Amdavad Post
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ દ્વારા તા. ૩, ૪ અને ૫ જાન્યુઆરી-૨૦૨૫ના સમય દરમ્યાન ૧૯માં ગાહેડ પ્રોપર્ટી શૉના આયોજનમાં ૫૦ ડેવલપર્સની ૨૫૦ કરતા વધુ પ્રોપર્ટીઓનું ડીસ્પ્લે કરવામાં આવશે

પ્રોપર્ટી શૉનું ઉદ્ઘાટન ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અને ગૃહ મંત્રીશ્રી માનનીય શ્રી હર્ષભાઈ સંધવી, ગેસ્ટ ઓફ ઓનરની ઉપસ્થિતિમાં થશે 

અમદાવાદ 01 જાન્યુઆરી 2025: ક્રેડાઈ અમદાવાદ- ગાહેડના પ્રમુખ શ્રી ધ્રુવભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં બાંધકામ ક્ષેત્રે થઈ રહેલ વિકાસ કાર્યોમાં ગુજરાતના પ્રમુખ શહેરોની સરખામણીમાં અમદાવાદ મોખરાનું સ્થાન ધરાવે છે. વધતા જતા શહેરીકરણના વ્યાપના કારણે રોજગારીની તકો માટે શહેરોમાં થઈ રહેલ માઈગ્રેશનના કારણે વધુ આવાસોની આવશ્યકતાઓ ઉભી થઈ રહેલ છે, તે જોતાં દરેકને પોતાના બજેટ અને સ્વપ્નાઓને અનુરૂપ આવાસોની માહિતી એકજ સ્થળેથી મળી રહે તે હેતુસર ક્રેડાઈ અમદાવાદ દ્વારા ૩,૪ અને ૫ જાન્યુઆરી-૨૦૨૫ના સમય દરમ્યાન ગણેશ ગ્રાઉન્ડ, થલતેજ, એસ. જી. હાઈવે, અમદાવાદ ખાતે ૧૯માં ગાહેડ પ્રોપર્ટી શૉનું આયોજન કરવામાં આવેલ છે. 

સંસ્થા દ્વારા આયોજીત પ્રોપર્ટી શૉમાં ઘર, ઓફીસ અને પ્લોટ ખરીદનાર, ઈન્વેસ્ટર્સ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો મુલાકાત લેતા હોય છે. ક્રેડાઈ અમદાવાદ દ્વારા યોજવામાં આવતા ગાહેડ પ્રોપર્ટી શૉ માટે લોકોમાં વધુ આકર્ષણ રહે છે તે આપણા સૌ માટે અપેક્ષનીય છે.

સંસ્થા દ્વારા આયોજીત આ ૧૯માં ગાહેડ પ્રોપર્ટી શૉમાં અમદાવાદ શહેરના ૫૦ કરતા વધુ અગ્રગણ્ય ડેવલપર્સ ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ શહેરની પેરીફેરીમાં નવ વિકસિત પ્રોજેકટ તેમજ આકાર પામનાર રેસીડેન્શીયલ, કોમર્શીયલ, પ્લોટીંગ અને વીક એન્ડ વિલા વગેરે આશરે ૨૫૦થી વધુ પ્રોપર્ટીઝ ડીસ્પ્લે કરવામાં આવનાર છે. પ્રોપર્ટી શૉની મુલાકાત લઈ પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક નાગરિકો માટે વધુ સુગમતા રહે તેમજ તેમને ધીરાણ સરળતાથી મળી શકે તે માટે ફાઈનાન્શીયલ ઈન્સ્ટીટયુશન્સને પણ આ પ્રોપર્ટી શૉમાં સાથે રાખવામાં આવેલ છે. 

સંસ્થા દ્વારા આયોજીત પ્રોપર્ટી શૉનું ઉદ્ઘાટન ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાખવામાં આવેલ છે અને રાજયના ગૃહ મંત્રીશ્રી માનનીય શ્રી હર્ષભાઈ સંધવી ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહી શોભામાં અભિવૃધ્ધિ કરનાર છે તદ્દ ઉપરાંત ક્રેડાઈના પદાધિકારીઓ, અમદાવાદ શહેરના નામાંકિત ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ, આમંત્રિતો ઉપરાંત સંસ્થાના સભ્યો અને અગ્રગણ્ય ડેવલપર્સ પણ ઉપસ્થિત રહેશે. 

અમારી રાષ્ટ્રીય સંસ્થા ક્રેડાઈની સ્થાપનાના ૨૫માં વર્ષની સિલ્વર જયુબીલીની ઉજવણીને અનુલક્ષી ગત વર્ષે પ્રોપર્ટી શૉના આયોજન દરમ્યાન જાહેર કરેલા પાંચ સંકલ્પો પૈકી : 

સંસ્થાકીય આયોજનો અને સામાજીક ઉત્થાનની દિશામાં આદરવામાં આવેલા પ્રયત્નોના ભાગરૂપે અમદાવાદ જીલ્લાની આજુ બાજુમાં આવેલ સરકારી અને જર્જરીત ૫૧ શાળોઓને રિનોવેટ કરી અદ્યતન બનાવવાની જવાબદારી સ્વીકારેલ, તે પૈકી ૨૫ શાળાઓનું કામ પૂર્ણ થયેલ છે અને બાકીની શાળાઓમાં કામ ચાલુ હોઈ શકય તેટલી વહેલી ત્વરાએ પૂર્ણ કરવામાં આવશે જેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન માનનીય મુખ્ય મંત્રીશ્રીના વરદ હસ્તે થાય તેવું આયોજન પણ કરવામાં આવેલ છે. 

