ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: સતત 16 વર્ષથી નંબર 1 વૈશ્વિક મુખ્ય ઉપકરણ બ્રાન્ડ, હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયા, કિનોચી એર કંડિશનર્સની તેની વિશિષ્ટ કલરફૂલ રેન્જના લોન્ચ સાથે હોમ કૂલિંગમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી રહી છે. મોર્ડન ઘરોમાં પરિવર્તન લાવવાના હેતુથી આ પ્રીમિયમ રેન્જ શ્રેષ્ઠ પ્રદર્શન સાથે અત્યાધુનિક સૌંદર્ય શાસ્ત્રનું સહજ મિશ્રણ છે.
કિનોચી લિમિટેડ એડિશન એર કંડિશનર્સમાાં અત્યાધુનિક ટેકનોલોજીની સાથે પ્રીમિયમ રંગબેરંગી ફિનિશનું મિશ્રણ છે, જે ઘરને માત્ર ઠંડક આપવાથી કયાંય આગળ લઇ જાય છે. જેમ જેમ ભારતીય ગ્રાહકો ડિઝાઇનના પ્રત્યે વધુ જાગૃત થઇ રહ્યા છે, તેમ તેમ તેઓ એવા ઉપકરણોને શોધી રહ્યા છે જે તેમની જીવનશૈલી અને વ્યક્તિગત પસંદ સાથે સુસંગત હોય. તેને ધ્યાનમાં રાખીને હાયર ઇન્ડિયા આ વિશિષ્ટ રેન્જ રજૂ કરે છે, જે કાર્યક્ષમતા અને સ્ટાઇલનું સંપૂર્ણ એક આદર્શ સંયોજન રજૂ કરે છે, એ સુનિશ્ચિત કરતાં કે એર કંડિશનર્સ ઘરની સમગ્ર સજાવટને સહજતાથી વધારતા શ્રેષ્ઠ ક્ષમતા પ્રદાન કરે છે.
ત્રણ શ્રેષ્ઠ રંગો – બ્લેક, મોર્નિંગ મિસ્ટ અને મૂનસ્ટોન ગ્રે – માં ઉપલબ્ધ કિનોચી સીરીઝ વિવિધ ઇન્ટિરિયરની સાથે સહજતાથી સંકલિત થાય છે, જે તે લોકો માટે એક આદર્શ વિકલ્પ બનાવે છે જે પ્રદર્શન અને સૌંદર્ય બંનેને પ્રાથમિકતા આપે છે. હાઇ-પર્ફોમન્સ કૂલિંગ સોલ્યુશન્સ કરતાં કયાંય વધુ આ નવા લોન્ચ થયેલા હાયર એસી મોર્ડન લાઇફસ્ટાઇલની પસંદગીઓને દર્શાવતા સ્ટેટમેન્ટ પીસ તરીકે કામ કરે છે. આ લોન્ચ સાથે હાયર ઇન્ડિયા ગ્રાહક-પ્રેરિત ઇનોવેશન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે. એ સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકોને હવે કાર્યક્ષમતા અને ભવ્યતા વચ્ચે પસંદગી કરવાની જરૂર નથી – તેઓ બંને મેળવી શકે છે, જે તેમના સ્ટાઇલિશ ઘરોને સંપૂર્ણ રીતે પૂરક બનાવે છે.
કિનોચી એર કંડિશનર સીરીઝના લોન્ચ પર ટિપ્પણી કરતા, હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયાના પ્રમુખ શ્રી એનએસ સતીશે જણાવ્યું હતું કે, “હાયર ઇન્ડિયામાં, ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી એ હંમેશા અમારા સિદ્ધાંતોનું મૂળ રહ્યું છે. લિમિટેડ-એડિશન એસી સીરીઝની કલરફૂલ રેન્જ ઓફર કરનાર ભારતમાં એકમાત્ર બ્રાન્ડ તરીકે, અમે પ્રીમિયમ એસ્થેટિક્સ અને એડવાન્સ કૂલિંગ સોલ્યુશન્સમાં ઉદ્યોગના બેન્ચમાર્ક સ્થાપિત કરવાનું ચાલુ રાખીએ છીએ. નવી કિનોચી લિમિટેડ એડિશન એ પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે કુશળ અને અજોડ કૂલિંગ સુનિશ્ચિત કરતી વખતે પ્રીમિયમ ડિઝાઇન પૂરી પાડે છે. ગ્રાહક-પ્રેરિત ઇનોવેશનને બનાવવા માટે પ્રતિબદ્ધ, અમારા બધા એર કંડિશનર, જેમાં નવીનતમ કિનોચી ડાર્ક એડિશનનો સમાવેશ થાય છે, ભારતમાં ઉત્પાદિત થાય છે અને ભારતીય બજાર માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવે છે.”
શ્રેષ્ઠ કૂલિંગ અને કાર્યક્ષમતા માટે અદ્યતન સુવિધાઓ
કિનોચી લિમિટેડ એડિશન એસીની તેની ઇન્ટેલિજન્ટ ટેકનોલોજી સાથે ઘરની ઠંડકને બદલવા માટે ડિઝાઇન કરાઇ છે. એઆઈ-સંચાલિત સુપરસોનિક કૂલિંગ દ્વારા સંચાલિત તે 60°C સુધીના અતિશય તાપમાનમાં પણ માત્ર 10 સેકન્ડમાં 20 ગણી ઝડપી ઠંડક પહોંચાડે છે. ફ્રોસ્ટ સેલ્ફ-ક્લીન ટેકનોલોજી 99.9% સ્ટરલાઇઝેશન સુનિશ્ચિત કરે છે, જેનાથી સ્વસ્થ ઇન્ડોર વાતાવરણ માટે મિનિટોમાં સ્વચ્છ હવા પ્રસારિત થાય છે.
