અમદાવાદ 5 ડિસેમ્બર 2024: એન્ટ્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (EDII) એ ‘મરીન એગ્રી-એન્ટ્રપ્રિન્યોરશિપ એન્ડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ’ પર 5મી ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ શુરુ કર્યો. આ કાર્યક્રમને ITEC (ભારતીય તકનિકી અને આર્થિક સહકાર) વિદેશ મંત્રાલયનો વિભાગ, ભારત સરકાર દ્વારા સહયોગ મળ્યો છે જે 17મી ડિસેમ્બર, 2024 સુધી ચાલશે. આ પ્રોગ્રામમાં 14 ITEC ભાગીદાર દેશોથી 23 પ્રતિભાગીઓ એકઠા થયા, જે દરિયાઈ કૃષિ અને પુરવઠા શૃંખલાના સંચાલનમાં તકઓ અને પડકારોનો અભ્યાસ કરશે. બાંગલાદેશ, કોટ ડિ’આવોયર, ઈક્વાડોર, એથિઓપિયા, ઘાના, કેન્યા, મૌરિશસ, નાઇજીરિયા, પાપુઆ ન્યૂ ગિનીયા, શ્રીલંકા, તાજિકિસ્તાન, યૂગાંડા, ઝિમ્બાબ્વે થી પ્રતિનિધિ શામેલ થયા છે.
લોકાર્પણ સમારોહ 5 ડિસેમ્બર, 2024ના રોજ EDIIના અમદાવાદ કેમ્પસમાં યોજાયો, જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી વિરાજ સિંહ, એડિશનલ સેક્રેટરી (DPA-II & IV), વિદેશ મંત્રાલય, ન્યુદિલ્હી હાજર રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતી વખતે તેમણે કહ્યું કે : ભારત આવા કાર્યક્રમો દ્વારા વૈશ્વિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. જે ટકાઉ વૃદ્ધિ અને વિકાસની સહિયારી દ્રષ્ટિ દર્શાવે છે. ભારતે વિશ્વને તેમની વિકાસયાત્રામાં મદદરૂપ થવા હાથ લંબાવ્યો, જ્યારે દેશોએ સ્વતંત્રતા પછીની પોતાની વિકાસ યાત્રામાં માનવ સ્ત્રોત અને કૌશલ્યોના મહત્વને માન્યતા આપી.” શ્રી સિંહે સહભાગીઓને આ તકનો મહત્તમ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
ડૉ. સુનિલ શુક્લા, ડાયરેક્ટર જનરલ, EDII, એ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો શિક્ષણને ઉત્તેજન આપી રહ્યા છે અને ‘વસુધૈવ કુટુંબકમ’ – સમગ્ર વિશ્વ એક પરિવાર છે તે ધારણાને મજબૂત કરી રહ્યા છે. તેમણે કહ્યું, “ઉદ્યોગ સાહસ બે પરિબળો પર આધારિત છે – નાણાકીય મૂડી અને સામાજિક મૂડી જેમાં મુખ્યત્વે માનવ સંસાધન વિકાસ અને ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ સામેલ છે. EDII સામાજિક મૂડી, જ્ઞાન અને કૌશલ્ય વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે જે મૂડી, બજારો અને નેટવર્ક જેવી અન્ય ઉદ્યોગસાહસિક જરૂરિયાતો સુધી પોહચવામાં મદદ કરે છે.”
કોર્સ ડાયરેક્ટર, ડૉ. સત્યા રંજન આચાર્યે સમજાવ્યું, “કાર્યક્રમના અદભુત પરિણામ સ્વરૂપ,મરીન, જળકૃષિ, માછીમારી અને અન્ય વિભાગોના સહભાગી અધિકારીઓ કુશળતા અને મજબૂત ઉદ્યોગસાહસિક વલણથી સશક્ત બનશે જે નવીનતાને પ્રોત્સાહન આપે છે. પોતાના દેશોમાં દરિયાઈ કૃષિ પ્રણાલીમાં આર્થિક મુદ્દાઓને સંબોધિત કરવા માટે ટકાઉ ઉકેલો વિકસાવવા માટે જ્ઞાન, વિચારો અને આવશ્યક કુશળતાથી ઉદ્યોગસાહસિકતાના પરાક્રમોને ઉંચાઈ તરફ દોરી જાય છે.”
આ કોર્સ છ મૉડ્યુલોમાં વિભાજીત છે, જેમાં પર્યાવરણીય સ્થિરતા, સંસાધન વ્યવસ્થાપન અને કાર્યક્ષમ પુરવઠા શૃંખલા પ્રણાલીઓના મહત્વપૂર્ણ પાસાઓ આવરી લેવામાં આવે છે. આ મૉડ્યુલોમાં એન્ટ્રપ્રિન્યોરશિપ: એન્ટ્રપ્રિન્યોરના લક્ષણો, પ્રેરણા અને એન્ટ્રપ્રિન્યોરશિપ; એગ્રી-બિઝનેસ પર્યાવરણ; અવસરો: મરીન કૃષિ ઇનપુટ્સ, જળકૃષિ, ઓર્ગેનિક ખેતી, ખોરાક પ્રોસેસિંગ, વ્યાવસાયિક જળકૃષિ, નિકાસ, કૃષિ સેવાઓ, પોસ્ટ-પ્રોડક્શન ટેકનોલોજી; પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન અને પ્રોજેક્ટ મૂલ્યાંકન, કૃષિ પ્રોજેક્ટ્સના મૂલ્યાંકનમાં જ્ઞાન અને કૌશલ્ય; સફળ મરીન એગ્રી-બિઝનેસને સંચાલન કરવું & સફળ એગ્રી-બિઝનેસ યુનિટ્સની મુલાકાત; પુરવઠા શૃંખલા વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.
EDII, ભારતીય તકનિકી અને આર્થિક સહકાર (ITEC) , ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે મળીને 2000-2001થી વિકાસશીલ દેશોમાં વ્યાવસાયિકોની ક્ષમતાઓ વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ 24 વર્ષોના ફળદાયી જોડાણમાં, સંસ્થાએ ઉદ્યોગસાહસિકતાના વિવિધ પાસાઓ પર 190 તાલીમ અભ્યાસક્રમોનું આયોજન કર્યું છે, જેમાં અત્યાર સુધી 4737 અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે.
વધુ જાણકારી માથે વિજીટ કરો https://www.ediindia.org/