Amdavad Post
આરોગ્યગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

હર્બલાઈફ ઈન્ડિયાની એથ્લીટ્સને સશક્ત બનાવવા માટે આયર્નમેન 70.3 ગોવા 2024 સાથે ભાગીદારી

લાગલગાટ ત્રીજા વર્ષ માટે સફળ સહયોગ ચાલુ જ રહ્યો છે 

અવ્વલ હેલ્થ અને વેલનેસ કંપની, કમ્યુનિટી અને પ્લેટફોર્મ હર્બલાઈફ દ્વારા જોડાણના લાગલગાટ ત્રીજા વર્ષે આયર્નમેન 70.3 ઈન્ડિયા સાથે ભાગીદારીની ઘોષણા કરી છે. આ કરાર પ્રીમિયમ સ્પોર્ટસ ન્યુટ્રિશન થકી એથ્લેટિક પરફોર્મન્સને ટેકો આપવાની હર્બલાઈફની કટિબદ્ધતા અધોરેખિત કરે છે.

આયર્નમેન 70.3 ઈવેન્ટ વર્લ્ડ ટ્રાયેથ્લોન કોર્પોરેશન (ડબ્લ્યુટીસી)ને સંલગ્નિત અવ્વલ લાંબા અંતરની ટ્રાયેથ્લોન છે. તે 1.9 કિમી સ્વિમ, 90 કિમી બાઈખ રાઈડ અને 21.1 કિમી રમ સહિત 113.0નું કુલ અંતર આવરી લે છે. રેસ ગોવાની નયનરમ્ય પાર્શ્વભૂમાં યોજાશે, જે એથ્લીટ્સને ઉત્તમ અનુભવ અને રોમાંચક કોર્સ પૂરો પાડે છે.

હર્બલાઈફ ઈવેન્ટ દરમિયાન એથ્લીટ્સને પોષકીય ટેકો પૂરો પાડશે, જેથી તેમને ઉત્તમ દેખાવ અને હાઈડ્રેશન માટે જરૂરી પ્રોડક્ટોને પહોંચ મળે તેની ખાતરી રહેશે. આ પહેલ થકી હર્બલાઈફનું લક્ષ્ય હેલ્થ અને વેલનેસ પ્રત્યે વ્યાપક અભિગમના ભાગરૂપે કસરતે પ્રમોટ કરીને સ્પોર્ટિંગ સફળતા અને તમારાં વેલનેસનાં લક્ષ્યો હાંસલ કરવામાં પોષણના મહત્ત્વ પર ભાર આપે છે.

હર્બલાઈફ ઈન્ડિયાના સેલ્સ, માર્કેટિંગ અને એસોસિયેટ કમ્યુનિકેશન્સના વાઈસ પ્રેસિડેન્ટ પંચાલી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે,“અમને આયર્નમેન 70.3 ઈન્ડિયા સાથે અમારો સહયોગ ચાલુ રાખવાનું ખરેખર સન્માનજનક લાગે છે. હર્બલાઈફમાં અમે જીવનનો ઉદ્ધાર કરવા અન અમારા સમુદાયમાં જોડાણ નિર્માણ કરવા માટે સ્પોર્ટસની પરિવર્તનકારી શક્તિમાં માનીએ છીએ. અમારી લગની એથ્લીટ્સને તાલીમ સાથે હેલ્થ અને વેલનેસ પ્રત્યે તેમના એકંદર પ્રવાસમાં ટેકો આપવા અને વ્યક્તિગતોને સશક્ત બનાવવા અમને પ્રેરિત કરે છે. આ ભાગીદારી બધા જ તેમનું જીવન શ્રેષ્ઠ રીતે જીવે તેમાં મદદરૂપ થવા પોષણની શક્તિમાં અમારી માન્યતાનો દાખલો છે.” 