હેક્સા ઇન્વર્ટર ટેકનોલોજી સાથે આ એસી ગતિશીલ રીતે વાસ્તવિક સમયની પરિસ્થિતિઓના આધારે ભારે કામગીરી પ્રદાન કરે છે, કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવે છે અને લાંબા ગાળાનું ટકાઉપણું સુનિશ્ચિત કરે છે. ટર્બો મોડની સાથે 20-મીટર લાંબો એર ફ્લો સમગ્ર રૂમમાં એકસમાન અને શક્તિશાળી ઠંડક પૂરી પાડે છે, જે સતત આરામદાયક વાતાવરણ બનાવે છે.
હાઈસ્માર્ટ એપ રીઅલ-ટાઇમ વીજળીની દેખરેખ અને AI-સંચાલિત ઊર્જા ઑપ્ટિમાઇઝેશનને સક્ષમ કરીને વપરાશકર્તા નિયંત્રણમાં વધારો કરે છે, જેનાથી ગ્રાહકો સરળતાથી સ્માર્ટ ઊર્જા નિર્ણયો લઈ શકે છે.
1.6 ટન, 5-સ્ટાર રેટિંગ સાથે ઉપલબ્ધ, નવી લોન્ચ થયેલી હાયર કિનોચી એર કંડિશનર કલરફૂલ રેન્જ 27 ફેબ્રુઆરીથી ભારતમાં અગ્રણી ઓનલાઈન અને ઓફલાઈન રિટેલ ચેનલો પર ઉપલબ્ધ થશે, જેની કિંમત 49,990 રૂપિયાથી શરૂ થશે.
કિનોચી લિમિટેડ એડિશન 3 મોડેલમાં ઉપલબ્ધ છે: HSU19K-PZAIB5BN-INV કાળા રંગમાં | HSU19K-PZAIM5BN-INV મોર્નિંગ મિસ્ટમાં | HSU19K-PZAIS5BN-INV મૂન સ્ટોન ગ્રે માં
મુખ્ય વિશેષતાઓ પર વિગતવાર નજર:
10 સેકન્ડમાં સુપરસોનિક કૂલિંગ
નવા એર કન્ડીશનરની મુખ્ય વિશેષતા એ છે કે પરંપરાગત મોડેલોની તુલનામાં 20 ગણી ઝડપથી ઠંડક કરે છે, જેનાથી ગરમીથી તાત્કાલિક રાહત મળે છે. ચરમ પરિસ્થિતિઓ માટે ડિઝાઇન કરાયેલ, તે ભારતમાં 60 ડિગ્રી સેલ્સિયસ સુધીના પરિવરત્નશીલ તાપમાન પર પણ કુશળ ઠંડક આપે છે, જેનાથી તેને તમામ આબોહવા માટે એક વિશ્વસનીય પસંદગી બની જાય છે.
ફ્રોસ્ટ સેલ્ફ-ક્લીન ટેકનોલોજી
નવું કિનોચી મોડલ સ્વસ્થ, સ્વચ્છ હવા પહોંચાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે ભારતીય ગ્રાહકોની સુખાકારી પ્રત્યે હાયરના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. ફ્રોસ્ટ સેલ્ફ-ક્લીન ટેકનોલોજીની વિશેષતાવાળી આ સમગ્ર ઇન્વર્ટર એર કન્ડીશનર રેન્જ 99.9% સ્ટરલાઇઝેશન સુનિશ્ચિત કરે છે, જે ફક્ત 15 મિનિટમાં શુદ્ધ હવા પ્રસારિત કરે છે.
હેક્સા ઇન્વર્ટર ટેકનોલોજી
ફુલ ડીસી ઇન્વર્ટર ટેકનોલોજી દ્વારા સંચાલિત, જેમાં ઇલેક્ટ્રોનિક વિસ્તરણ વાલ્વ અને ડ્યુઅલ ડીસી કોમ્પ્રેસરની વિશેષતા છે, એર કન્ડીશનર ખૂબ જ ટકાઉ ડિઝાઇન ધરાવે છે જે શ્રેષ્ઠ કામગીરી અને વધુ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે. આ મજબૂત ટેકનોલોજી શક્તિશાળી ઠંડક પહોંચાડે છે, જે તેને વિશ્વસનીય, લાંબા સમય સુધી ચાલતા આરામ માટે એક આદર્શ પસંદગી બનાવે છે.
20-મીટર-લાંબો એર ફલો
આ નવીનતમ મોડેલ ‘ટર્બો’ મોડની સાથે આવે છે, જે ભારતીય ઘરો માટે શક્તિશાળી, સતત કૂલિંગ પ્રદાન કરે છે. 20-મીટર લાંબા મજબૂત એર ફ્લોની સાથે, તે મહત્તમ આરામ માટે રૂમના દરેક ખૂણા સુધી પહોંચતા ઝડપી અને સમાન કૂલિંગ સુનિશ્ચિત કરે છે.
દીર્ધાયુષ્ય
હાયરનું નવું એર કન્ડીશનર મોડેલ ઉચ્ચ આસપાસની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યું છે, જેમાં વિશિષ્ટ ડિઝાઇન અને અસરકારક કન્ફોર્મલ કોટિંગ છે જે તેના ઘટકોને બાહ્ય તત્વોથી સુરક્ષિત કરે છે, જે સમય જતાં વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત કરે છે. વધુમાં, તે હાઇપર PCB (પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ) થી સજ્જ છે, જે સ્થિર કામગીરીને ટેકો આપે છે અને એર કન્ડીશનરની આયુષ્યમાં વધારો કરે છે, જે તેને તમારા ઘર માટે ટકાઉ અને લાંબા સમય સુધી ચાલનાર વિકલ્પ બનાવે છે.