Amdavad Post
ગુજરાતગુજરાત સરકારજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગોભક્ત કરે પુકાર રાજ્યમાતા કી ગુહાર

ગોભક્તોને ગુજરાતની હિન્દુવાદી સરકાર પાસે સંપૂર્ણ આશા કે ગોમાતાને રાજ્યમાતા બનાવશે

ગોભક્ત પ્રધાનમંત્રી સાચા સપૂત બની ગો ને રાષ્ટ્રમાતા બનાવશે?

હવે માત્ર રાજનીતિ નહિ, ગોમાતા રાજ્યમાતા નીતિ- સંતોની માંગ

ગોપ્રતિષ્ઠા આંદોલન-ગો ધ્વજ સ્થાપના ભારત યાત્રા 22 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર 2024 સુધી

અમદાવાદ, ગુજરાત 14 ઓક્ટોબર 2024: જ્યોતિષ્પીઠ શંકરાચાર્ય સ્વામિશ્રી: ૧૦૦૮ અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી ગોમાતા રાષ્ટ્રમાતાના પદ પર પ્રતિષ્ઠિત કરાવવા ગોધ્વજ ભારતયાત્રા અંતર્ગત 16-10-24 ના બુધવાર ના રોજ અમદાવાદ ગુજરાતમાં પહોંચશે.

સનાતન વૈદિકધર્મ માં વેદ, ધર્મશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણો માં ગો ની મહિમા ગવાઈ છે. પ્રત્યેક સનાતન ધર્માંવલંબી હિન્દુઓની એ માન્યતા અને આસ્થા છે કે ગાય એ પશુ નથી, પરંતુ માતા છે .

સનાતન ધર્મી બહુસંખ્યક હિંદુઓ ની ધાર્મિક આસ્થા અને મહિમા ને ધ્યાનમાં રાખી ભારતના બંધારણ અને કાનૂનમાં ગાયને રાજ્ય સ્તરીય સૂચિમાંથી બાકાત કરી રાષ્ટ્રિય સૂચિ માં અર્થાત મૂળભૂત બંધારણીય અધિકારોની સૂચિમાં દાખલ કરવામાં આવે એવી અમારી પ્રબળ માંગ સાથે ભારતને ગોહત્યા મુક્ત બનાવવા ગો પ્રતિષ્ઠા ચળવળ ચલાવવામાં આવી છે.

ભારત આઝાદ થયા પછી સતત ગોમાતાની પ્રતિષ્ઠા અને રક્ષા ના પ્રયાસો હાથ ધરાયેલ છે જે પૈકી 1966 માં ધર્મસમ્રાટ યતિ ચક્રચૂડામણિ કરપાત્રીજી મહારાજના નેતૃત્વ માં પ્રચલિત પામેલું ગોરક્ષા આંદોલન ખૂબ જ અગ્રેસર હતું જેમાં હજારોની સંખ્યામાં ગોભક્તો ના બલિદાન થયા હતાં. આ જ આંદોલનને આગળ ધપાવતા અને ભારત ને ગોહત્યા ના કલંક થી મુક્ત કરાવવા આંદોલનની કમાન સાંભળતા પરમ ગોભક્ત સંત ગોપાલમણિ  સમગ્ર દેશ માં ફરી એકવાર એને જીવંત કર્યું છે કારણકે રોજ ની 1 લાખ ગાયો ભારતભૂમિ પર કપાય છે.

આ પવિત્ર અભિયાનને આપણાં ચારેઉ પીઠના જગદગુરુ શંકરચાર્યો ના ભર્યા હાથે આશીર્વાદ મળ્યા છે.  ચારેઉપીઠ દ્વારા અભિષિક્ત અને સમર્થીત ગોમાતાને રાષ્ટ્રમાતાનું સન્માન અપાવવા તથા ગોહત્યા બંધી કાનૂન બનાવવા બે વાર ગોસંસદ યોજાઈ,  જે પૈકી પ્રથમ ગોસંસદનું આયોજન પ્રયાગ ખાતે માનનનીય પ્રામાણિત શંકરચાર્યોના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું.

