જેની આંખમાં વ્હાલ-વાત્સલ્ય દેખાય એની શરણે જજો.
જેની જીભમાં સત્યનો સ્વાદ અને પ્રસાદ હોય ત્યાં જજો.
જેનાં હ્રદયમાં પ્રેમ અને કરુણા હોય ત્યાં જજો.
આદિતીર્થવાસી ક્ષેત્ર ગણાતીસોનગઢની ભૂમિ પર ચાલી રહેલી નવ દિવસીયરામકથાનાંપાંચમાં દિવસે આરંભે આ વિસ્તારમાં સનાતન ધર્મની સેવા કરતા, પોતાના વર્ષો જેણે અર્પણ કરી દીધા છે એવા તમામ વિશિષ્ટ લોકોને યાદ કરીને,આજે ગાંધીજીનોદાંડીકૂચનો દિવસ અને એમની પ્રતિજ્ઞાને પણ યાદ કરીને કહ્યું કે કોણ શાશ્વત-સનાતન તરફ આપણને ખેંચી શકે એ સમજજો અને ભ્રમિત ન થશો. જેનામાં છ વસ્તુ જુઓ એના પગલે ચાલજો:જેનીજમણી આંખમાં વહાલ અને ડાબી આંખમાં વાત્સલ્ય હોય,જેની જીભમાં સત્યનો સ્વાદ અને પ્રિય સત્યનો પ્રસાદ હોય,જેનાં હૃદયમાં દરેક માટે પ્રેમ અને કરુણા હોય-આ છ વસ્તુ દેખાય એનું અનુસરણ કરજો.
ઘણીવાર આપણે દેવ મંદિરે પ્રસાદ માટે નહીં સ્વાદ માટે જતા હોઈએછીએ.કથાનું કામ છે સ્વાદ અને પ્રસાદ આપવો.
રામાયણ શબ્દ ચાર વખત આવ્યો છે.એ ચારે યુગમાં ગવાય છે,મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર માટે કામ કરે છે,ધર્મ,અર્થ,કામ અને મોક્ષ માટે ગવાય છે એટલે ચાર વખત એનો ઉલ્લેખ થયો છે.
કોઈએ પૂછેલું કે રામે પ્રતિજ્ઞા કેમ તોડી?એનાં સુંદર મર્મ સમજાવતા શા માટે રામ પ્રતિજ્ઞા તોડે છે એની વાત કરી અને જણાવ્યું કે ત્રિભુવનદાદા સતત જપયજ્ઞકરતા.મારા પિતાજી વિચારયજ્ઞ કરતા અને જેને હું વિચાર યજ્ઞના આચાર્ય કહું છું એવા ગુણવંતશાહને યાદ કરી અને કહ્યું કે એક વખતની વડોદરાની કથાથી મારો સ્થૂળ યજ્ઞ-જે હું રોજ કરું છું અને એ પછી ગંગાજળનું વ્રત શરૂ થયેલું.
રામકથામાંસતીએ રામની પરીક્ષા કરી,નિષ્ફળ ગયા. શીવે એ જાણ્યું આથી પ્રતિજ્ઞા કરીને સતીથી દૂર થયા.એ પછી દક્ષયજ્ઞમાં સતી-પાર્વતી યજ્ઞધ્વંશ કરીને દેહ ત્યાગ કરે છે અને બીજો જન્મ હિમાચલને ત્યાં થાય છે.એ વખતે નારદજી એનાં હાથની રેખા જોતા એને કેવા પ્રકારનો વર મળશે મળશે એની વાત કરે છે.
