Amdavad Post
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

એથ્લેટિક ઉત્કૃષ્ટતાની ઉજવણીઃ વર્લ્ડ એથ્લેટિક્સ દિવસ પર ભારતીય રમતવીરોની નોંધપાત્ર સિદ્ધિઓની લિમકા બુક ઓફ રેકોર્ડસ નોંધ લે છે

માનવી પ્રયાસની વ્યાપક ક્ષિતિજમાં એથ્લેટિક્સની એવી ક્ષિતિજ મોજૂદ છે, જ્યાં સાધારણ વ્યક્તિ મોશનના અસાધારણ ચેમ્પિયન બનવા માટે જૂની ઘરેડમાંથી બહાર નીકળીને નવો ચીલો ચાતરે છે. એથ્લેટિક્સ તેના શુદ્ધતમ સ્વરૂપમાં સ્પોર્ટસ અથવા ઈવેન્ટ્સની સિરીઝનું ફક્ત કલેકશન નથી, પરંતુ માનવી સ્વરૂપમાં અસીમિત સંભાવિત સ્વાભાવિકતાનો દાખલો છે. સ્પ્રિંટરો પવનની સામે રેસ કરે છે, હાઈ જમ્પર ગુરુત્વાકર્ષણના ખેંચાણને પણ માત આપે છે અને મેરેથોન રનરો સહનશીલતાની મર્યાદા પર જીત મેળવે છે. દરેક એથ્લીટ સમર્પિતતા અને શિસ્તનો જીવંત દાખલો હોઈ અશક્યને પડકારવાનું અને માનવી સિદ્ધિની સીમાઓનો નવો દાખલો બેસાડવાનું સાહસ કરે છે. જોકે સ્પર્ધા અને મેડલોની દુનિયાની પાર એથ્લેટિક્સ સ્વ-ખોજ અને સેલ્ફ- માસ્ટરીનો પ્રવાસ છે.

વર્લ્ડ એથ્લેટિક્સ ડે પર લિમકા બુક ઓફ રેકોર્ડસ સ્પોર્ટસના ઈતિહાસનાં પાનાં પર પોતાનું નામ કંડારનાર એથ્લેટિક્સની અસાધારણ જીવનનું ગૌરવભેર સન્માન કરે છે. આરંભથી લિમકા બુક ઓફ રેકોર્ડસ માનવી આકાંક્ષા અને સિદ્ધિનું પ્રતિક રહી છે, જે અસમાંતર સમર્પિતતા અને હિંમતની ખૂબીઓને મઢી લે છે. તેનાં પાનાંમાં નોંધપાત્ર સિદ્ધિઓની વાર્તા સમાયેલી છે, જે વિવિધ એથ્લેટિક્સ ડોમેનેમાં પ્રતિભાનો સમૃદ્ધ ઈતિહાસ દર્શાવે છે.

લિમકા બુક ઓફ રેકોર્ડસમાં નોંધવામાં આવેલી ઘણી બધી અતુલનીય સિદ્ધિઓમાં એથ્લેટિકની ઉત્કૃષ્ટતાની ખૂબીઓ દર્શાવતા અમુક નોંધપાત્ર દાખલાઓ અહીં આપવામાં આવ્યા છેઃ

  • 2023માં નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ખાતે પ્રથમ ભારતીય ગોલ્ડ મેડલિસ્ટ તરીકે ઈતિહાસમાં પોતાનું નામ કંડાર્યું હતું. તેણે પુરુષોની જેવેલિન ફાઈનલમાં 88.17 મીટરનો થ્રો હાંસલ કર્યો હતો.
  • જ્યોતિ યર્રાજીએ જુલાઈ 2023માં બેન્ગકોક ખાતે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સ ખાતે વુમન્સ 100 મી. હર્ડલ્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવીને ઈતિહાસનાં નામ અંકિત કર્યું હતું. તેણે 13.09 સેકંડ્સમાં આ સિદ્ધિ પૂર્ણ કરી હતી, જે ભારતીય એથ્લેટિક્સમાં નોંધપાત્ર સિદ્ધિ છે.
  • ડુટી ચંજે ભારતીય એથ્લેટિક્સમાં અવરોધો તોડવાનું અને નવા દાખલા બેસાડવાનું ચાલુ રાખ્યું છે. વુમન્સ 100 મી ઈવેન્ટમાં વર્તમાન નેશનલ ચેમ્પિયન તે 2019માં યુનિવર્સિયેડ ખાતે ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય સ્પ્રિંટર બની હતી. LGBTQ+ એથ્લીટ તરીકે તેનું સાહસિક વલણ સમાવેશકતા અને સ્થિતિસ્થાપકતાનો શક્તિશાળી દાખલો પ્રસ્થાપિત કરે છે.
  • 105 વર્ષની ઉંમરે રામબાઈની નોંધપાત્ર સિદ્ધિ એથ્લેટિક્સના સમકાલીન જોશનો દાખલો છે, જે તેમને સૌથી વૃદ્ધિ ગોલ્ડ મેડલિસ્ટ બનાવે છે. ગુજરાતના વડોદરામાં નેશનલ ઓપન માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સાં 100 મી રેસમાં ગોલ્ડ પ્રાપ્ત કરીને મહાનતા હાંસલ કરવા માટે ઉમરનો કોઈ અવરોધ નહીં હોઈ શકે એ સિદ્ધ કર્યું છે.
  • અંજુ બોબી જ્યોર્જ ભારતીય એથ્લેટિક્સમાં આઈકોન રહી છે. તે આઈએએએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ ખાતે ભારતની એકમાત્ર મેડલિસ્ટ છે અને પેઢીઓને પ્રેરણા આપવાનું ચાલુ રાખ્યું છે. તેની નોંધપાત્ર લોંગ જમ્પે એથ્લેટિક સમુદાયમાં રોલ મોડેલ તરીકે તેનો દરજ્જો મજબૂત બનાવ્યો છે. તેના યોગદાનના સન્માનમાં તેમનું એમ્પાવરિંગ વુમન થીમ સાથે 2014માં લિમકા બુક ઓફ રેકોર્ડસની મલયાલમ આવૃત્તિના લોન્ચ દરમિયાન અન્ય નોંધપાત્ર મહિલા સિદ્ધહસ્તો સાથે સન્માન કરાયું હતું.

