Amdavad Post
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

ભારતમાં પ્રથમ એન્જાઇન જાગૃત્તિ સપ્તાહને ચિન્હીત કરતા એસોસિયેશિયન ઓફ ફિઝીસિયન્સ ઓફ ઇન્ડિયા અને એબોટ્ટએ એન્જાઇન વ્યવસ્થાપન પર એક એકશન પ્લાન શરૂ કર્યો

  • API અને એબોટ્ટએ એન્જાઇનની ઇષ્ટતમ સારવાર (OPTA): હાલની તાતી જરૂરિયાત શિર્ષકવાળા એકશન પ્લાનની શરૂઆત કરી છે
  • APIએ ત્રણ વિશિષ્ટ OPTA ટૂલ્સની ભલામણ કરી છે જેને એન્જાઇન નિદાન,પૂર્વાનુમાન અને વ્યવસ્થાપનને ટેકો પવા માટે એબોટ્ટ દ્વારા વિકસાવવામાં આવ્યુ છે

 અમદાવાદ, તા. 21 જૂન, 2024:એસિસિયેશન ઓફ ફિઝીશિયન્સ ઓફ ઇન્ડિયા (API)એ વૈશ્વિક હેલ્થકેર કંપી એબોટ્ટ સાથે આજે ભારતમાં સૌપ્રથમ વખત 19 જૂનથી 25 જૂન સુધીએન્જાઇન જાગૃત્તિ સપ્તાહનો પ્રારંભ કર્યો છે. તેના દ્વારા તેમનો ઉદ્દેશ વહેલાસર એન્જાઇન નિદાનની અગત્યતા અને કાર્ડીયેક ઘટનાના જોખમને ઘટાડવાનો અને દર્દીના પરિણામોમાં સુધારો લાવવા માટે તેના ઇષ્ટતમ વ્યવસ્થાપનનો છે. તે સપ્તાહને ચિન્હિત કરતા તેમને સામૂહિક રીતે એબોટ્ટના એન્જાઇન (કંઠમાળ)ની ઇષ્ટતમ સારવાર (OPTA): હાલની તાતી જરીરિયાત વાળા શિર્ષકવાળા એકશન પ્લાનનો પ્રારંભ કર્યો છે, જે સમયસર નિદાન અને વ્યવસ્થાપન માટેના શ્રેષ્ઠ ધોરણો પર ભાર મુકે છે.

એબોટ ઈન્ડિયાના મેડિકલ ડાયરેક્ટર ડૉ. અશ્વિની પવારએ જણાવ્યું હતું કે, “ભારતમાં આજે પણ એન્જાઇન એક નિદાન થયા વિનાની સ્થિતિ છે. આના પરિણામે, ઘણાને શ્રેષ્ઠ સારવાર મળતી નથી. 2012 અને 2030iv વચ્ચે આશરે 2.17 ટ્રિલિયન યુએસ ડૉલરના દેશ માટે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના વધતા બોજને ધ્યાનમાં રાખીને આ પડકારનો સામનો કરવો મહત્વપૂર્ણ છે. એસોસિયેશન ઑફ ફિઝિશિયન ઑફ ઈન્ડિયાના સમર્થનથી, અમે ભારતમાં એન્જાઇન જાગૃત્તિ સપ્તાહની શરૂઆત દ્વારા જાગૃતિ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ જેથી અગાઉના નિદાન અને શ્રેષ્ઠ એન્જાઇન વ્યવસ્થાપનમાં મદદ મળે છે.મુંબઇના સિનિયર ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ

એન્જાઇન એક છાતીમાં પ્રતિકૂળતા, દુઃખાવો, ભાર અથવા સંકોચન તરીકે અનુભવવમાં આવ્યો છે, જે હૃદયની ધમનીના રોગનું પ્રાથમિક લક્ષણ છે. જ્યારે હૃદય રોગ સંબંધિત (સીવીડી) મૃત્યુની વાત આવે ત્યારે વૈશ્વિક ધોરણે ભારત બીજો ક્રમ ધરાવે છે અને સીવીડી દેશમાં પુરુષો અને મહિલાઓમાં અનુક્રમે 20.3% અને 16.9%નો વાર્ષિક મૃત્યુ દર ધરાવે છે.[i]તેની પર ધ્યાન આપવું ખાસ એટલા માટે અગત્યનુ છે કે તે એન્જાઇન જેવી ચેતવણી નિશાનીઓ ધરાવે છે જે હળવા માથાના દુઃખાવા, જે તે વ્યક્તિના હાથમાં, પીઠમાં અને અન્ય સ્થળે પ્રતિકૂળતામાં પણ પરિણમી શકે છે. સ્થૂળતા પણ ભારે એન્જાઇન જોખમી પરિબળ છે, જે ખાસ કરીને પુરુષોની તુલનામાં મહિલામાં વધુ થાય છે. ડાયાબિટીઝ સાથે જીવતા લોકોને જો ધ્યાન ન અપાય તો વધુ હૃદયને લગતા રોગો ધરાવે તેવી શક્યતા છે.

