Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડેઝૌલ્ટ એવિયેશન્સએ ભારતમાં ફાલ્કન 2000 બિઝનેસ જેટ્સનું ઉત્પાદન કરવા માટે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેટાકંપની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર સાથે ભાગીદારી કરી

ડેઝૌલ્ટ એવિયેશન ભારતીય અને વૈશ્વિક માર્કેટ્સ માટે ફ્રાંસની બહાર સૌપ્રથમ વખત ફાલ્કન 2000 બિઝનેસ જેટ્સનું ઉત્પાદન કરશે

યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાંસ, કેનેડા અને બ્રાઝિલ બાદ બિઝનેસ જેટ્સનું ઉત્પાદન કરતા દેશોની એલિટ ક્લબમાં ભારતમાં જોડાયુ

ડેઝૌલ્ટ રિલાયન્સ એરોસ્પેસ (DRAL)ફાલ્કન 6x, ફાલ્કન 8x એસેમ્બલી પ્રોગ્રામ્સ સહિત ફાલ્કન સિરીઝ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે ઉભરી આવશે

ડેઝોલ્ટ એવયેશન 2028 સુધીમાં સૌપ્રથમ મેઇડ ઇન ઇન્ડિયાફાલ્કન 2000 જેટ કોર્પોરેટ અને લશ્કરી વપરાશ માટે ડિલીવર કરશે

ડેઝૌલ્ટ એવિયેશન અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચર નાગપુર, મહારાષ્ટ્ર, ભારતમાં ફાલ્કન 2000 જેટ્સ માટે ફાઇનલ એસેમ્બલી લાઇનની સ્થાપના કરશે 

લે બૌરગેટ પેરિસ, મુંબઇ ૧૮ જૂન ૨૦૨૫: ડેઝૌલ્ટ એવિયેશન અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમીટેડ (RAL)એ આજે વૈશ્વિક બજારો માટે ભારતમાં ફાલ્કન 2000 બિઝનેસ એક્ઝિક્યુટીવ જેટ્સનું ઉત્પાદન કરવા માટે આજે પેરિસ એર શો ખાતે સીમાચિહ્ન વ્યૂહાત્મક ભાગીદારીની ઘોષણા કરી હતી. આ ભાગીદારી ભારતના એરોપ્સેપસ ઉત્પાદન ક્ષમતાઓને એડવાન્સ બનાવવામાં નોંધપાત્ર પગલું રજૂ કરે છે.

ડેઝૌલ્ટ એવિયેશન પોતાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ફ્રાંસની બહાર ફાલ્કન 2000 જેટ્સનું ઉત્પાદન કરશે. આ સૌપ્રથમ પહેલમાં ભારતને હાઇ-એન્ડ બિઝનેસ જેટ ઉત્પાદન માટે એક વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે જોઇ શકાશે.

આ ભારતીય એરોસ્પેસ અને ઉત્પાદન ઉદ્યોગ માટે એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે આ સીમાચિહ્ન કરાર ભારતને યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, કેનેડા અને બ્રાઝિલની સાથે આગામી પેઢીના બિઝનેસ જેટનું ઉત્પાદન કરતા દેશોના એલિટ ક્લબમાં પ્રવેશવાનો માર્ગ મોકળો કરે છે.

DRAL, ફાલ્કન શ્રેણી માટે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) પણ બનશે, જેમાં ડેઝૌલ્ટ એવિએશન માટે ફાલ્કન 6X અને ફાલ્કન 8X એસેમ્બલી પ્રોગ્રામનો સમાવેશ થાય છે, જે ફ્રાન્સની બહાર આ પ્રકારનું પ્રથમ CoEછે. ફાલ્કન 2000 જેટ માટે અત્યાધુનિક, અંતિમ એસેમ્બલી લાઇન નાગપુર, મહારાષ્ટ્રમાં સ્થાપિત કરવામાં આવશે.

ડેઝૌલ્ટ એવિયેશનના ચેરમેન અને સીઇઓ એરિક ટ્રેપિયરે જણાવ્યું હતુ કે ‘’આ નવો કરાર, જે DRALને ફ્રાન્સની બહાર ફાલ્કન એસેમ્બલી માટે શ્રેષ્ઠતાનું પ્રથમ કેન્દ્ર બનાવશે અને જે આખરે ફાલ્કન 2000 માટે અંતિમ એસેમ્બલી લાઇનની સ્થાપનાને સક્ષમ બનાવશે, તે ફરી એકવાર, અમારી ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાના અને વૈશ્વિક એરોસ્પેસ સપ્લાય ચેઇનમાં ભારતને મુખ્ય ભાગીદાર તરીકે ઓળખવામાં યોગદાન આપવાના અમારા દ્રઢ ઇરાદાને દર્શાવે છે.તે અમારા ભાગીદાર રિલાયન્સ સાથે શેર કરેલા વ્યૂહાત્મક વિઝન સાથે સુસંગત, DRALના વધારાને ચિહ્નિત કરે છે, જેના કારણે 2017માં તેની રચના થઈ અને ભારતમાં અમારા ભવિષ્ય અને ભારતની સેવામાં અમારી અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે.” 