વર્લ્ડ એથ્લેટિક ડે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા એથ્લેટિક દર્શાવે તે મજબૂત કટિબદ્ધતાની પ્રતિકાત્મક યાદગીરી છે. લિમકા બુક ઓફ રેકોર્ડસ માટે તે દુનિયાભરમાં વિવિધ પાર્શ્વભૂ અને શિસ્તોમાંથી એથ્લેટિક્સની ઉજવણી કરવાની અને અસાધારણ સિદ્ધિઓનું સન્માન કરવાની તક આપે છે,” એમ હેચેટ ઈન્ડિયા ખાતે પ્રકાશક અને લિમકા બુક ઓફ રેકોર્ડસનાં કન્સલ્ટિંગ એડિટર વત્સલા કૌલ બેરજીએ જણાવ્યું હતું.

ધ કોકા-કોલા કંપનીના ભારત અને સાઉથ- વેસ્ટ એશિયા ઓપરેટિંગ યુનિટ ખાતે હાઈડ્રેશન, સ્પોર્ટસ અને ટી માટે માર્કેટિંગના સિનિયર ડાયરેક્ટર રુચિરા ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે, કોકા-કોલા ઈન્ડિયામાં અમે પ્રેરણા, સશક્તિકરણ અને અસલ હકારાત્મક પ્રભાવ નિર્માણ કરવા સ્પોર્ટસની પરિવર્તનકારી શક્તિમાં વિશ્વાસ રાખીએ છીએ. ભારતીય એથ્લેટિક્સની સિદ્ધિની ઉજવણી કરવા અને દર્શકોમાં ગૌરવની લાગણી નિર્માણ થવાનું ચાલુ રહે તે માટે અમે લિમ બુક ઓફ રેકોર્ડસ થકી તેમની સિદ્ધિઓને સન્માનિત કરીએ છીએ.”

લિમકા બુક ઓફ રેકોર્ડસની 33મી આવૃત્તિએ ઈન્ડિયા એટ હર બેસ્ટ થીમને જાળવી રાખી છે. ભારતીય સિદ્ધિઓના તેના વારસાને સાર્થક કરતાં તે અન્ય અસાધારણ સિદ્ધિઓ, ઉત્તમ કામગીરીઓની વાર્તાઓ અને મજબૂત સિદ્ધહસ્તોની જીતનું બહાઆયામ પ્રસ્તુત કરે છે. ઉપરાંત કોકા-કોલા ઈન્ડિયાએ #SheTheDifferenceના ભાગરૂપે અંજુ બોબી સ્પોર્ટસ ફાઉન્ડેશન સાથે તાજેતરમાં ભાગીદારી કરી છે. આ જોડાણ મહત્ત્વપૂર્ણ ટેકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપીને મહિલા એથ્લીટ્સનું સશક્તિકરણ કરવાની કોકા-કોલાની કટિબદ્ધતા આલેખિત કરે છે.

Related posts

સિક્યોર્ડ બુક એસેટ બુક વૃદ્ધિમાં પરિણમી; NIM 9.2%એ એસેટ ક્વોલિટી સ્થિર – GNPA /NNPA અનક્રમે 2.5%/0.6%

amdavadpost_editor

અમારું સદસ્યતા અભિયાન સર્વસ્પર્શીય અને સર્વનો સમાવેશી છે: અમિતશાહ

amdavadpost_editor

ભારતીય ગ્રાહકો તહેવારો માટે ઑનલાઇન ખરીદીના વિકલ્પો શોધી રહ્યાં છે; મોટાભાગના લોકો (73%) એમેઝોનને વિશ્વાસપાત્ર અને પસંદગીનું ઑનલાઇન શોપિંગ ડેસ્ટિનેશન માને છે

amdavadpost_editor

Leave a Comment