કંપનીનો ઉદ્દેશ એ સમુદાયના “લોકોને ઉપર ઉઠાવવા” છે જ્યાં આપણે રહીએ છીએ અને કામ કરીએ છીએ
બેંગલુરુ, ભારત 03 ફેબ્રુઆરી 2025– જીઈ એરોસ્પેસ ફાઉન્ડેશને આજે તેના નેકસ્ટ એન્જીનિયર્સ કોલેજ રેડિનેસ પ્રોગ્રામનું વિસ્તરણ બેંગલુરૂ, ભારત સુધી કરવાની જાહેરાત કરી, જેથી કરીને યુવાનોને એન્જિનિયરિંગમાં કેરિયર બનાવવા માટે પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમના લક્ષ્યને આગળ વધારી શકાય.
નેક્સ્ટ એન્જિનિયર્સના વિસ્તરણથી ભારતમાં એક મજબૂત એન્જિનિયરિંગ પાઇપલાઇન બનાવવામાં મદદ મળશે. આજની જાહેરાત સાથે, GE એરોસ્પેસ ફાઉન્ડેશન, બેંગલુરુ સુવિધામાં નેતૃત્વ અને સ્વયંસેવકોની સાથે, હવે 2025 ના અંતમાં જાહેર થનારા એક શૈક્ષણિક ભાગીદારની ઓળખ કરવા માટે આગળ વધશે.
GE એરોસ્પેસના ઇન્ડિયા ટેક્નોલોજી સેન્ટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર આલોક નંદાએ જણાવ્યું હતું કે, “ભારતમાં GE એરોસ્પેસે 25 વર્ષથી વધુ સમયથી શિક્ષણજગત સાથે મળીને ઉદ્યોગ માટે નવી ટેકનોલોજીઓને ટેકો આપ્યો છે.” “નેક્સ્ટ એન્જિનિયર્સ પ્રોગ્રામનું સ્થાનિક સ્તર પર વિસ્તરણ એન્જિનિયરિંગ કારકિર્દીમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે વધુ જોડાણની મંજૂરી આપે છે.”
બેંગલુરુની પસંદગી કેટલાંય માપદંડના આધાર પર કરવામાં આવી, જેમાં GE એરોસ્પેસના કર્મચારીઓની હાજરી, GE એરોસ્પેસનું વિનિર્માણ અને એન્જિનિયરિંગ હાજરીની તાકાત અને કાર્યક્રમમાં અપેક્ષિત ભાગીદારીનો સમાવેશ થાય છે. ભારતમાં GE એરોસ્પેસ કંપનીના એન્જિન અને પ્રોડક્ટસના સમગ્ર જીવનચક્રનું સમર્થન કરે છે. STEM શિક્ષણ સહિત સ્થાનિક સમુદાયમાં સ્વયંસેવા કરવાનો તેનો એક મજબૂત ઇતિહાસ છે.
GE એરોસ્પેસ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ મેઘન થુરલોએ જણાવ્યું હતું કે, “અમે બેંગલુરુમાં અમારા નેક્સ્ટ એન્જિનિયર્સ પ્રોગ્રામની જાહેરાત કરતા ખૂબ ગર્વ અનુભવીએ છીએ.” અમારા પ્રોગ્રામ અને તેને ટેકો આપતા GE એરોસ્પેસ સ્વયંસેવકોના માધ્યમથી દુનિયાભરના લગભગ 22,000 વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગની શક્તિ અને શક્યતાનો અનુભવ કર્યો છે. અમે આ પ્રોગ્રામનું ભારતમાં વિસ્તરણ કરીને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે આતુર છીએ.”
2024 માં GE એરોસ્પેસ ફાઉન્ડેશને નેક્સ્ટ એન્જિનિયર્સનું વિસ્તરણ કરવા માટે 2030 સુધી 20 મિલિયન ડોલર આપવાનું વચન આપ્યું છે. આ પ્રતિબદ્ધતા મિડલ સ્કૂલથી લઇને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે અંતર ભરવામાં મદદ કરશે જે એન્જિનિયરિંગ કારકિર્દીમાં રસ ધરાવે છે. નેક્સ્ટ એન્જિનિયર્સ પ્રોગ્રામ હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં સિનસિનાટી, ઓહિયો, ગ્રીનવિલે, સાઉથ કેરોલિના, જોહાનિસબર્ગ (દક્ષિણ આફ્રિકા), સ્ટાફોર્ડશાયર (યુનાઇટેડ કિંગડમ) અને વોર્સો (પોલેન્ડ)ના વિદ્યાર્થીઓને સેવા પૂરી પાડે છે, જે વિશ્વભરના સમુદાયોમાં GE એરોસ્પેસની વૈશ્વિક પહોંચ અને અસરને પ્રતિબિંબિત કરે છે.