Amdavad Post
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલઃ પ્રથમ દિવસે ચેન્નાઈ ટર્બો રાઈડર્સના જોન લેનકેસ્ટરે બીજી જીત મેળવી ચેન્નાઈ

ચેન્નાઈ 14 સપ્ટેમ્બર 2024: શનિવારે મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં ત્રીજા રાઉન્ડના પ્રથમ દિવસે શરાચી રાર્હ બેંગલા ટાઈગર્સનો રુહાન આલ્વા ગિયર બોક્સમાં આવેલ ખામીને કારણે ત્રીજા સ્થાને સરકી ગયો. જ્યારે સ્થાનિક ચેન્નાઈના ફેવરિટ એવા ચેન્નાઈ ટર્બો રાઈડર્સના જોન લેન્કેસ્ટરે આ તકનો ફાયદો ઉઠાવ્યો હતો અને પોડિયમ ફિનિશ કરવાની સાથે ટોચનું સ્થાન પણ પોતાના નામે કર્યું હતું. બીજા સ્થાને ગેબ્રિયેલા જીલકોવા (ગોવા એસિસ) તથા રુહાન ત્રીજા ક્રમે રહ્યો હતો. ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ ને રેસિંગ પ્રમોશન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે.

35 વર્ષીય યુકેનો લેન્કેસ્ટર ચેન્નાઈ ટર્બો રાઈડર્સનું પ્રતિનિધિત્ત્વ કરતા આલ્વા (સારાચી રાર્હ બેંગાલ ટાઈગર્સ)થી અંતિમ લેપમાં 4 સેકન્ડ પાછળ ચાલી રહ્યો હતો. જોકે, લેન્કેસ્ટરનું નસીબ પલટાયુ જ્યારે આલવા એક દુર્ઘટના બાદ ટોચનું સ્થાન જાળવવામાં નિષ્ફળ રહ્યો. ચેક રિપબ્લિકની ગેબ્રિએલા જીલકોવા (ગોવા એસિસ જેએ રેસિંગ) ને આગળ વધવાની તક મળી અને તે બીજા ક્રમે રહી, પોલ પોઝિશનથી શરૂઆત કરનાર આલવા એ અંતે ત્રીજું સ્થાન મેળવ્યું. ગિયર બોક્સમાં આવેલ ખામીને કારણે જ આલવા ફસાયો અને લેન્કેસ્ટર અને જીલકોવાને આગળ વધી જવાની તક મળી હતી.

ફોર્મ્યૂલા-4 ઈન્ડિયનમાં રેસ-1માં જર્ડેન પેરિયાટ(ભારત), અકીલ અલીભાઈ(દ.આફ્રિકા) અને અભય મોહન (ભારત) એ પોડિયમ ફિનિશ કર્યું હતું. ફોર્મ્યૂલા 4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ 2024 બેંગ્લુરુના સ્પીડસ્ટર્સ એ ડબલ પોડિયમ ફિનિશનો આનંદ માણ્યો. તેમના શિલોન્ગના ટીનેજર જેડેન પરિયાટે ચેમ્પિયનશિપમાં બીજી જીત હાંસલ કરી. જ્યારે તેનો 16 વર્ષીય બેંગ્લુરુનો સાથી અભય મોહન ત્રીજા ક્રમે રહ્યો. જ્યારે બ્લેક બર્ડ્સ હૈદરાબાદથી ઉતરનાર દક્ષિણ આફ્રિકાનો અકીલ અલીભાઈ બીજા ક્રમે રહ્યો હતો.

જેકે ટાયર્સ FMSCI ઈન્ડિયન નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપ 2024 અહીં કોઈમ્બતૂરના તથા ડાર્ક ડોન રેસિંગ ટીમના બાલા પ્રસાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે બેંગ્લુરુના જ તેની ટીમના સાથી ખેલાડી એવા તીલજીલ રાઓ એ બીજું સ્થાન મેળવ્યું હતું. ત્રીજા સ્થાને ચેતન સુરીનેની (બેંગ્લુરુ, અહુરા રેસિંગ) રહ્યો હતો. 5 લેપ્સની રેસ-2માં ચેતન સુરીનેની (બેંગ્લુરુ, અહુરા રેસિંગ) એ સૌથી આગળ રહ્યો હતો. જ્યારે રેસ-1માં પ્રથમ ક્રમે રહેનાર ડાર્ક ડોન રેસિંગ ટીમના બાલા પ્રસાથે અહીં બીજું સ્થાન મેળવ્યું. ડાર્ક ડોન રેસિંગના જ વિશ્વાસ વિજયરાજે ત્રીજો ક્રમ મેળવ્યો હતો.

Related posts

ગુજરાતનો ઉર્વિશ પટેલ એપ્લાયબોર્ડનો 2024 ઈન્ટરનેશનલ એલુમની ઓફ ઈમ્પેક્ટ એવોર્ડ જીત્યો

amdavadpost_editor

સેમસંગ દ્વારા ગેલેક્સી AIને નવી ઊંચાઈએ લઈ જવા માટે નવા ફોલ્ડેબલ ફોન્સ ગેલેક્સી Z Fold6 અને Z Flip6 લોન્ચ કરાયા

amdavadpost_editor

શિવાલિક ફંડે 50 ટકા લક્ષિત ભંડોળ મેળવીને રેકોર્ડ સમયમાં પ્રથમ ફંડને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

amdavadpost_editor

Leave a Comment