Amdavad Post
આરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

પી.એસ.એમ હોસ્પિટલમાં ઓપરેશન વિના જ 7 વર્ષના બાળકના પેટમાંથી ડૉક્ટરે દોઢ ઈંચનું લોહીચૂંબક બહાર કાઢ્યું

માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતા સમયે કલોલનું બાળક લોહીચૂંબક ગળી ગયું હતું

ગુજરાત ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૪: પી.એસ.એમ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ રાત્રે 10 કલાક આસપાસ ઇમરજન્સીમાં સાત વર્ષના ધૃવિલ મહેશભાઈ ઠાકોર રહેવાસી પંચવટી કલોલને તેમના માતા પિતા પી.એસ.એમ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવ્યા હતા. તેમનું સાત વર્ષનું બાળક મોંઢામાં લોહ ચુંબકથી રાખી રમતા લોહી ચુંબક પેટમાં ઉતરી ગયું હતું. જેથી તેમને બાળક દ્વારા જાણ થતા પી.એસ.એમ હોસ્પિટલ કલોલ ખાતે ઇમરજન્સીમાં બાળકને લાવીને દાખલ કરવામાં આવ્યું હતું. તેમનું બાળક આશરે એકથી દોઢ ઇંચ જેટલું લંબ ગોળાકાર લોહચુંબક મોં દ્વારા પેટમાં ઉતારી જતા ખૂબ મુશ્કેલ સ્થિતિ સર્જાઈ હતી.

જેથી હોસ્પિટલમાં બાળકને તાત્કાલિક બાળ રોગોના નિષ્ણાંત ડોક્ટર દિવ્યાબેન પ્રજાપતિ દ્વારા તપાસ કરી અને સારવાર શરૂ કરી હતી. બાળકને પીઆઇસીયુમાં દાખલ કરી વિના ઓપરેશને લોહીચુંબક બહાર કાઢવામાં આવ્યું હતું. આ બાળકની મુશ્કેલ સ્થિતિ હતી જે બાબતે ઘર પરીવારજનો પણ ખૂબ જ ગંભીરતાથી ચિંતા કરતા હતા. અંતે આ મુશ્કેલ સ્થિતિમાંથી બાળક ઉગરતા, માતા આરતીબેન આ અંગે જણાવે છે કે, બાળકને તરત જ હોસ્પિટલમાં લાવી અને તત્કાલિક ડોક્ટરની ટીમ તેમજ અન્ય કર્મચારીઓના સહકારથી બાળકની જિંદગી બચી ગઈ છે અને કોઈપણ મુશ્કેલી વગર પેટમાંથી લોહી ચુંબક બહાર નીકળી ગયું. આ અંગે ડોક્ટરની સમગ્ર ટીમનો અને પી.એસ.એમ હોસ્પિટલનો આભાર વ્યક્ત કરું છું.. આ ઉપરાંત તેમણે દરેક માતા-પિતાને જણાવે છે કે બાળકને આવા જોખમી રમકડાઓથી દૂર રાખવા માટે વિનંતી કરી હતી. જેથી કરીને અન્ય બાળકો પણ આવા જોખમોથી બચી શકે.

Related posts

ટાટા પાવર રિન્યુએબલ એનર્જી અને ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ માટે 200 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

amdavadpost_editor

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

amdavadpost_editor

ક્રેક એ સ્વતંત્રતા દિવસ માટે ડ્યુઅલ કેમ્પેઇન શરૂ કર્યું : સલામત ડ્રાઇવિંગ અને વૃક્ષારોપણ અભિયાન માટે પ્રતિજ્ઞા

amdavadpost_editor

Leave a Comment