કથા-વિશેષ:
અહીં જે થઇ રહ્યું છે એ ધર્મ નથી,આતતાયી કૃત્ય છે:અહીં ચાલતી વટાળ પ્રવૃત્તિ પર બાપુની પીડા
આ વિસ્તારનાં થોડાક બહેનો મળ્યા એની વાતો સાંભળીને બાપુએ કહ્યું કે કેટલો બધો અત્યાચાર આ ભૂમિ ઉપર થઈ રહ્યો છે!કોઈ વ્યક્તિ એકલા-એકલા સનાતન બચાવવા માટે પ્રયત્ન કરે છે અને ટોળું ભેગું થઈને એને ખૂબ જ મારપીટ કરે છે.શું ધર્મ આવું શીખવે છે?એક વીડિયો જોઈને બાપુ એના ઉપર પોતાનો પ્રતિભાવ આપતા હતા.આ લોકો કહે છે કે આપણો સમાજ આવીને આપણું મંદિર તોડી નાખે છે અને એના દેવળનું સ્થાપન કરે છે,એને પૂછ્યું કે સવિનય વિનંતી કરીએ છીએ,કાનૂની પગલા પણ લઈએ છીએ પરંતુ રાજકીય લોકો પણ એના જ છે! જે બધાને તમે સત્તામાંચૂંટાઈને લાવો છો એ પણ વાત સાંભળતા નથી.પોલીસ ફરિયાદ લેતી નથી, કલેકટર અરજી દબાવી રાખે છે,ધારાસભ્યો પણ એના જ છે!સત્તા ક્યારેક સતને આટલું નુકસાન કરી રહી છે.બહેનોનીપીડાયુક્તઆપવિતીને વાચા આપતા બાપુએ કહ્યું કે મારી વ્યાસપીઠ તમારી નિંદા કે વિરોધ માટે નહીં પણ હિન્દુ સમાજને જાગૃત કરવા અને તમે પણ ખોટી-ભ્રામક ઊંઘમાં ફસાયા છો આમાંથી બહાર કાઢવા આવ્યો છું.અહીં જે કૃત્યો થઇ રહ્યા છે એના વિશે કોઈ સાંભળતું જ નથી. અહીં લગભગ ૭૦-૩૦નો રેશિયોછે.એટલે કે ૭૦ જેટલા વટલાવીનંખાયેલા લોકો અને સામે આપણા ૩૦ જેટલા સનાતની-હિન્દુ લોકો વસી રહ્યા છે.
નિત્શેએ જગ પ્રસિદ્ધ વાક્ય કહેલું કે:એક માત્ર ખ્રિસ્તી ઈસુ હતા,એ પછી કોઈ ખ્રિસ્તી થયો નથી. બાપુએ કહ્યું કે ગુરુકૃપા,ઈશ્વર કૃપાથી મારી વ્યાસપીઠ બહુ જ વ્યસ્ત હોવા છતાં હું દર વર્ષે અહીં કથા માટે આવું છું કારણ કે વિશેષ જાગૃતિ આવે.
અહીં પરિસ્થિતિ એવી છે કે દીકરો સનાતની હોય અને દીકરી ઈસાઇ આવે એટલે બધા જ દેવસ્થાનો ફેંકી દે છે.માતાજી કે આપણા કોઈ દેવતાઓનેમાટલા કે વાટકામાંછુપાવીને રાખવા પડે છે.
આ ધર્મ નથી,આ આતતાયી કૃત્ય છે.સરકારોને અહીં કહેવાય છે પણ કંઈ થતું નથી.તમારી વાત તમારા મોરારીબાપુ સાંભળવા આવ્યો છે.
જે સહન કરે છે એના સમર્પણ-તપ-ત્યાગને પગે લાગું છું,નમન કરું છું અને વિનય પણ કરું છું કે તમે જે માનો એ માનો પણ તમે મૂળમાં એ નથી,મૂળ બીજું છે.
ઘણાએતલવારથી,ઘણાએરિવોલ્વરથી ધર્મ પરિવર્તનો કર્યા છે.સનાતન પાસે કદાચ ધનુષ્ય બાણ છે પણ એનો આધ્યાત્મિક અર્થ જુદો છે.સાચા ધર્મનો પ્રચાર શસ્ત્રોથી નહીં ગીતાજી લઈને થઈ શકે એ પણ જણાવ્યું કે બે-ચાર દિવસ પહેલાં હું જેને ત્યાં ભિક્ષા લેવા માટે ગયો હતો એ યુવાનને ચમત્કાર,પ્રપંચ ધાક-ધમકી કરીને એવો માર્યો છે કે એનું માથું ફોડી નાખવામાં આવ્યું છે.આ ધર્મ નથી ધર્મના લીબાશમાં કંઈક બીજું ચાલે છે માટે ભ્રમિત ન થશો.