જ્યારે દિલ્લીમાં આયોજિત દ્વિતીય ગોસંસદ જ્યોતિષપીઠ જગદગુરુ શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદ સરસ્વતી જીની નિસરામા થઇ.  જેમાં ગોપ્રતિષ્ઠા સંહિતા બિલ સહિત 42 બિંદુઓ નો ધર્માદેશ પારીત થયો છે. ગોપ્રતિષ્ઠા અભિયાનની જ્યોતિને ગોઘૃત (ગાય ના ઘી) થી પ્રજ્વલિત કરવા જ્યોતિષપીઠ શંકરાચાર્ય સ્વામિશ્રી: ૧૦૦૮ અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ આ આંદોલનની અગવાઈ લઈ 14-3-24 થી 28-3-24 ગોવર્ધન વૃંદાવનથી દિલ્લી ઉઘાડા પગે પદયાત્રા કરી.

આજે સમગ્ર દેશમાં પૂજ્ય જ્યોતિષપીઠાધીશ્વરના નેજા હેઠળ આ આંદોલન ગતિમાન થયું છે અને જેઓએ આ સંવત્સર (વર્ષ) ને જ ગોસંવત્સર એવું નામ આપ્યું છે.

ગોપ્રતિષ્ઠા આંદોલન અંતર્ગત જ્યોતિષ્પીઠ શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી 22 સપ્ટેમ્બર થી 26 ઓક્ટોબર દરમ્યાન નિરંતર ગોધ્વજ સ્થાપના ભારતયાત્રા કરી રહ્યા છે. જેમાં કુલ 25000 કિમિની યાત્રા થશે. જે યાત્રામાં ભારતના દરેક રાજ્ય એટલે 33 રાજ્યોના પાટનગર અથવા પ્રમુખ શહેરમાં અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાંઆ ગોધ્વજની સ્થાપના કરશે. ગોપ્રતિષ્ઠા યાત્રાના પૂજ્ય સંત ગોપાલમણિ પણ તન, મન, ધન સાથે શંકરાચાર્યજીની સાથોસાથ સમગ્ર યાત્રામાં રહેશે.  ગોધ્વજ સ્થાપના ભારતયાત્રા નો શ્રીગણેશ ભગવાન શ્રીરામની રાજધાની અયોધ્યા થી 22 સપ્ટેમ્બરના રોજ થયો છે. અને પરિણામ સ્વરૂપ 28 સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગો ને રાજ્યમાતા નું પદ પ્રાપ્ત થયું.

યાત્રા દરમ્યાન જગદગુરુ શંકરાચાર્યની યાત્રાને ભારત દેશના જ પૂર્વી રાજ્યોમાં રોકવામાં આવી એ શરમજનક બાબત છે. યાત્રામાં શંકરાચાર્ય પ્રમુખ ગોભક્તો ને અભિનંદિત અને ઉત્સાહિત કરી રહ્યા છે.

 ગોધ્વજ સ્થાપન ભારત યાત્રાનું ધ્યેય

◆ સમગ્ર ભારતને એક સૂત્રમાં પરોવી હિન્દૂ પ્રાણ જનતાને જાગૃત કરવાનું છે.

◆ ધર્મનિષ્ઠા અને કર્તવ્યતાનો બોધ કરાવવાનું છે.

◆ ગાય ને પશુ સૂચિ માંથી હટાવી રાષ્ટ્રીય દરજ્જો અપાવવાનું છે.

◆ ગોધ્વજ સ્થાપના ભારત યાત્રાનું સૂત્ર છે ગોમાતા રાષ્ટ્રમાતા, રાષ્ટ્રમાતા ભારત માતા

◆ રાજ્યસરકારોને નિવેદન છે કે મહારાષ્ટ્ર સરકાર ની જેમ  ગોમાતા ને રાજ્યમાતા નો દરજ્જો આપે.

