Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઠંડરનો અનુભવ કરો, હીરો બનોઃ હીરો મોટોકોર્પ અને થમ્સ અપ દ્વારા સ્પેશિયલ- એડિશન મેવરિક 440 ઠંડરવ્હીલ્સ રજૂ

નવી દિલ્હી 24મી સપ્ટેમ્બર 2024એક પથદર્શક જોડાણમાં દુનિયાની મોટરસાઈકલ્સ અને સ્કૂટર્સની સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પ અને ધ કોકા-કોલા કંપની હેઠળ ભારતની સૌથી મોટી ઘરઆંગણે વૃદ્ધિ પામેલી બેવરેજ બ્રાન્ડ થમ્સ અપ દ્વારા મેવરિક 440 ઠંડરવ્હીલ્સ રજૂ કરવા માટે જોડાણ કર્યું છે, જે હીરો મોટોકોર્પની ફ્લેગશિપ મોટરસાઈકલ મેવરિક 440નું લિમિટેડ એડિશન વર્ઝન છે.

મોટરસાઈકલોની આ ખાસ સિરીઝ હીરો મોટોકોર્પ સાથે ભાગીદારીમાં ઘડવામાં આવી છે, જે હીરોની ટેક્નોલોજિકલ શક્તિ અને એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતા સાથે થમ્સ અપનાં સાહસ અને રોમાંચનાં મુખ્ય મૂલ્યોનું દ્યોતક છે. બંને બ્રાન્ડે તેમના યુવા ગ્રાહકોને કક્ષામાં અવ્વલ તૂફાની અનુભવ પૂરો પાડવા માટે જોડાણ કર્યું છે. મેવરિક 440 ઠંડરવ્હીલ્સ બંને બ્રાન્ડ્સનું મુખ્ય વ્યક્તિત્વ જીવંત લાવવા માટે તૈયાર કરાયું છે અને નક્કરપણું અને સાહસ માટે તૈયાર કરાયું છે. આ લિમિટેડ એડિશન મોટરસાઈકલ 15મી નવેમ્બર, 2024 સુધી  થમ્સ અપનાં સ્પેશિયલ એડિશન પેક્સ ખરીદી અને સ્કેન કરતા ગ્રાહકો માટે ખાસ ઉપલબ્ધ છે.

કેમ્પેઈન રોમાંચક કમર્શિયલ્સ સાથે શરૂ થઈ છે, જે ભારતના સૌથી નીડર ક્રિકેટ આઈકોન્સ થમ્સ અપના બ્રાન્ડ એમ્બેસેડર જસપ્રિત બુમરાહ અને ઋષભ પંતને ચમકાવે છે. ટીવીસી બ્રાન્ડની ઉચ્ચ ઊર્જાની ખૂબીઓને ઉત્તમ રીતે મઢી લે છે અને દરેક વળાંક મેવરિક 440 ઠંડરવ્હીલ્સની અચૂકતા અને પાવર આલેખિત કરે છે.

આ જોડાણ વિશે બોલતાં હીરો મોટોકોર્પના ઈન્ડિયા બીયુના ચીફ બિઝનેસ ઓફિસર રણજીવજિત સિંહે જણાવ્યું હતું કે,“આ અનોખી ભાગીદારી સેગમેન્ટમાં પરિવર્તનકારી બની રહેશે. બે પ્રતિકાત્મક બ્રાન્ડ્સનું આ જોડાણ ગ્રાહકો માટે અસમાંતર પ્રોડક્ટમાં પરિણમ્યું છે. મેવરિક 440 ઠંડરવ્હીલ્સ અમારી ફ્લેગશિપ મેવરિક 440 મોટરસાઈકલના મિડ-વેરિયન્ટ પર આધારિત છે, જે વિશ્વસનીયતા, સ્વતંત્રતા, નક્કરતા અને સાહસનાં પ્રોડક્ટ મૂલ્યોનું દ્યોતક હોઈ થમ્સ અપ સાથે ઉત્તમ સુમેળ સાધ છે. નવો કલર અને ગ્રાફિક્સ થમ્સ અપથી પ્રેરિત છે, જે આ મોટરસાઈકલને અનોખા તારવે છે અને રાષ્ટ્રભરના યુવાનોને નિશ્ચિત જ મંત્રમુગ્ધ કરશે.”

આ લોન્ચ વિશે બોલતાં કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથ- વેસ્ટ એશિયાના માર્કેટિંગના વાઈસ પ્રેસિડેન્ટ ગ્રીષ્મ સિંહે જણાવ્યું હતું, “અમને મેવરિક 440 ઠંડરવ્હીલ્સ રજૂ કરવા હીરો મોટોકોર્પ સાથે જોડાણ કરવામાં ભારે રોમાંચની લાગણી થાય છે. બાઈક ઈનોવેશન અને થમ્સ અપના નક્કર જોશથી સમૃદ્ધ હોઈ રોમાંચક અનુભવને જીવંત કરવાના અમારા સમાન પેશનને લાવે છે. એકત્ર મળીને અમે અમારા ગ્રાહકોને અમુક ખરા અર્થમાં વિશેષનો હિસ્સો બનવાનો મોકો આપીએ છીએ.”

Link to the campaign video – https://www.youtube.com/watch?v=wnxbb75O4y8

Related posts

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનના વુમન્સ કેર પ્રોજેક્ટે ત્રણ શાળાઓમાં 380થી વધુ છોકરીઓને અસર કરી

amdavadpost_editor

સેમસંગ ઈન્ડિયા દ્વારા ચિલ્ડ જળ આધારિત કેસેટ યુનિટ્સમાં વિંડફ્રી™ અને 360o બ્લેડલેસ ટેકનોલોજી સાથે એસીની નવી રેન્જ રજૂ કરાઈ

amdavadpost_editor

હર્બલાઈફ ઈન્ડિયાએ પ્રતિષ્ઠિત આઈઆઈટી મદ્રાસ સીએસઆર એવોર્ડ 2024 જીત્યો

amdavadpost_editor

Leave a Comment