ગુજરાત, અમદાવાદ 29 ડિસેમ્બર 2024: ફિઝિકલ સિક્યોરિટી સોલ્યુશન્સના ક્ષેત્રમાં વિશ્વવિખ્યાત બ્રાન્ડ ગુનેબોએ ગુજરાતના ગાંધીનગર શહેરના સેક્ટર 17માં સ્થિત હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 27 થી 29 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા ગુજરાત ગોલ્ડ જ્વેલરી શો 2024માં સફળતાપૂર્વક ભાગ લીધો હતો. આ એક્ઝિબિશન દ્વારા ગુનેબો સેફ સ્ટોરેજને તેના બીઆઇએસ સર્ટિફાઇડ ફિઝિકલ સિક્યોરિટી સોલ્યુશન્સ જેવા કે સેફ, સ્ટ્રોંગ રૂમ ડોર, વોલ્ટ, હાઇ સિક્યોરિટી લોક્સ વગેરેને પ્રદર્શિત કરવાની તક મળી હતી, જે જ્વેલર્સ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી હતી. ગુનેબોની સ્ટીલએજ અને ચબસેફસ બ્રાન્ડના અધિકૃત ચેનલ પાર્ટનર એસરામએન્ડ કંપનીએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
ત્રણ દિવસના પ્રદર્શન દરમિયાન, ગુનેબોની ટીમે તેમની સલામત સ્ટોરેજ પ્રોડક્ટ્સની નવીનતમ શ્રેણીનું પ્રદર્શન કર્યું હતું, જે જ્વેલરી સ્ટોર્સ માટે મહત્તમ સુરક્ષા પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે. આ ઉપરાંત, પ્રદર્શનમાં મજબૂત સુરક્ષા, ઉદ્યોગનાધોરણોનું પાલન અને નવી ટેક્નોલોજીનો ઉપયોગ જેવા પ્રમાણિત સેફનાફાયદાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો,જેના કારણે એક્ઝિબિશનમાં જ્વેલર્સ અને વિઝિટર્સનો રસ વધ્યો હતો. ગુનેબોના સેફ સ્ટોરેજ ડિવિઝનના મુખ્ય સભ્યોએ પ્રદર્શનમાં ભાગ લેનારાઓ સાથે સક્રિયપણે વાતચીત કરી હતી, અને તેમને તેમના નવા ઉત્પાદનો વિશે ઊંડાણપૂર્વકની અને વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
ગુજરાત ગોલ્ડ જ્વેલરી શો 2024માં ભાગ લેવા બદલ ખુશી વ્યક્ત કરતાએશિયાના હેડ માર્કેટિંગ એન્ડ પ્રોડક્ટ મેનેજમેન્ટ અનિર્બાન મુખુટીએ જણાવ્યું હતું કે, “ગુજરાત ગોલ્ડ જ્વેલરી શોમાં ભાગ લઈને અમે અત્યંત ખુશ છીએ. ગાંધીનગર ગુજરાતનું ઊભરતું જ્વેલરી માર્કેટ છે, અને આપ્રકારનાઆયોજનો આપણને અમારા ગ્રાહકો સાથે જોડાવાની અને અમારી બ્રાન્ડ સ્ટીલએજ અને ચબસેફસહેઠળ આવતા સેફ્ટી પ્રોડક્ટ્સથી વાકેફ કરવાની તક આપે છે. ૨૫૦ વર્ષથી વધુનો અમારો વારસો અને આ ક્ષેત્રમાં અમારી કુશળતા અમને ઝવેરીઓની વધતી સલામતીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ બનાવે છે. અમે ટૂંક સમયમાં ગુજરાતના અન્ય મોટા શહેરોમાં મોટા પાયે ભાગ લેવાનું વિચારી રહ્યા છીએ. “
ગુનેબોનો સ્ટોલ હોલ નંબર 3, સ્ટોલ નંબર 3K01 ગુજરાતના અનેક જ્વેલર્સ અને વેપારીઓનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો. મુલાકાતીઓ ગુનેબોની ટીમને મળ્યા અને શીખ્યા કે તેમના સુરક્ષા ઉકેલો ઝવેરાત ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે લાવી શકે છે.