નવી દિલ્હી 4થી ફેબ્રુઆરી 2025: કોકા-કોલા ઈન્ડિયાની ફ્લેવરફુલ બેવરેજ બ્રાન્ડ ફેન્ટ તેની સંપૂર્ણ નવી કેમ્પેઈન ‘ફેન્ટ મંગતા’ સાથે પાછી આવી છે, જેમાં સદા ચાર્મિંગ બ્રાન્ડ એમ્બેસેડર કાર્તિક આર્યન છે. આ કેમ્પેઈનની Gen Zને જે ગમે તેની ઉજવણી કરી છે, કારણ કે તમને આવા કાંઈક સ્વાદિષ્ટ માટે ભૂખ હોય તો આના સિવાય કશું પણ તે ભૂખ ભાંગી શકશે નહીં.
દાયકાઓથી ફેન્ટા બેવરેજથી પણ વિશેષ છે. તે બ્રાઈટ, ફન, ડિલિશિયસ અને ફ્લેવર સાથે બર્સ્ટિંગ છે. તે હંમેશાં ખચકાટ વિના ખુશી ચાહનારા માટે અગ્રતાની પસંદગીસ છે. આ કેમ્પેઈન સાથે બ્રાન્ડે ક્રેવિંગ્સના રોમાંચમાં વધુ ઊંડાણ આપીને દરેકને તેમની ભૂખની આડમાં કશું પણ આવવા નહીં દેવા માટે પ્રોત્સાહન આપી રહી છે અને બધાની સૌથી મોટી ભૂખ છે-ફેન્ટા.
ઔર કુછ નહિ મંગતા, સિર્ફ ફેન્ટા મંગતાના વિચારને જીવંત કરતાં આ કેમ્પેઈન ફિલ્મ ઈન્ડલ્જન્સ પર સ્ક્રિપ્ટ ફેરવે છે, જે એક અવસરમાં એક જ ઉત્તર છે, ફેન્ટાનું સ્વાદિષ્ટપણું. આ સિગ્નેચર ઉત્સ્ફૂર્તતા અને ચાર્મ સાથે કાર્તિક આર્યન ફેન્ટાને દરેક મૂડ, અવસર અને ઈમ્પલ્સ માટે ઉત્તમ સાથી બનાવે છે.
કોકા-કોલા ઈન્ડિયા ને સાઉથ વેસ્ટ એશિયાના સ્પાર્કલિંગ ફ્લેવર્સના સિનિયર કેટેગરી ડાયરેક્ટર સુમેલી ચેટરજીએ જણાવ્યું હતું કે, “યુવાનોનું જીવન અત્યંત વ્યસ્ત છે, પરંતુ તેઓ હંમેશાં રોજની ભૂખને પહોંચી વળવા માટે સમય કાઢે છે. ફેન્ટનું મોઢામાંથી પાણી લાવી દેનારું સ્વાદિષ્ટપણું સર્વ ભૂખ માટે ઉત્તમ સમાધાન છે. નવી કેમ્પેઈન ફેન્ટા- મંગતા ટીનેજરોને તેમની ભૂખ સંતાષવા માટે થોડો સમય લેવા માટે અનુરોધ કરતા મોજીલો અને રમતિયાળ ટ્વિસ્ટ છે. કાર્તિક આર્યનનો કરિશ્મા અને 1980ના સંગીતની નવી કલ્પના સાથે કેમ્પેઈન આધુનિક અર્થઘટનના સ્પર્શ સાથે તે જૂની યાદોનું સંમિશ્રણ જીવંત કરે છે.’’
સ્ટુડિયોએક્સ, આઈએનએસડબ્લ્યુએના ક્રિયેટિવ હેડ અને વીએમએલ, ઈન્ડિયાના ચીફ ક્રિયેટિવ ઓફિસર મુકુંદ ઓલેટીએ જણાવ્યું હતું કે, “તમને કશાક સ્વાદિષ્ટની ભૂખ લાગે ત્યારે કોઈ નાણાં, સોનું કે નામના તે ભૂખ ભાંગી નહીં શકે. તમને જરૂર પડશે ફક્ત ફેન્ટાની. આ વિચારને જીવંત લાવવા માટે અમે બધાને એકત્ર જોડતી બોલકણી વાર્તારેખા અને અત્યંત યાદગાર ટ્રેક લાવ્યા છીએ. હું તે ગણગણવાનું રોકી શકતો નથી!”
“ફેન્ટા મંગતા કેમ્પેઈનનો હિસ્સો બનવાનો અનુભવ અત્યંત મોજીલો હતો. ફેન્ટા દરેક અવસરને જીવંત અને રોમાંચક બનાવે છે. તે જીવન માણવાની અને તમારી ભૂખને પલકવારનો વિચાર કર્યા વિના સંતોષવાની વાત છે,’’ એમ કેમ્પેઈનનો ચહેરો કાર્તિક આર્યને જણાવ્યું હતું.
આ 360 ડિગ્રી કેમ્પેઈન ટેલિવિઝન અને ડિજિટલ ટચપોઈન્ટ્સમાં પ્રસારિત કરાશે, જે ઈન્ડલ્જન્સ અને મજેદાર જીવન પર નવો ઉદ્દેશ પ્રદાન કરે છે.