અમદાવાદ 29 જાન્યુઆરી 2025 : ગો ડિજિટ લાઇફ ઇન્શ્યોરન્સ લિમિટેડ (ડિજિટ લાઇફ), ભારતની સૌથી ઝડપથી વિકસતી નવી-યુગની ડિજિટલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીએ જાહેરાત કરી છે કે તેણે તેની પ્રથમ વ્યક્તિગત શુદ્ધ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન “ડિજિટ ગ્લો ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ” લૉન્ચ કર્યો છે, જે ખાસ કરીને સેલ્ફ-એમ્પ્લોય્ડ ભારતીયો માટે ડિઝાઇન કરવામાં આવી છે. સીમલેસ ગ્રાહક સેવા અને એજન્ટોના ઝડપી ઓનબોર્ડિંગને સક્ષમ કરવા માટે, ડિજિટ લાઈફ ઇન્શ્યોરન્સે અમદાવાદમાં એલિસબ્રિજ અને વડોદરામાં બર્ડ સર્કલ ખાતે ઓફિસો પણ ખોલી છે.
સેલ્ફ-એમ્પ્લોય્ડ વ્યક્તિઓમાં આર્થિક સમાવેશને વધારવાના ઉદ્દેશ્ય સાથે, ડિજિટ લાઇફ, તેના ઈન-હાઉસ બિલ્ટ ટેક્-અનેબલ મોડલ્સ દ્વારા, વધુ સારી આર્થિક અન્ડરરાઇટિંગ માટે વિવિધ યુનિક ડેટા પોઇન્ટ્સ અને વૈકલ્પિક ક્રેડિટ પેરામીટર્સનો ઉપયોગ કરશે. સરકારી ડેટા મુજબ, ગુજરાતમાં 56.1% લોકો સેલ્ફ-એમ્પ્લોય્ડ છે. ભારતમાં 300 મિલિયનથી વધુ સેલ્ફ-એમ્પ્લોય્ડ વ્યક્તિઓનો અંદાજ છે કે જેઓ સામાન્ય રીતે આવકમાં વધઘટ, આવકના પુરાવાઓનો અભાવ જેવા વિવિધ પડકારોને કારણે પોતાના માટે પર્યાપ્ત ટર્મ લાઈફ ઇન્શ્યોરન્સ કવર ખરીદવામાં મુશ્કેલી અનુભવે છે.
લોંચ વિશે કહેતા, ગો ડિજિટ લાઈફ ઇન્શ્યોરન્સ લિમિટેડના ચીફ બિઝનેસ ઓફિસર સંદીપ ભારદ્વાજે જણાવ્યું હતું કે, “નેનો વેપાર કરતા લોકો, ગીગ વર્કર્સ અને પ્રોફેશનલ્સ સહિત સેલ્ફ-એમ્પ્લોય્ડ ગુજરાતીઓ આપણા અર્થતંત્રનું કરોડરજ્જુ છે. છતાં, ટ્રેડિશનલ અન્ડરરાઈટિંગ પડકારોને કારણે તેઓ પર્યાપ્ત લાઇફ ઇન્શ્યોરન્સ કવરેજનો અભાવ ધરાવે છે. ડિજિટ ગ્લો ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ સાથે, અમારું લક્ષ્ય ઍક્સેસને સરળ બનાવીને અને તેને ગુજરાતના સેલ્ફ-એમ્પ્લોય્ડ વર્કફોર્સ માટે ખરેખર સમાવિષ્ટ બનાવીને આ અંતરને ભરવાનું છે.”
ઇન્શ્યોરન્સને સરળ બનાવવાના તેના મિશનમાં સાચા રહીને, ડિજિટ લાઇફનો ટર્મ પ્લાન કસ્ટમાઈઝેબલ અને સસ્તો રહેશે, અને જે પરંપરાગત અવરોધો જેમ કે કડક દસ્તાવેજીકરણ અને લાંબી પ્રક્રિયાઓને દૂર કરશે જેનો સેલ્ફ-એમ્પ્લોય્ડ વ્યક્તિઓ સામાન્ય રીતે સામનો કરે છે. નીચલા સામાજિક વર્ગના લોકોને ઇન્શ્યોરન્સમાં આગળ લાવવાના ઉદ્દેશ્ય સાથે, આ યોજના રૂ. 10 લાખથી રૂ. 1 કરોડ સુધીના કવરેજ સાથે વ્યાપક સુરક્ષા પ્રદાન કરશે.
તમામ પ્રક્રિયા-ઑનબોર્ડિંગથી લઈને રિન્યૂઅલથી લઈને ક્લેમ સેટલમેન્ટ સુધી-100% ડિજિટલી સક્ષમ હશે, જેનાથી લાંબા કાગળ અને કડક દસ્તાવેજીકરણની જરૂરિયાત દૂર થશે. જ્યારે આ પ્લાન મૃત્યુની પરિસ્થિતિમાં આર્થિક સુરક્ષા પ્રદાન કરશે, તે આકસ્મિક મૃત્યુ, અકસ્માતને કા, રણે સંપૂર્ણ અને કાયમી અપંગતા અને છેલ્લી બીમારી જેવા વૈકલ્પિક કવરેજ પણ પ્રદાન કરશે. આ પ્લાન પોલિસીની શરતો અને પ્રીમિયમ ચુકવણી વિકલ્પોમાં પણ સુગમતા પ્રદાન કરે છે.
આ ટર્મ પ્લાન 15 થી વધુ કોમ્પ્લિમેન્ટરી એડ-ઑન વેલનેસ બેનિફિટ્સ પણ પ્રદાન કરે છે, જેમાં મફત ટેલિ કન્સલ્ટેશન ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પર ડિસ્કાઉન્ટ, દવાની ડિલિવરી, ક્રોનિક કેર પ્રોગ્રામ્સ, થેરાપી સેશન્સ, ડેન્ટલ કન્સલ્ટેશન, એલ્ડર કેર પ્રોગ્રામ્સ વગેરેનો સમાવેશ થાય છે.
ડિજિટ લાઇફ ઇન્શ્યોરન્સે શરૂઆતથી જ (30 સપ્ટેમ્બર, 2024 સુધી) 5.64 મિલિયન લોકોને કવર કર્યા છે અને 5.5 મિલિયન ગ્રાહકોને સેવા આપતા ₹1.27 બિલિયનના ક્લેમ ચૂકવ્યા છે. H1FY25 માં તેનો ગ્રોથ 488% YoY રહ્યો હતો જેમાં કંપનીએ ₹531.52 કરોડ લખ્યા હતા, જ્યારે H1FY24માં તે ₹90.39 કરોડ હતા.
ડેટા સોર્સ: પિરિયોડીક લેબર ફોર્સ સર્વે (PLFS) 2023-24