કોમ્પ્રિહેન્સિવ એકશન પ્લાનએન્જાઇન પરના જ્ઞાનને છતો કરે છે, જેમાં રોગના બોજથી લઇને મહત્ત્વના પડકારો અને ડૉક્ટરોની ભલામણને ધ્યાનમાં લેવાનો સમાવેશ થાય છે. ભારતીયો અન્ય કોઇ પણ વસ્તી કરતા 20-50% ઊંચો સીએડી મૃત્યુદર ધરાવે છે. ઉપરાંત સીએડી સંબંધિત મૃત્યુ અને વિકલાંગતા દર પણ ભારતમાં છેલ્લા 30 વર્ષમાં બમણો થયો છે. ભારતીયો વારંવાર ખાસ એન્જાઇન લક્ષણો દર્શાવે છે, જે નિદાન ચૂકમાં પરિણમે છે.[ii]આ પ્રકારની નિશાનીઓમાં ટૂંકા શ્વાસ, વધુ પડતો પરસેવો, હૃદયમાં બળતરા, નસકોરી અથવા સ્થિર એન્જાઇન, છાતીમાં દુઃખાવાનો એક પ્રકારનો સમાવેશ થાય છે જે લાગણીયુક્ત અથવા શારીરિક તણાવ અને કસરતને વેગ આપી શકે છે. પુરુષો કરતા મહિલાઓ અસાધારણ લક્ષણો દર્શાવે તેવી શક્યતા વધુ છે – જેમ જડબુ અથવા ગરદનમાં દુઃખાવો, ખાલપણુ અને છાતી સિવાયના ભાગમાં પ્રતૂકૂળતા અનુભવવી, જે નિદાનમાં પડકારો સર્જી શકે છે. તે ડૉક્ટરો દ્વારા એન્જાઇનના કારણો પર ધ્યાન આપ્યા વિના લક્ષણોમાં રાહતને લગતા ઉકેલો પ્રદાન કરવામાં પરિણમી શકે છે, જેમાં જ્યારે દર્દી તે લક્ષણો હોવાનો ઇનકાર કરે છે ત્યારે વધારો થાય છે.

એન્જાઇનને વહેલાસર ઓળખી કાઢવું આવશ્યક છે જેથી હસ્તક્ષેપ શરૂ કરી શકાય અને રોગની પ્રગતિમાં વિલંબ કરવામાં મદદ મળી શકે, લક્ષણોને દૂર કરી શકાય અને વધારાના આરોગ્યસંભાળ ખર્ચને ટાળીને વધુ ગંભીર કાર્ડિયાક ઘટનાઓનું જોખમ ઘટાડી શકાય. આને ઓળખીને, એબોટે અનુક્રમે એન્જાઇનના નિદાન, પૂર્વનિદાન અને તબીબી વ્યવસ્થાપનને સમર્થન આપવા માટે OPTA ક્લિનિકલ ચેકલિસ્ટ, OPTA પ્રશ્નાવલિ અને OPTA અભિગમ સહિત ત્રણ અનન્ય સાધનો વિકસાવ્યા છે. ક્લિનિકલ પ્રેક્ટિસમાં OPTA ટૂલ્સની APIની ભલામણ સાથે, તેઓ હેલ્થકેર વ્યાવસાયિકને સમયસર નિદાન કરવામાં મદદ કરશે, જે શ્રેષ્ઠ વ્યવસ્થાપન તરફનું પ્રથમ પગલું છે.

