એલિસ્ટર યંગે સરાચી રાર્હ બેંગાલ ટાઈગર્સને જીત અપાવી; ગોડસ્પીડ કોચીના હ્યુ બાર્ટર ફોર્મ્યૂલા 4 ઈન્ડિયન ચેમ્પિયનશિપનો પ્રથમ રાઉન્ડ જીત્યો
ચેન્નાઈ, 25 ઓ ગસ્ટ 2024: મલેશિયન એલિસ્ટર યંગે પોતાની શાનદાર રેસિંગ સ્કિલ્સ થકી સારાચી રાર્હ બેંગાલ ટાઈગર્સને ઈન્ડિયન રેસિંગ લીગના પ્રથમ રાઉન્ડમાં જીત અપાવી. જ્યારે ઓસ્ટ્રેલિયાના હ્યૂ બાર્ટરે ગોડસ્પીડ કોચી તરફથી શનિવારની નિરાશાને ખંખેર્યા બાદ ફોર્મ્યૂલા-4 ઈન્ડિયન ચેમ્પિયનશિપમાં ગ્રાન્ડ ડબલ પૂર્ણ કર્યું. કિંગફિશર સોડા દ્વારા સ્પોન્સર્ડ ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલનો પ્રથમ રાઉન્ડ રવિવારે મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર પૂર્ણ થયો. ફોર્મ્યૂલા-1 રેસર એલેક્સના 21 વર્ષીય પુત્ર યુંગે પોલ પોઝિશનથી પ્રારંભ કર્યો હતો. તેને પ્રારંભમાં હૈદરાબાદના અખીલ રબિન્દ્રાએ ટક્કર આપ્યા બાદ આરામથી રેસ પૂર્ણ કરી, અખીલ બીજા સ્થાને રહ્યો. ચેક રિપબ્લિકના ગેબ્રિયેલા જીલકોવાએ ગોવા એસિસનું પ્રતિનિધિત્ત્વ કરતા ત્રીજું સ્થાન મેળવ્યું હતું. જ્યારે એફ4 ઈન્ડિયા ચેમ્પિયનશિપમાં 19 વર્ષીય બાર્ટરે 18 સેકન્ડ્સના અંતરથી રેસ-2 જીત્યા બાદ વર્ચ્યુઅલી સ્પર્ધાનો અંત કર્યો હતો અને સેફ્ટી કાર પિરિયડ હોવા છતાં રેસ-3 ને ખાતરીપૂર્વક લેવાનું ચાલુ રાખ્યું. બાર્ટરે પોતાની બીજી રેસ આક્રમકતા સાથે 15મી પોઝિશને શરૂ કરતા સાતમાં લેપમાં પ્રથમ પોઝિશન મેળવી દેખાડી. તેના પછી ચેન્નાઈ ટર્બો રાઈડર્સનો ઓસી ઈસાક ડેમેલવીક તથા અમદાવાદ એપેક્ષ રેસર્સ ટીમનો ભારતીય દિવ્ય નંદન હતો. જ્યારે તે પછીની રેસમાં બાર્ટરે સારા અંતરની લીડ સાથે પ્રથમ સ્થાને રહી ફિનિશ કર્યું. તેની પછી દ.આફ્રિકાનો અને હૈદરાબાદ ટીમના ખેલાડી અકીલ અલીભાઈ એ બીજું સ્થાન મેળવ્યું. આ સાથે ત્રીજા ક્રમે રુહાન આલવા રહ્યો હતો.