Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

HCLTech એ તેના અર્લી કૅરિયર પ્રોગ્રામ ટૅકબી માટે અરજીઓ આમંત્રિત કરી

જે વિદ્યાર્થીઓએ વર્ષ 2023, 2024માં ધોરણ 12 પાસ કર્યું છે અને જેઓ વર્ષ 2025માં ધોરણ 12 પાસ કરવાના છે, તેઓ આ નવીન પ્રોગ્રામ માટે અરજી કરી શકશે


નોઇડા, ભારત, ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫: વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની HCLTechએ જાહેર કર્યું છે કે, તે તેના ટૅકબી પ્રોગ્રામ માટે અરજીઓ આમંત્રિત કરી રહી છે, જે વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી તેમની કારકિર્દી શરૂ કરવાની તક આપશે. સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામ માટે અરજી કરી શકશે.

પસંદગી પામેલા ઉમેદવારોને HCLTechમાં 12 મહિનાની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ સફળતાપૂર્વક પૂરી કરવા પર તેમને કંપનીમાં ફૂલ-ટાઇમ નોકરી આપવામાં આવશે અને તેઓ બીઆઇટીએસ પિલાની, આઇઆઇઆઇટી કોટ્ટાયમ, SASTRA યુનિવર્સિટી અને એમિટી યુનિવર્સિટી ઓનલાઇન જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી પાર્ટ-ટાઇમ ઉચ્ચ શિક્ષણ પણ મેળવી શકશે.

મેથેમેટિક્સ કે બિઝનેસ મેથેમેટિક્સમાં બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થીઓ ટેકનોલોજી સંબંધિત ભૂમિકા માટે અરજી કરવા માટે પાત્ર ગણાશે. હવે પોતાના આઠમા વર્ષમાં પ્રવેશેલા ટૅકબી પ્રોગ્રામે વિદ્યાર્થીઓને કંપનીમાં સફળતાપૂર્વક ડિજિટલ એન્જિનીયરિંગ, ક્લાઉડ, ડેટા સાયેન્સ અને એઆઈ ભૂમિકાઓમાં સામેલ કર્યા છે. આ પ્રોગ્રામ માટે પાત્ર ઠરવા માટેના માર્ક્સ, નાણાકીય સહાય અને કાઉન્સેલિંગ અંગેની વધુ વિગતો માટે કૃપા કરીને મુલાકાત લોઃ www.hcltechbee.com.

HCLTechના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સુબ્બારમન બાલાસુબ્રમણ્યને જણાવ્યું હતું કે, ‘વર્ષ 2017 ટૅકબી પ્રોગ્રામમાં સેંકડો વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે, તેમને નોકરી મેળવવા માટેનું કૌશલ્ય પૂરું પાડવામાં આવ્યું છે અને તેમનું શિક્ષણ ચાલું રાખવાની સાથે વિશ્વની અગ્રણી બ્રાન્ડ્સ માટેના પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક આપવામાં આવી છે.’

વંચિત પૃષ્ઠભૂમિમાંથી આવતાં વિદ્યાર્થીઓની સમાવેશીતા અને સુલભતાની ખાતરી કરવા માટે એચસીએલટૅકે ભારતમાં નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એનએસડીસી) અને વિવિધ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનની સાથે સહયોગ સાધ્યો છે.

Related posts

જાણીતા ડેવલપમેન્ટ એક્ટિવિસ્ટ ડો. આર બાલાસુબ્રમણ્યમ અમદાવાદને પ્રેરણા આપે છે

amdavadpost_editor

ફિલ્મ “મેરે હસબંડ કી બીવી” એ પહેલો દિવસમાં 1.7 કરોડની કમાઈ કરી

amdavadpost_editor

અમદાવાદના પ્રોફેશનલ્સની પોતાના એમ્પ્લોયર્સ પાસેથી વર્ક લાઇફ બેલેન્સ,કરિયર ગ્રોથ અને સારો પગાર જેવી ટોપની ૩ અપેક્ષાઓ છે

amdavadpost_editor

Leave a Comment