APIના પ્રેસિડેન્ટ ડૉ. મિલિન્દ વાય નાડકરએ ટિપ્પણી કરતા જણાવ્યું હતુ કે “ભારતીયો પશ્ચિમી દેશો કરતાં એક દાયકા વહેલા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનો અનુભવ કરે છે, જે સમયસર રોગની શરૂઆતની પ્રારંભિક ઉંમર અને ઝડપી પ્રગતિ પર ધ્યાન આપવા માટે મહત્વપૂર્ણ બનાવે છે. દેશ વિશ્વભરમાં કોરોનરી આર્ટરી રોગના સૌથી વધુ દર ધરાવતો હોવાથી, એન્જાઇન જેવા લક્ષણો પ્રત્યે વધુ જાગૃતિ લાવવી જરૂરી છે, જે સામાન્ય રીતે ભારતીયોને અસર કરે છે, પરંતુ ઘણી વખત તેની અવગણના કરવામાં આવે છે. દેશના સામાન્ય પ્રેક્ટિશનરો અને કાર્ડિયોલોજિસ્ટને વિવિધ પગલાં અને સાધનો દ્વારા ટેકો આપીને, અમે અસરકારક નિદાન અને રોગ વ્યવસ્થાપનને મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.” 

ડો. વી.ટી. શાહ અને APIના જનરલ સેક્રેટરી ડૉ. અગમ વોરા સહિતના અન્ય નિષ્ણાતોએ પણ એન્જાઇન અને હૃદયની ધમનીના રોગો વિશેની મહત્ત્વની માહિતી પર પ્રકાશ પાડ્યો હતો. 

ભલામણ કરેલ એક્શન પ્લાન હેલ્થકેર પ્રેક્ટિશનરોની ઝડપી જોખમ શોધને સમર્થન આપવા માટે સાધનો અપનાવવાની જરૂરિયાતને પણ પ્રકાશિત કરે છે અને સર્વગ્રાહી વ્યવસ્થાપન યોજનાને અનુસરે છે. વધુમાં, ન્યૂનતમ આક્રમક પ્રક્રિયાઓ, અને નવીન ટેકનોલોજીઓ, જેમ કે કનેક્ટેડ કેર અને ડાયગ્નોસ્ટિક્સ માટેના ઉપકરણો કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરે છે. પ્રારંભિક તપાસ, દેખરેખ અને વ્યક્તિગત સારવાર વિકલ્પોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ઉપચારો પુનઃપ્રાપ્તિ સમય ઘટાડવામાં, જટિલતાઓને ઘટાડવામાં અને દર્દીના પરિણામોને સુધારવામાં મદદ કરશે. એકંદરે, મેડિકલ ટેક્નોલોજીમાં પ્રગતિ, હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધી રહી છે અને ભારતમાં હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસતુ જાય છે ત્યારે ભારતમાં કાર્ડિયાક કેરનું ભવિષ્ય આશાસ્પદ લાગે છે.

[i]ગુપ્તા આર, મોહન I, નરુલા જે. ભારતમાં કોરોનરી હાર્ટ ડિસીઝ એપિડેમિઓલોજીનો ટ્રેન્ડ. એન ગ્લોબ હેલ્થ. 2016 માર્ચ-એપ્રિલ;82(2):307-15. doi: 10.1016/j.aogh.2016.04.002. PMID: 27372534.

[ii]જાધવ યુ, પિન્ટો બી, જયગોપાલ પીબી, નાયર ટી, કુમાર પી, સાહૂ પીકે, ગાંગુલી એ, શ્રીવાસ્તવ એસ, કપૂર એસ, ડેવિડસન ડી, આહુજા આરસી, ધર્માધિકારી એ, સિંહ એ. એન્જાઇનની શ્રેષ્ઠ સારવાર પર ભારતીય સર્વસંમતિ (ઓપીટીએ). જે એસોસી ફિઝિશિયન્સ ઈન્ડિયા. 2018 ડિસેમ્બર;66(12):95-103. PMID: 31315340

Related posts

સોની લાઈવ પર ફ્રીડમ એટ મિડનાઈટમાં પંડિત નેહરુની ભૂમિકા સિદ્ધાંત ગુપ્તાને કઈ રીતે મળી

amdavadpost_editor

મહાબલેશ્વર,શિવને સમર્પિત ભૂમિ ભદ્રકાલી કોલેજ ગ્રાઉન્ડ ગોકર્ણ-કર્ણાટકથી ક્રમમાં ૯૪૪મી રામકથાનો આરંભ થયો

amdavadpost_editor

માયટ્રાઇડેન્ટ એ પોતાના રિટેલ ટચપોઇન્ટ્સને બમણો કરીને નાણાકીય વર્ષ૨૦૨૫માં ૪૦ટકા વૃદ્ધિનો લક્ષ્યાંક રાખ્યો

amdavadpost_editor

Leave a Comment