16 ઓક્ટોબર બુધવારે જ્યોતિષ્પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામિશ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજીનું આગમન ગુજરાત રાજયની પાવન ધરા ના પ્રમુખ શહેર અમદાવાદમાં થશે.

ગોધ્વજ સ્થાપના ભારતયાત્રા ઉપરાંત પણ જો ગાય ને રાષ્ટ્રમાતાનું પદ નહિ મળે તો આપણી રાજધાની દિલ્લીમાં ગોપાષ્ટમી ના અવસરે 7,8 અને 9 નવેમ્બર ત્રિદિવસીય રાષ્ટ્રવ્યાપી ગોપ્રતિષ્ઠા મહાસંમેલન / યોજાશે જે ભારત સરકારને ગોહત્યાના કલંકને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ ઐતિહાસિક ગોધ્વજ સ્થસપના ભારતયાત્રાની પૂર્વતૈયારી હેતુ 14 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રમુખ શહેર અમદાવાદ ખાતે પ્રેસવાર્તા યોજાઈ જેમાં

ગોસંસદના ઉપાધ્યક્ષ અને ગોધ્વજ યાત્રાના ગુજરાત રાજ્ય પ્રભારીશ્રી કિશોરભાઈ શાસ્ત્રીએ પ્રમુખ રૂપે પ્રેસને સંબોધિત કરતા કહ્યું કે, “ગોમાતા પ્રત્યે પોતાના કર્તવ્ય નું પાલન કરનાર જ સાચો હિન્દૂ છે અને આજ સમય છે કે ગોમાતાની પ્રતિષ્ઠા સંકલ્પ યાત્રામાં બધા જ સનાતની હિન્દૂ અને ગોભક્ત, પછી એ કોઈ પણ સંપ્રદાય કે ધર્મ ના હોય એકજૂઠ થઈ જોડાવવું જોઈએ. મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ અમને આશા છે કે  ગોમાતા ને રાજ્યમાતા બનાવવાની પહેલ કરી યશ અને કીર્તિ ના ભાગી બની પુણ્ય લેશે. મહારાષ્ટ્રમાતા ગો હવે જલ્દી થી જલ્દી રાષ્ટ્રમાતા બનશે. દરેક ગોભક્તે ગોધ્વજ યાત્રા ને સફળ બનાવી પોતાનું નાનું સરખું યોગદાન પણ આપવું જોઈએ. પોતાના પરિવાર, મિત્ર મંડળ, સગા વ્હાલા સહિત ગાય ની સેવા માં એક પગલું ભરી પોતે સાચો હિન્દૂ પુરવાર કરવાનો આ મોકો ન ચૂકવો જોઈએ. “

આ પ્રસંગે હાજર સંતો મહંતો સહિત મહંત શ્રી વિક્રમ ગીરીજી ,મહંત શ્રી નિજાનંદ બાપુ,સાધવી ભક્તિગીરી માતાજી, મહંત શ્રી અક્ષય પુરીજી,  શ્રી હીરાભાઈ ભુવાજી,શ્રી કંદર ભાઈ દવે, શ્રી દશરથભાઈ દેસાઈ, શ્રી પંકજસિંહ વાઘેલા, શ્રી પ્રભાતભાઈ દેસાઈ અને હેમાંગ રાવલ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ રહ્યા હતા

Related posts

૨૪ પ્રતિષ્ઠિત ગુજરાતીઓનેગુજરાત ગૌરવ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા

amdavadpost_editor

ખેલૈયા 2024 ગરબા ઇવેન્ટમાં નવરાત્રીના જાદુનો અનુભવ કરો

amdavadpost_editor

બજાજ બ્રોકિંગનો ગુજરાતમાં વિસ્તર્યો વ્યાપાર; જામનગરમાં નવી શાખાનો પ્રારંભ

amdavadpost_editor

Leave a Comment