Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીય

ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો, નાણાકીય વર્ષ 2025માં 25 સ્ટોર્સ લોંચ કરવાની યોજના

અમદાવાદ ૧૧ જુલાઈ ૨૦૨૪: ગુજરાતમાં લોકપ્રિય મોબાઇલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેઇલર ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે આશરે 25 રિટેઇલ સ્ટોર્સના પ્રારંભ સાથે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં મુખ્યાલય ધરાવતી કંપની ફોનબોક્સ, ફોનબુક અને માય મોબાઇલ બ્રાન્ડ હેઠળ ગુજરાતમાં 181 સ્ટોર્સ ધરાવે છે. કંપની ફેબ્રુઆરી 2024માં એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થઇ હતી અને તેણે રૂ. 20.37 કરોડ એકત્ર કર્યાં હતાં, જેમાંથી રિટેઇલ નેટવર્કના વિસ્તરણ માટે રૂ. 13.50 કરોડનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય છે.

આ પહેલ વિશે પ્રતિક્રિયા આપતાં ફોનબોક્સ રિટેઇલ લિમિટેડના પ્રમોટર અને ડાયરેક્ટર મનિષભાઇ જી. પટેલે કહ્યું હતું કે, અમે આગામી વર્ષોમાં સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ વિકસાવવાની અમારી મહાત્વાકાંક્ષાની દિશામાં આગળ વધ્યાં છીએ અને અમારી કંપની માટે આગામી ડેસ્ટિનેશન મહારાષ્ટ્ર છે. અમારા મલ્ટી-બ્રાન્ડ બિઝનેસ મોડલ અને મજબૂત વિતરણ ક્ષમતા સાથે અમે પશ્ચિમ ભારતમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારવા સજ્જ છીએ, જે મજબૂત ભાવિ વૃદ્ધિનો આધાર બની રહેશે.

કંપની મલ્ટી-બ્રાન્ડરિટેઇલ આઉટલેટ્સ ત્રણ બ્રાન્ડ–ફોનબોક્સ, ફોનબુક અને માય મોબાઇલ હેઠળ સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે. આ સ્ટોર્સને કંપની ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (કોકોમોડલ) સ્ટોર્સ છે તથા ફ્રેન્ચાઇઝી ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (ફોકોમોડલ)માં વધુ વિભાજીત કરાયા છે.

ફોનબોક્સ રિટેઇલ પ્રમોટરમાં અનુભવી ઉદ્યોગ સાહસિકોનો સમૂહ સામેલ છે, જેમાં મનીષ ભાઈગિરીશભાઈ પટેલ, જીગર લલ્લુભાઈ દેસાઈ, પાર્થ લલ્લુભાઈ દેસાઈ, જીજ્ઞેશકુમાર દશરથલાલ પારેખ અને અમિતકુમાર ગોપાલભાઈ પટેલ સામેલ છે. કંપનીએ ફોન બોક્સ બ્રાન્ડ સાથે ફેબ્રુઆરી 2021માં તેની કામગીરનો પ્રારંભ કર્યો હતો તથા તેણે ફોન બુક અને માય મોબાઇલ રિટેઇલ સ્ટોર બ્રાન્ડ્સને હસ્તગત કરી હતી.

For more information, please visit:https://www.fonebook.in/

 

Related posts

જાણો રામ ચરણની પત્ની ઉપાસના અને ક્લિંકારા વચ્ચે શું સમાનતા છે – ઉપાસનાએ શેર કર્યો એક ખાસ વીડિયો

amdavadpost_editor

શાંતિનો માર્ગ: ઇતિહાસનું સન્માન કરતી આધુનિક દાંડી કૂચ

amdavadpost_editor

GE એરોસ્પેસ ફાઉન્ડેશને નેકસ્ટ એન્જિનિયર્સના બેંગલુરુ, ભારતમાં વિસ્તરણની જાહેરાત કરી

amdavadpost_editor

Leave a Comment