સંસ્થા દ્વારા સમાજમાં પર્યાવરણ સુધારા માટે નાસ્મેદ ખાતે અતિવિશાળ પ્લોટમાં ઓકસીઝન પાર્ક ડેવલપ કરી રહ્યા છીએ જેમાં આશરે ૫૧,૦૦૦ જેટલા ઝાડ રોપવાનું આયોજન કરેલ તેમાંથી ૩૭,૦૦૦ જેટલા ઝાડ રોપી દેવામાં આવ્યા છે અને તેનો નિભાવ પણ અમો કરી રહ્યા છીએ જયારે આ અંગેની હજુ પણ આનુસાંગિક કામગીરી ચાલુ છે. 

શહેરમાં સુનિયોજીત વિકાસ થાય તેવા હેતુસર વધુમાં વધુ ગ્રીન બિલ્ડીંગ્સ સાકાર થાય તે માટે પ્રયત્નો આદરવામાં આવેલા છે. ગુજરાત સરકારશ્રીએ આ બાબતે ખૂબજ સકારાત્મક અભિગમ રાખી ગ્રીન બિલ્ડીંગ્સ પ્રોજેકટને પ્રોત્સાહન મળે તે હેતુસર ઈન્સેન્ટીવ આપવા સી. જી.ડી.સી.આરમાં સુધારો કરેલ છે તેને અમો આવકારી સરકારશ્રીનો આભાર માનીએ છીએ. 

રીયલ એસ્ટેટ વ્યવસાયમાં સ્કીલ્ડ અને ટ્રેન્ડ વ્યકિતઓની અછત છે તે દિશામાં સુનિયોજીત કામ થાય તે માટે પણ અમોએ વિચારેલ છે અને આ અછતને દૂર કરવા માનનીય મુખ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સેપ્ટ યુનિવર્સીટી સાથે એમ.ઓ.યુ. કરીશુ. સંસ્થાના આ આયોજનથી કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા ઘણા નાગરિકોને તેમજ ડેવલપર્સને ફાયદો થશે. 

વધુમાં શહેરમાં પ્રોપર્ટી વસાવનાર ગ્રાહકો અને ડેવલપર્સ વચ્ચે ટ્રાન્સ્પરસી રહે તે માટે રેરા એરીયાથી વેચાણ કરવાની નીતિ અપનાવવા સંસ્થાએ સભ્યોને અનુરોધ કરેલ અને તેનો અમલ પણ ચાલુ કરી દેવામાં આવેલ છે. આગામી સમયમાં શહેરમાં જયારે ઓલમ્પીક અને નેશનલ ગેમ્સનું આયોજન થવા જઈ રહેલ છે ત્યારે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં વિશિષ્ટ વ્યકિતઓ પધારવાના હોઈ તેનો સીધો લાભ રીયલ એસ્ટેટ વ્યવસાયને થશે તેવું અમારૂ સ્પષ્ટ માનવુ છે. 

આ પ્રોપર્ટી શૉના આયોજન દરમ્યાન રાજય સ્તરની અમારી સંસ્થા ક્રેડાઈ ગુજરાત દ્વારા તા. ૦૩-૦૧-૨૦૨૫ના રોજ ગુજકોનનું આયોજન પણ કરવામાં આવેલ છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી આશરે ૫૦૦ જેટલા ડેવલપર્સ ઉપસ્થિત રહેવાના છે . નોલેજન શેયરીંગ માટે આયોજીત ગુજકોનમાં ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ શ્રી બોમન ઈરાની, ચેરમેન શ્રી મનોજ ગોર સહિત અન્ય ઘણા જાણીતા સ્પીકર્સ પોતાના વિચારોની આપ લે કરવાના છે. તા.૦૪-૦૧-૨૦૨૫ના રોજ શહેરી વિકાસને લગતી બાબતો અંગે ચર્ચા કરવા ગ્રોથ સમીટનું આયોજન કરેલ છે. 

સંસ્થા દ્વારા રીયલ એસ્ટેટના સર્વાંગી વિકાસ માટે આદરવામાં આવી રહેલ અવિરત પ્રત્યનો અને ડેવલપર્સ અને ગ્રાહક વચ્ચે સેતુની જેમ કાર્ય પધ્ધતિને જાહેર જનતા સુધી પહોચાડવાના અમારા અવિસ્મરણીય અને અદભૂત આયોજનો છે.

Related posts

TAVI: એઓર્ટિક સ્ટેનોસિસની સારવાર માટે સેફ અને ગ્લોબલ રીતે ચકાસાયેલી પ્રક્રિયા – ડૉ. પ્રિયાંક મોદી

amdavadpost_editor

ત્રણ વેપાર સાહસોએ કેવિનકેર-એમએમએ ચિન્નીકૃષ્ણનન ઈનોવેશન એવોર્ડસ 2024 જીત્યા

amdavadpost_editor

કેસિયો ગુજરાતમાં તેની રિટેલ હાજરીને મજબૂત બનાવે છે, વડોદરામાં નવો એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કર્યો

amdavadpost_editor

Leave a Comment