રિલાયન્સ ગ્રુપના સ્થાપક ચેરમેન અનિલ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “ડેઝૌલ્ટ એવિએશન સાથેની અમારી ભાગીદારી રિલાયન્સ ગ્રુપની યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે, કારણ કે અમે વૈશ્વિક એરોસ્પેસ મુલ્ય શ્રૃંખલામાં ભારતને એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે મજબૂત રીતે સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરીએ છીએ. આ સહયોગ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ (સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા) અને ‘મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ’ પહેલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાની શક્તિશાળી અભિવ્યક્તિ છે, જે વૈશ્વિક બજારો માટે આગામી પેઢીના બિઝનેસ જેટ બનાવવાની અને પહોંચાડવાની ભારતની ક્ષમતા દર્શાવે છે. ‘મેડ ઇન ઇન્ડિયા’ ફાલ્કન 2000 રાષ્ટ્રની ટેકનોલોજીકલ કુશળતા અને ઉત્પાદન શ્રેષ્ઠતાના ગૌરવપૂર્ણ પ્રતીક તરીકે ઊભું રહેશે”.

ડેઝોલ્ટ એવિએશન ફાલ્કન 8X અને ફાલ્કન 6Xના ફ્રંટ સેકશનની એસેમ્બલી પણ DRAL માં ટ્રાન્સફર કરશે. મુખ્ય સુવિધા અપગ્રેડ સાથે એસેમ્બલી કામગીરીનું ટ્રાન્સફર, 2028 સુધીમાં ભારતીય ભૂમિ પરથી ‘ભારતમાં બનાવેલ’ ફાલ્કન 2000ની પ્રથમ ઉડાન માટે માર્ગ મોકળો કરશે. 

આ ભાગીદારી ભારતની એરોસ્પેસ ઉત્પાદન ક્ષમતાઓને આગળ વધારવામાં એક એવા મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે,જે વૈશ્વિક એરોસ્પેસ ઇકોસિસ્ટમમાં દેશની વધતી જતી મહત્વતા પર ભાર મૂકે છે. નવી અંતિમ એસેમ્બલી લાઇન ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વધતી માંગને પૂર્ણ કરશે.

ફાલ્કન બિઝનેસ જેટ્સે ભારતના કોર્પોરેટ અને ચાર્ટર એવિએશન સેગમેન્ટમાં મજબૂત હાજરી સ્થાપિત કરી છે, જેનાથી માનનીય ગ્રાહકોનો વિશ્વાસ પ્રાપ્ત થયો છે જેઓ વિમાનના અસાધારણ પ્રદર્શન, આરામ અને કાર્યકારી કાર્યક્ષમતાને મહત્વ આપે છે.

ડેઝૌલ્ટ એવિએશન અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચર – DRAL વચ્ચેનું સંયુક્ત સાહસ 2017માં સ્થાપિત થયું હતું. તે વર્ષના અંતમાં, નાગપુરના મિહાન ખાતે એક અત્યાધુનિક ઉત્પાદન સુવિધાની સ્થાપના સાથે કામગીરી શરૂ થઈ હતી. 2019માં તેનો પ્રથમ ફાલ્કન 2000 ફ્રન્ટ સેક્શન પહોંચાડ્યા પછી, DRALએ ફાલ્કન 2000 માટે 100થી વધુ મુખ્ય પેટા-વિભાગો ભેગા કર્યા છે, જે તેની વિશ્વ-સ્તરીય ચોકસાઇ ઉત્પાદન ક્ષમતાઓ પર ભાર મૂકે છે અને ફાલ્કન વૈશ્વિક ઉત્પાદન કાર્યક્રમમાં અભિન્ન ભૂમિકા ભજવે છે.

DRAL આગામી દાયકામાં તેના વિસ્તરણ કામગીરીને ટેકો આપવા માટે અસંક્ય એન્જિનીયર્સ અને ટેકનિશીયન્સની ભરતી કરે તેવી અપેક્ષા છે. આ વૃદ્ધિ ભારતના એરોસ્પેસ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને ઉચ્ચ-ચોકસાઇવાળા ઉડ્ડયન ઉત્પાદન માટે શ્રેષ્ઠતાના વૈશ્વિક કેન્દ્ર તરીકે રાષ્ટ્રના ઉદભવને આગળ વધારવા માટે ડેઝૌલ્ટ એવિએશનની ઊંડી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

Related posts

પૂર્વા મંત્રીએ અંકલેશ્વર નવરાત્રીમાં ધૂમ મચાવી : સંગીત અને સંસ્કૃતિની ઉત્સાહભેર ઉજવણી

amdavadpost_editor

રામ ચરણ અયપ્પાની માળા પહેરીને કુડ્ડાપહ દરગાહ પહોંચ્યા, A.R. રહેમાનને આપેલું વચન

amdavadpost_editor

ભારતના ટાયર 2 અને 3 શહેરોમાં ડીપ ટેક ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે રેઝરપેએ MeitY સ્ટાર્ટઅપ હબ સાથે ભાગીદારી કરી

amdavadpost_editor

Leave a Comment