ચેન્નાઈ 31 ઓગસ્ટ 2024: ઈન્ડિયન ઓઈલ યુટીટી 2024ની મેચમાં શનિવારે રોમાંચક મહિલા સિંગલ્સ મેચમાં બર્નડેટ સજોક્સે મણિકા બત્રા સામે મેળવેલ જીતનો અમદાવાદ એસજી પાઈપર્સને કોઈ લાભ થયો નહીં, કારણ કે- અંતે ટીમને પીબીજી બેંગ્લુરુ સ્મેશર્સે 9-6થી માત આપી હતી. પીબીજી બેંગ્લુરુ સ્મેશર્સ હવે 40 પોઈન્ટ્સ સાથે લીગ ટેબલમાં ટોચના સ્થાને છે.
રોમાનિયાની સ્ટાર ખેલાડી એ એક રીતે 2024 પેરિસ ઓલિમ્પિકમાં મણિકા સામેની હારનો બદલો લીધો. તેણે પ્રથમ ગેમ હાર્યા બાદ કમબેક કર્યું અને 7-11, 11-9, 11-7 (2-1)થી જીત મેળવી. જેના કારણે અમદાવાદ એસજી પાઈપર્સની પ્રારંભિક લીડ મજબૂત થઈ. આ અગાઉ લિલિયન બાર્ડેટે પ્રારંભિક મુકાબલામાં એન્થની અમલરાઝને હરાવી અમદાવાદ એસજી પાઈપર્સને પ્રારંભિક જીત અપાવી હતી. ફ્રાન્સના ઉચ્ચ કક્ષાના આંતરરાષ્ટ્રીય ખેલાડીએ અનુભવી અમલરાઝને મજબૂત ટક્કર આપતા પુરુષ સિંગલ્સમાં 2 ગોલ્ડન પોઈન્ટમાંથી એક હાંસલ કર્યું અને 2-1 (11-9, 11-10, 10-11)થી જીત મેળવી.
બર્નડેટે માનુષ શાહ સાથે મળી મણિકા અને અલ્વારો રૉબલ્સની બેંગલુરુની જોડીને મિક્સ્ડ ડબલ્સ મેચમાં 3-0 (11-8, 11-7, 11-8) થી હરાવી શનિવારે પોતાની બીજી જીત હાંસલ કરી હતી. પીબીજી બેંગલુરુ સ્મેશર્સ જેને ટાઈમાં શ્રેષ્ઠ વિદેશી ખેલાડીનો એવોર્ડ મળ્યો તેણે માનુષ શાહ વિરુદ્ધ સિંગલ્સની ત્રણેય ગેમ જીતી પોતાની ટીમનું મેચમાં કમબેક કરાવ્યું. જે પછી બેંગલુરુએ 6-6 પોઈન્ટ્સ સાથે બરાબરી કરી અને રોમાંચક જીત તરફ ડગલું વધાર્યું.
બીજી મહિલા સિંગલ્સમાં કૃત્વિકા સિન્હા રૉય માટે લિલી ઝાંગનો સામનો કરવો મુશ્કેલ બન્યો. જેના કારણે બેંગલુરુ એ અંતિમ ક્ષણોમાં 3-0 (11-5, 11-8, 11-10)થી જીત હાંસલ કરી હતી. મણિકા ટાઈની ભારતીય ખેલાડી તરીકે પસંદગી પામી નિરજ બજાજ અને વિતા દાણી દ્વારા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન હેઠળ યુટીટીનું આયોજન કરવામાં આવે છે.
મેચો સ્પોર્ટ્સ 18ખેલ, જીયોસિનેમા અને આંતરરાષ્ટ્રીય દર્શકો માટે ફેસબુક લાઈવ થકી પ્રસારિત કરાશે. સ્ટેડિયમમાં જોવા માટે બુકમાયશૉ અને ઓફલાઈન ટિકિટો મળી રહેશે.