Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

GE એરોસ્પેસએ GE એરોસ્પેસ ફાઉન્ડેશન લોન્ચ કર્યુ

Next Engineersમાં વધારો કરવા માટે 20 મિલી ડોલર સાથે લોકોના ઉત્થાનના કંપનીના હેતુને મજબૂત બનાવે છે, 2મિલી. ડોલર્સ કાર્યદળ વિકાસ માટે, 2 મિલી. ડોલરની આપત્તિ રાહત માટે ફાળવણી 

મે 9, 2024, નવી દિલ્હી – GE એરોસ્પેસએ તાજેતરમાં જ અગાઉના GE ફાઉન્ડેશનને 100 કરતા વધુ વર્ષનો વારસો ધરાવે છે તેના નવા પ્રકરણની ઉજવણી કરતા GE એરોસ્પેસ ફાઉન્ડેશન લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે. GE એરોસ્પેસ ફાઉન્ડેશનની સખાવતી વ્યૂહરચના અને પ્રોગ્રામ્સ કંપનીના GE એરોસ્પેસ સમદાયમાં “લોકોના ઉત્થાન”ના કંપનીના હેતુને પૂર્ણ કરવામાં મદદ કરશે, જેમાં કાર્યદળ વિકાસ, આપત્તિ રાહત અને GE એરોસ્પેસના પ્રયત્નોને વિસ્તૃત બનાવવા પર ફોકસ રહેશે.

દક્ષિણ એશિયામાં GE એરોસ્પેસ ફાઉન્ડેશન વંચિત સમુદાયો માટે આપત્તિ રાહત શિક્ષણ અને આરોગ્ય સંભાળને ટેકો આપવા માટે સ્થાનિક ભાગીદારો સાથે કામ કરવાનું સતત રાખશે. દક્ષિણ એશિયાએ ભૂતકાળના 10 વર્ષથી વધુના સમયગાળામાં દાન પેટે 1.2 મિલીયન ડોલર પ્રાપ્ત કર્યા છે જેમાં અનુદાન અને સંબંધિત પ્રોગ્રામીંગનો સમાવેશ થાય છે. તેનાથી બેંગલોર, પૂણે અને દક્ષિણ એશિયાના અન્ય ભાગોમાં અસરગ્રસ્ત સમુદાયોને ફાયદો થયો છે.

“આપણે જ્યાં રહીએ છીએ અને કામ કરીએ છીએ ત્યાંના સમુદાયોને ટેકો આપવાની મજબૂત બનાવવાની જવાબદારી GE એરોસ્પેસ ગંભીર રીતે લે છે,” એમ GE એરોસ્પેસના ચેરમેન અને સીઇઓ એચ. લોરેન્સ કુલ્પએ જણાવતા ઉમેર્યુ હતુ કે  “GE એરોસ્પેસ ફાઉન્ડશન સ્થાનિક સમુદાયોને પ્રસ્થાપિત કરવામાં અને વૈશ્વિક અગ્રમી એરોસ્પેસ કંપની તરીકે અમારી કુશળતાનો લાભ ઉઠાવતા ભવિષ્ય માટે મજબૂત કાર્યદળ વિકસાવવામાં મદદ કરશે. સકારાત્મક અસરના 100 વર્ષના વારસો ધરાવતા અમને ગર્વ થાય છે અને આગામી વર્ષોમાં બદલાવની રચના કરવાનું GE એરોસ્પેસ ચાલુ રાખશે તેવી અપેક્ષા સેવુ છુ.”

ફાઉન્ડેશનનો પ્રોગ્રામ ત્રણ મહત્ત્વન વિસ્તારો પર ફોકસ કરશે અને 2030માં નવા પ્રોગ્રામીંગમાં 22 મિલીયન ડોલરથી વધુની ફાળવણી ધરાવે છે. તેના પ્રયત્નોમાં તંદુરસ્ત અને વૈવિધ્ય કાર્યદળની ઉત્પાદન અને એન્જિનીયરીંગ ઉદ્યોગોમાં રચવાનો, માનવતા અને સમુદાયને લગતા એવા પ્રોગ્રામોમાં રોકાણ કરવુ જેણે વૈશ્વિક અસરમાં કુશળતા દર્શાવી છે અને વિશ્વભરમાં કર્મચારીઓની સામેલગીરીને વિસ્તૃત કરી છે.

“મજબૂત ભવિષ્યના કાર્યદળ, આપત્તિ રાહત અને કર્મચારીઓને આપવાની ક્રિયાને વિસ્તૃત બનાવવા પરના ફોકસ સાથે સખાવતી સપોર્ટના આ નવા પ્રકરણને જોતા અમને ઘણો ગર્વ થાય છે,” એમ GE એરોસ્પેસ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ મેઘાન થુર્લોએ જણાવતા ઉમેર્યુ હતુ કે “અમે અમારા કાર્યને વિશ્વના સમુદાયોને સુધી ટેકાને વધારવાની અને વિવિધ અને કુશળ ઉદ્યોગના વિકાસને આગળ લઇ જવાની અપેક્ષા રાખીએ છીએ.”