ભારતમાં યોસ્કાના સીઈઓ અને આયર્નમેન બ્રાન્ડના માલિક દીપક રાજે જણાવ્યું હતું કે, “આયર્નમેન 70.3 ગોવા સાથે હર્બલાઈફનો દીર્ઘ સ્થાયી સહયોગ એથ્લીટ્સ શ્રેષ્ઠ દેખાવ કરે તેમાં મદદરૂપ થવા સ્પોર્ટસ અને સ્પોર્ટસ ન્યુટ્રિશન પ્રત્યે હર્બલાઈફની કટિબદ્ધતાનો દાખલો છે. તે આયર્નમેન 70.3 ગોવા ઈન્ડિયા જેવી વૈશ્વિક નામાંકિત રેસના જોશ સાથે સુમેળ સાધે છે અને અને દેશભરમાં સ્પોર્ટસના શોખીનોને ટેકો આપવા અને ફિટનેસ સંસ્કૃતિને કેળવવા માટે સમાન કટિબદ્ધતા દર્શાવે છએ. હું હર્બલાઈફે એકધાર્યો ટેકો આપ્યો છે અને આયર્નમેન 70.3 ગોવા, ઈન્ડિયા સાથે ભાગીદારી માટે તેમનો મનઃપૂર્વક આભારી છું.”

ભારતમાં સ્પોર્ટસ ન્યુટ્રિશનની પ્રોફાઈલ ઝડપથી વધી રહી છે. IMARC Groupરિપોર્ટસ અનુસાર ભારતીય સ્પોર્ટસ ન્યુટ્રિશન બજાર 2023માં આશરે 1.7 અબજ ડોલર હતી અને 2032 સુધી અંદાજે 3.1 અબજે પહોંચવાની ધારણા છે. આ વૃદ્ધિમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધતી સતર્કતા, ફિટનેસના શોખીનોની વધતી સંખ્યા અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે ઝુકાવ દ્વારા ઈંધણ પુરાય છે. હર્બલાઈફનો સ્પોર્ટસ ન્યુટ્રિશન પોર્ટફોલિયો હર્બલાઈફ 24 રિકવરી, હાઈડ્રેશન અને એકંદર કામગીરી સાથે એથ્લીટ્સને મદદરૂપ થવા માટે તૈયાર કરાયેલી પ્રોડક્ટો ઓફર કરીને આ પ્રવાહને ટેકો આપે છે.

હર્બલાઈફે દુનિયાભરમાં 150 એથ્લીટ્સ, ટીમો અને લીગને પ્રાયોજિત કરી છે. તેમની તાલીમ અને સ્પર્ધાના સર્વ તબક્કામાં ગુણવત્તાયુક્ત ન્યુટ્રિશન પ્રોડક્ટો સાથે તેમને ટેકો આપે છે. ભારતમાં હર્બલાઈફે વિરાટ કોહલી (ક્રિકેટ), સ્મૃતિ મંધાના (ક્રિકેટ), લક્ષ્ય સેન (બેડમિંટન), મનિકા બત્રા (ટેબલ ટેનિસ), મેરી કોમ (બોક્સિંગ) અને પેરા- બેડમિંટન ખેલાડી પલક કોલહી જેવા એથ્લીટ્સને ટેકો આપવાનું ચાલુ રાખ્યું છે. હર્બલાઈફ ઈન્ડિયન ઓલિમ્પિક્સ, સ્પેશિયલ ઓલિમ્પિક્સ એન્ડ કોમનવેલ્થ ટીમ્સ, આઈપીએલ, પ્રો કબડ્ડી, આયર્નમેન 70.3 ગોવા 2024 અને અન્યો સહિત મુખ્ય ટીમો અને સ્પોર્ટિંગ ઈવેન્ટ્સને ટેકો પણ આપે છે.

Related posts

ગોલ્ડી સોલારે મેજર કેપેસિટી એક્સપાન્શનની જાહેરાત કરી

amdavadpost_editor

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન Amazon.inના દુર્ગા પૂજા સ્ટોરમાંથી એથનિક આઉટફિટ, પૂજાની સામગ્રી અને બીજું ઘણું બધું ખરીદો

amdavadpost_editor

કોકા-કોલા ઇન્ડિયાની નેશનલ વિમેન્સ હોકી લીગ માટે હોકી ઇન્ડિયા સાથે સૌ પ્રથમ વખત ભાગીદારી

amdavadpost_editor

Leave a Comment