાનું પ્રદર્શન કરે છે અને દર્શકોને સપાટીની નીચે જટિલતાના છુપાયેલા સ્તરોને શોધવા માટે આમંત્રિત કરે છે.
“ફક્ત પેઇન્ટીંગ્સના એક સંગ્રહ કરતા વધુ એવું આ પ્રદર્શન લાગણીઓ, દ્રષ્ટિકોણો અને કલાના સારની પણ આગવી શોધ કરે છે. દરેક બ્રશસ્ટ્રોક અને દરેક કલર પેલેટ દ્વારા, મેં જીવનની પ્રવાહિતા અને અપૂર્ણતાના સૌંદર્યને અભિવ્યક્ત કરવાનો ધ્યેય રાખ્યો છે,” એમ અવિ પટેલ કહે છે જેમની અમદાવાદની શેરીથી લઇને વૈસ્વિક ફલક સુધીની કલા ખ્યાતિ અગત્યનો ક્ષણો દ્વારા અંકિત છે, જેમાં પ્રતિષ્ઠિત પ્રદર્શનો અને આંતરરાષ્ટ્રીય ઓળખનો પણ સમાવેશ થાય છે.
ઉત્સાહીઓ અને પ્રેક્ષકોને અવિ પટેલના મોહિત કરતી રચનાઓના ફર્સ્ટહેન્ડની સાક્ષી માટે અમદાવાદન ગુફા ખાતેના કેનવાસ પ્રદર્શનની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પ્રદર્શન સાંજના 4થી રાત્રિના 8 વાગ્યા સુધી 12 મે સુધી ચાલુ રહેશે.