Next Engineers અને STEM શિક્ષણ

ફાઉન્ડેશને 2030 સુધીમાં Next Engineersમાં વધારો કરવા માટે 20 મિલીયનથી વધુ દાન કરવાનું નક્કી કર્યુ છે જેથી એન્જિનીયરીંગમાં યુવા કામદારોમાં વૈવિધ્યતામાં વધારો કરી શકાય, તેમજ મધ્ય શાળાથી કોલેજ સુધી એક સેતુનું સર્જન કરી શકાય. Next Engineers પ્રોગ્રામ અત્યાર સુધીમાં 18,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છે. GE એરોસ્પેસ ફાઉન્ડેશને આજે ઘોષણા કરી છે કે તે સફળ સિન્સીન્નતી પ્રોગ્રામ 2028 સુધી ચલાવશે. ફાઉન્ડેશનએ એવી પણ ઘોષણા કરી છે છે તે વધારાના ચાર શહેરો સુધી Next Engineers પ્રોગ્રામને વિસ્તારશે જેમાં વોર્શો, પોલેન્ડ સહિત આગામી વર્ષમાં વધારાની સાઇટ્ટસની જાહેરત કરવામાં આવશે.

કાર્યદળ વિકાસ

વિકસતા ઉડ્ડયન અને ઉત્પાદકીય કાર્યદળ માંગના સંદર્ભમાં GE એરોસ્પેસ ફાઉન્ડેશન જ્યાં તે હાજી ધરાવે છે અને કામ કરે છે ત્યાં કાર્યદળ વિકાસને ટેકો આપવા માટે 2 મિલીયન ડોલરનુ દાન આપશે.

આપત્તિ રાહત અને માનતવાદી પ્રયત્નો

GE એરોસ્પેસના કર્મચારીઓ, ટેકનોલોજીઓ અને અન્ય સ્ત્રોતોને આધારે ફાઉન્ડેશને 2 મિલીયન ડોલરની પ્રતિબદ્ધતા આપત્તિ રાહત અને માનવતાવાદી સહાયની ઘોષણા કરી હતી, જેમાં આપત્તિ પ્રતિભાવમાં ઉડ્ડયન મહત્ત્વનો ભાગ ભજવે છે તેની ઓળખરૂપે Airlink સાથે ભાગીદારીનો સમાવેશ થાય છે.

મેચીંગ ગિફ્ટ પ્રોગ્રામ

ફાઉન્ડેશનને પોતાનો Matching Gifts પ્રોગ્રામ ચાલુ રાખતા ગર્વ થાય છે, જે કર્ચારીઓના પ્રયત્નોને તેમની અંગત સખાવતી પ્રવૃત્તિમાં ટેકો આપે છે અને STAR Awards પ્રોગ્રામ વિશ્વભરમાં GE એરોસ્પેસના લાયક કર્મચારીઓના બાળકોને સ્પર્ધાત્મક શિષ્યવૃત્તિ પૂરી પાડે છે. GEએ કોર્પોરેટ મેચીંગ ગિફ્ટના ખ્યાલનું 1954માં સર્જન કર્યુ હતું, જેમાં દાન અને મેચીંગની રકમ પ્રારંભથી જ 1.5 અબજ ડોલરથી વધી ગઇ હતી. STAR Awards પ્રોગ્રામે 1984માં લોંચ થયા બાદ 15,000થી વધુ એવોર્ડઝ મારફતે નાણાંકીય સહાય પેટે 21 મિલીયન ડોલર કરતા વધુ પૂરા પાડ્યા છે.

GE એરોસ્પેસ ફાઉન્ડેશનનું સર્જન 2 એપ્રિલ 2024ના રોજ પબ્લિક કંપની તરીકે GE એરોસ્પેસના લોન્ચને અનુસરે છે જે ફ્લાઇટના ભવિષ્યને વ્યાખ્યાયિત કરે છે.

Related posts

મેજેન્ટા મોબિલિટીએ ટાટા મોટર્સ સાથેના સહયોગને વધુ મજબૂત કર્યો ટાટા એસ ઇવીના 100થી વધુયુનિટ્સ તૈનાત કર્યાં – ભારતના સૌથી અદ્યતન, ઝિરો-ઉત્સર્જન સ્મોલ કમર્શિયલ વ્હીકલ

amdavadpost_editor

ભારતમાં પ્રથમ એન્જાઇન જાગૃત્તિ સપ્તાહને ચિન્હીત કરતા એસોસિયેશિયન ઓફ ફિઝીસિયન્સ ઓફ ઇન્ડિયા અને એબોટ્ટએ એન્જાઇન વ્યવસ્થાપન પર એક એકશન પ્લાન શરૂ કર્યો

amdavadpost_editor

મેરિકો ઈનોવેશન ફાઉન્ડેશન દ્વારા ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડસની 10મી આવૃત્તિ માટે અરજીઓ મગાવે છે

amdavadpost_editor

Leave a Comment