Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન – ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદ 21 જુલાઈ 2024: સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કલોલ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન – ગુરુ વંદના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુરુકુલના તમામ સંતવૃંદ તેમજ યુનિવર્સિટી ગુરુકુળ પરિવારના સભ્યો દ્વારા અતિ હર્ષ સાથે ભાગ લેવામાં આવ્યો હતો .ગુરૂ પૂજન કાર્યક્રમ નિમિત્તે સંસ્થાના સ્થાપક શાસ્ત્રી સ્વામી  પ્રેમ સ્વરૂપ દાસજી એ સર્વે ગુરુકુળ પરિવારને ખૂબ જ હેત થી જય સ્વામિનારાયણ સહ આશીર્વાદ આપ્યા હતા. તમામ સંતો દ્વારા પૂજ્ય ગુરુજીનો વિશેષ પૂજન થકી આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કક્ષાના ધાર્મિક અને સામાજિક સંસ્થાના અગ્રણી કાર્યકર્તાઓએ વિશેષ સૂચક હાજરી આપી હતી.

વધુમાં શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજીએ આશીવચન સ્વરૂપે સર્વે હરિભક્તો અને ગુરુકુળ પરિવારના સમસ્ત સભ્યોને હંમેશા એકબીજાનો સાથ અને સહકાર થકી વિશ્વ એક કુટુંબની ભાવના સાથે સમગ્ર વિશ્વમાં ભારત દેશની વિશેષ ઓળખ ઉભી કરવા આવાહન કરવામાં આવ્યું હતું.

Related posts

અમદાવાદ એપેક્સ રેસર્સના દિવ્ય નંદનની ફોર્મ્યુલા 4 ઈન્ડિયા ચેમ્પિયનશિપ રાઉન્ડ 2માં સર્વશ્રેષ્ઠ રેસર તરીકે પસંદગી થઈ

amdavadpost_editor

ફોર્ચ્યુન હોટલ્સ એ ગુજરાતમાં પોતાનું વિસ્તરણ ચાલું રાખ્યું

amdavadpost_editor

લિંક્ડઇન વર્ક ચેન્જ સ્નેપશોટ પરથી જાણવા મળ્યું કે આ વર્ષે નિમણૂક કરાયેલ 10% કર્મચારીઓની પાસે એવા હોદ્દા છે જે 2000 માં અસ્તિત્વમાં નહોતા

amdavadpost_editor

Leave a Comment