Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અવિવા ઇન્ડિયાએ અવિવા સિગ્નેચર દ્વારા આવકના પ્લાનમાં વધારો કરીને નિવૃત્તિની સુરક્ષાને ફરીથી વ્યાખ્યાયિત કરી

નિવૃત્તિ પછીની એક વ્યાપક નિયમિત આવકનો ઉકેલ જીવનભર માટે જેમાં દર ત્રીજા વર્ષે આવકમાં 15% વધારો મળે છે

નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી ભરોસાપાત્ર ખાનગી જીવન વીમા બ્રાન્ડ અવિવા લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા અવિવા સિગ્નેચર ઇન્ક્રીઝિંગ ઇન્કમ પ્લાનની જાહેરાત કરવામાં આવી છે જે એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, જીવન વીમા બચત પ્લાન (UIN: 122N158V01) છે. આ પ્લાન ખાસ કરીને ગ્રાહકોને ગેરંટીડ અને વધતી જતી, નિવૃત્તિ પછીની આવકનો પ્રવાહ પૂરો પાડવા અને તેમના સોનેરી વર્ષોમાં મુક્તપણે #LiveLife કરવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. 

આયુષ્યમાં થઈ રહેલી વૃદ્ધિ અને જીવનનિર્વાહના ખર્ચમાં વધારા સાથે, નિવૃત્તિ દરમિયાન નાણાકીય સુરક્ષા પહેલાંની સરખામણીએ વધુ જટિલ બની ગઈ છે. સિગ્નેચર ઇન્ક્રીઝિંગ ઇન્કમ પ્લાન આ પડકારોનો સામનો કરે છે, ઇનોવેટીવ સુવિધાઓ પૂરી પાડે છે જેના કારણે તે બજારમાં ઉપલબ્ધ અન્ય પ્લાન કરતાં અલગ છે.

આ યોજના દર ત્રીજા પોલિસી વર્ષમાં માસિક આવકમાં 15%ના વધારા સાથે ફુગાવાનો ઉકેલ આપે છે, જેનો અર્થ એવો થાય કે સમયની સાથે-સાથે, ફુગાવાના સંબંધમાં ચુકવણીઓ વધે છે, તેથી પોલિસીધારકની ખરીદ શક્તિને જળવાઈ રહે છે.

અવિવા સિગ્નેચર ઇન્ક્રીઝિંગ ઇન્કમ પ્લાન આજીવનની ગેરંટીડ આવક પૂરી પાડે છે, જેનાથી પોલિસીધારકને આવકના લાભો મળવાની ખાતરી થાય છે અને 100 વર્ષની ઉંમર સુધી વ્યાપક આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. વધુમાં, તે ચુકવણીના સમયગાળાના અંતે પ્રીમિયમ પરત કરે છે, જ્યાં પોલિસીધારકે ચુકવેલા કુલ પ્રીમિયમની 105% રકમ તેને પાછી મળે છે, આમ પ્લાનના એકંદર લાભમાં વધારો થાય છે. પ્રીમિયમની ચુકવણીની ફ્લેક્સિબલ ફ્રિક્વન્સી દ્વારા આ પ્લાનથી સુરક્ષિત નિવૃત્તિની દિશામાં સતત માસિક બચત થઈ શકે છે, જે તેને ગ્રાહકોની વિશાળ શ્રેણી માટે સુલભ બનાવે છે.

પોલિસીની મુદત દરમિયાન પોલિસીધારકના મૃત્યુના સંજોગોમાં ગેરંટીડ મૃત્યુ લાભ પડકારજનક સમયમાં આવશ્યક આર્થિક સહાય પૂરી પાડે છે. એક નોંધનીય વિશેષતા તેની ઇન-બિલ્ટ પ્રીમિયમ ગેરંટી છે, જેમાં તમામ ભાવિ બાકી પ્રીમિયમની ચુકવણી પોલિસીધારક વતી અવિવા દ્વારા કરવામાં આવે છે અને ગ્રાહકને આપેલા વચન મુજબ પરિવારને ગેરંટીડ વધતી આવક મળે છે. 

સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને માર્કેટિંગ હેડ શ્રી વિનિત કપાહીએ જણાવ્યું હતું કે, “અવિવા સિગ્નેચર 3D ટર્મ પ્લાન દ્વારા અમારા ગ્રાહકોની સુરક્ષાલક્ષી જરૂરિયાતો પૂરી કર્યા પછી અને અવિવા સિગ્નેચર ઇન્વેસ્ટમેન્ટ પ્લાન-પ્લેટિનમ દ્વારા તેમની સંપત્તિ વધારવામાં મદદ કર્યા પછી, આ ત્રિમાસિક ગાળામાં અમે લોન્ચ કરી રહ્યાં છીએ તેવી આ ત્રીજી પ્રોડક્ટ નિવૃત્તિ પછીની ગેરંટીડ આવકને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. હાલના અણધાર્યા આર્થિક પરિદૃશ્યમાં, આ પ્લાન વધતી જતી, ફુગાવા-સામે ટકી શકે તેવી આવકના પ્રવાહની ખાતરી આપે છે, જેનાથી અમારા ગ્રાહકો સુરક્ષિત અને આરામદાયક નિવૃત્તિનો આનંદ માણી શકે તેવું સુનિશ્ચિત થાય છે. અવિવા સિગ્નેચર ઇન્ક્રીઝિંગ ઇન્કમ પ્લાન ઇનોવેશન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને સાકાર બનાવે છે અને અમારા ગ્રાહકોની ભાવિ આર્થિક જરૂરિયાતો સાથે અનુરૂપ થાય છે.”

મુખ્ય વિશેષતાઓ:

  • જીવન વીમો: વાર્ષિક પ્રીમિયમ કરતાં 7 અથવા 11 ગણું જીવન વીમા કવરેજ પૂરું પાડે છે.
  • આજીવન આવકની ગેરંટી: પોલિસીની દર ત્રીજી વર્ષગાંઠે 15% વૃદ્ધિ સાથે 100 વર્ષની ઉંમર સુધી માસિક આવકની ગેરંટી આપે છે.
  • ઇનબિલ્ટ પ્રીમિયમ ગેરંટી લાભ: પ્રીમિયમની ચુકવણીની મુદત દરમિયાન જીવન વીમાધારકના મૃત્યુના સંજોગોમાં, દાવેદારને ભવિષ્યમાં કોઈ પણ યોગ્ય પ્રીમિયમ ચુકવવાના બોજ વગર, શેડ્યૂલ મુજબ લાંબા ગાળાની વધતી આવક મળે છે.
  • પ્રીમિયમની પરત ચુકવણી: ચુકવણીની અવધિના અંતે ચુકવેલા કુલ પ્રીમિયમના 105% રકમ પરત કરવામાં આવે છે.
  • વૈકલ્પિક રાઇડર્સ: અવિવા એક્સિડેન્ટલ કેઝ્યુઅલ્ટી નોન-લિંક્ડ રાઇડર અને અવિવા ન્યૂ ક્રિટિકલ ઇલનેસ નોન-લિંક રાઇડર સાથે ઉન્નત સુરક્ષા.
  • પ્રીમિયમ અને ચુકવણીઓ પર કર લાભ: પ્રવર્તમાન કર કાયદાઓ અનુસાર કર લાભો.
  • લોનની સુવિધા: આ પ્લાન હેઠળ લોન મળે છે.

અવિવા સિગ્નેચર ઇન્ક્રીઝિંગ ઇન્કમ પ્લાન એ અવિવાની સિગ્નેચર પ્રોડક્ટ સિરીઝનો એક ભાગ છે. સિગ્નેચર સિરીઝનો હેતુ પ્રોડક્ટ ઑફરિંગના તેના વ્યાપક સમૂહ સાથે, ગ્રાહકો માટે સુરક્ષા, લાંબા ગાળાની બચત અને નિવૃત્તિની જરૂરિયાતોને ઉકેલવાનો છે. 

પ્લાન વિશે વધુ વિગતો માટે આ લિંક પર ક્લિક કરો: https://www.avivaindia.com/saving-investment-plans/aviva-signature-increasing-income-plan

 

Related posts

આણંદ ખાતે મહા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

amdavadpost_editor

યુરોપની ધરતી પર ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે મૂળ ગુજરાતની લજ્જા શાહ

amdavadpost_editor

કોકા-કોલાએ અસલ જોડાણના ઉત્સાહને પુનર્જીવીત કરતા #BenchPeBaat સાથે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી

amdavadpost_editor

Leave a Comment